ત્રીજો અધ્યાય

૧૬- જેમ એક ચંદ્રમાંની ચાંદનીથી કાળી રાત ખીલી ઉઠે છે, તેમ એક જ વિદ્વાન અને સારા સ્વભાવવાળા પુત્રથી પરિવારની શોભા ખીલી ઉઠે છે.

૧૭-શોક અને સંતાપ ઉત્પન્ન કરતાં વધુ પુત્રોથી શું ફાયદો ? કુળનું નામ રોશન કરવા એક જ શ્રેષ્ઠ પુત્ર સારો.તેની છત્રછાયામાં જ બધા સુખો મળે છે.

૧૮- પુત્ર સાથે પાંચ વર્ષ સુધીજ પ્રેમ કરવો ,પછી દશ વર્ષ તેની સાથે થોડી કડકાઈ થી વર્તવું ,જયારે તે સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્ર જેવો જ વ્યવહાર કરવો જોઈએ.

૧૯- અતિ કે અનાવૃષ્ટિ સમયે, તોફાનોમાં, રોગચાળો થતાં, યુદ્ધ થતાં, અને દુષ્ટ લોકોનો સંગ થતાં જે વ્યક્તિ બધું છોડીને ભાગી જાય છે અને તે બધાનો ત્યાગ કરે છે તે જ મોતનાં મુખમાંથી બચે છે.

૨૦- જે વ્યક્તિ પાસે ધર્મ,અર્થ, કામ,મોક્ષ માંથી એક પણ પુરુષાર્થ નથી તે વાંરવાર મનુષ્ય યોનીમાં જન્મ લઈને મરતો જ રહે છે.આ સિવાય તેનો બીજો કોઈ ફાયદો નથી.

૨૧- જ્યાં મૂર્ખ લોકોની પૂજા થતી નથી, અન્નના ભંડાર ભરેલાં રહે છે ,પતિ પત્ની વચ્ચે ઝગડા થતાં નથી ત્યાં લક્ષ્મી માતા સ્વયં પોતાનો વાસ કરે છે.

1 thoughts on “ચાણક્ય નીતિ

Leave a comment