ચાણક્ય નીતિ


ત્રીજો અધ્યાય

૧૧- જેમ પુરુષાર્થર્થી દરિદ્રતા અને જપથી પાપ દૂર થાય તેમ મૌન રહેવાથી કલેશ અને સતર્ક રહેવાથી ભયનો નાશ થાય છે.

૧૨- અંત્યંત સુંદર હોવાથી સીતાનું અપરહણ થયુ, અંત્યત અભિમાન થી રાવણ નો નાશ થયો, વધુ પડતાં દાનવીરને લીધે બલીરાજાને મુશ્કેલી પડી હતી એટલે અનીતિનો બધે ત્યાગ કરવો જ જોઈએ.

૧૩- સમર્થ અને શક્તિશાળી લોકો માટે કોઈ કામ મુશ્કેલ નથી, વ્યાપારીઓ માટે કોઈ સ્થાન દૂર નથી. વિદ્વાનો માટે કોઈ દેશ પરદેશ નથી અને જે વ્યક્તિની બોલી મધુર છે તેને મન કોઈ પારકું નથી.

૧૪- જેમ સુગંધિત ફૂલોવાળું ઝાડ સમગ્ર જંગલને સુગંધિત કરે છે, તેમ એક જ સુપુત્ર આખા કુળનું નામ રોશન કરે છે.

૧૫- જેમ એક સૂકા ઝાડમાં આગ લાગતાં સમગ્ર જંગલ માં આગ લાગે છે, તેમ એક કપૂત સમગ્ર કુળને નાશ કરી દે છે.

વીસમી સદીની યાદગાર ઘટના


ઈ.સ ૧૯૧૫

  1. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા.
  2. ગ્રેહામ બેલે ટેલીફોન ની શોધ કરી.
  3. ઈટલીમાં ભૂકંપ થી લગભગ પચીસ હઝાર લોકો મુત્યુ પામ્યાં હતાં.
  4. પુણેમાં SNDT સૌ પ્રથમ મહિલા યુનિવર્સીટી બની.

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૪૧-  હે ભગવાન ! સંસારરૂપ દાવાનળથી દાઝેલા અને આપને શરણે આવેલાં મને, આપ બ્રહ્માનંદના સસાનુભવવાળા ,પવિત્ર , અતિ શીતળતાવાળા, આપના મુખરૂપી સુવર્ણકળથી ઝરેલા અને કાનને સુખ આપનારાં વચનરૂપ અમૃતથી સિંચો. જેઓ એક પણ આપની (કૃપા ) દ્રષ્ટિના પાત્ર બન્યાં છે અને જેમને આપે પોતાના તરીકે સ્વીકાર્યા છે, તેમને ધન્ય છે.

૪૨- હું આ સંસારરૂપી સમુદ્ર કેવી રીતે તરું ? મારી શી ગતિ થશે ? કયો ઉપાય છે ? એ કંઈ હું જાણતો નથી . પ્રભુ ! કૃપા કરી મને બચાવો. અને મારા સંસારરૂપી દુઃખનો નાશ કરો.


પુસ્તક પ્રેમીઓ માટે લાયબ્રેરી ઘર આંગણે


પુસ્તક પ્રેમીઓ માટે લાયબ્રેરી ઘર આંગણે . આ ઓનલાઈન લાયબ્રેરી ની શરૂઆત અમદાવાદમાં  થઇ છે. અમદાવાદમાં પુસ્તક પ્રેમીઓ ને હવે સરકારી પુસ્તકાલય ની ગરજ સારે તેવી ઓનલાઈન લાયબ્રેરી શરુ થઇ છે. સરકારી પુસ્તકાલય માં ઘણી જૂની અને ખરાબ હાલતમાં પુસ્તકોનાં બદલે નવાં લેખકોના અને સારી હાલતમાં પુસ્તકો મળી રહેશે.આ બધું ઘર આંગળે પોસાય તેવા નજીવા રેન્ટલ પ્લાન થી મેળવી શકશો.તેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ની સગવડ પણ છે .ઓનલાઈન માટે લીંક

http://www.calllibrary.com/home.aspx

ત્યાં ઘણાં બધાં લેખકો અને ઘણાં બધાં વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે .જેમકે અશ્વિની ભટ્ટ,ગુણવંત શાહ,ચેતન ભગત,હરકિશન મહેતા , કાઝલ ઓઝા,ડૉ શરદ ઠાકર,તારક મહેતા, દેવેન્દ્ર પટેલ,અશોક દવે,ચંદ્રકાંત બક્ષી,ડૉ .આઈ કે વીજળીવાળા , કનૈયાલાલ મુનશી,અબ્દુલકલામ ,સ્વામીસચ્ચીદાનંદ,બી.એન.દસ્તુર અને બીજા ઘણાં બધાં

પુસ્તકોમાં રીચ ડેડ પુઅર ડેડ ,ફાઈવ પોઈન્ટ સમવન ,૩ મિસ્ટેક ઓફ માય લાઇફ ,વિચારો અને ધનવાન બનો,તુંફાસે ટકરાતે રહીયે, ઈડલી,ઓર્કિડ અને મનોબળ,સાંભળો છો કે શ્રીમાન,જડબાતોડ,મિસ પાવડર ગલી,ક્લીન બોલ્ડ,કનું કાગડો દહીંથરો લઇ ગયો ,શૂન્યતાનો અનુભવ, ગીતા અને આપણા પ્રશ્નો,અસ્ટાવક્ર ગીતા, સંભોગથી સમાધી તરફ,હિંદુ માન્યતાનો વૈજ્ઞાનિક આધાર અને બીજા ઘણાં બધાં.


તેમનું સરનામું નીચે છે.

Ninedigits Technologies

Office Address : B-1, Jugal Complex,
. Op: L.J.Commerece College,
. Vastrapur, Ahmedabad,
. Gujarat,India – 380 015

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો