ચાણક્ય નીતિ


ત્રીજો અધ્યાય

૬-સમુદ્ર પણ પ્રલય સમયે પોતાની મર્યાદા તોડી કીનારા ઓળગી ને વિનાશ કરે છે, પરંતુ સજ્જન વ્યક્તિ પ્રલય સમાન ભયંકર મુશકેલી કે દુઃખોમાં પણ પોતાની મર્યાદામાં જ રહે છે.

૭- મૂર્ખ વ્યક્તિને બે પગ વાળા પશુ સમજીને ત્યાગ કરવામાં જ ભલાઈ છે. કેમ કે તેમની વાણી સામેની વ્યક્તિનાં હ્રદયમાં કાંટાની જેમ ખૂંચે છે.

૮- સુંદર,યુવાન, ઉચ્ચ કુળમાં જન્મેલ વિદ્યાવગરનો મનુષ્ય સુગંધ વિનાના કેસુડાના ફૂલ જેમ માત્ર શોભે છે.

૯- કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં, સ્ત્રીનું સૌંદર્ય તેની પતિવ્રતામાં, કદરૂપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામાં હોય છે.

૧૦- કુળનું રક્ષણ કરવા વ્યક્તિનો, ગામનું રક્ષણ કરવા કુળનો અને જનપદનાં રક્ષણ માટે ગામનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે. તેજ રીતે આત્માના રક્ષણ માટે અને ઉન્નતી માટે સંસારનો ત્યાગ કરી દેવો  જોઈએ.

સુવિચાર


  1. ટેન્સન એજ માં ટેન્સન કઈ દિશામાં આપવું જોઈએ તે જે જાણી લે તેને જ સફળતા મળે.
  2. મોતી જો પામવા હોય તો દરીયામાં ડૂબકી જ મારવાની હોય, પછી તરવાનું નહી.
  3. સ્વાર્થ હોય ત્યારે માણસો પોતાનું સ્વમાન નેવે મૂકી દે છે.
  4. જિંદગીપણ એ ગમે ત્યારે પૂરું થઇ જનારું ભ્રામક સપનું માત્ર છે , એનું ભાન આપણને કયારે થશે ?
  5. મૌન પારસમણી છે ,જેને એનો સ્પર્શ થાય છે તે ખરેખર સુવર્ણ બની જાય છે.

મંદિરના નિયમમાં શું ફેરફાર ન થઇ શકે ?


આપણા દરેક મંદિરમાં પૂજારી , ટ્રસ્ટીઓ , હરિભક્તો દ્વારા કેટલાંક નિયમો બનાવ્યા હોય છે. આ નિયમ દરેક ભક્તોને માન્ય પણ હોવા જ જોઈએ પણ આ નિયમમાં ક્યારેક કોઈ અપવાદમાં ફેરફાર ન થઇ શકે.જયારે આ નિયમ ભક્તનાં માટે કદાચ તકલીફરૂપ બની જતો હોય તો અપવાદરૂપે તેમાં ફેરફાર ન થઇ શકે .જે નિયમની વાત કરું છુ તે છે ચામડાના ચંપલ ,બુટ ની.

હું અને મારા મમ્મી દર રવિવારે નિયમિત અમારા અમદાવાદમાં માધુપુરા વિસ્તારમાં આવેલાં અને પૌરાણિક મનાતાં એવાં અંબાજી માતા નાં મંદિરમાં જઈએ છીએ.આ મંદિરમાં રવિવારે ઘણા બધા દર્શનાર્થીઓ ની ભીડ હોય છે ,તેવી ભીડમાં પણ ગયા રવિવારે મેં જોયું કે એક અપંગ પતિ ,પત્ની અને તેમનું ચારેક વર્ષનું બાળક મંદિરના પંદરેક પગથિયા માંડમાંડ ચડીને ઉપર આવે છે ત્યાંજ આ પતિ અને પત્ની અટકી જાય છે કેમકે તે બંનેએ અપંગ હોવાને કારણે ચામડામાંથી બનેલાં બુટ અને સ્ટેન્ડ પહેરેલાં હતાં. સ્વયં શિસ્ત માં તેઓ મંદિરમાં ચામડાનાં બુટ નાં કારણે મંદિરમાં પ્રવેશ કરતાં નથી અને તેમના માટે આ બુટ ,સ્ટેન્ડ કાઢવા અને પહેરવા કદાચ સરળ ન હતાં. બહાર ઉભા ઉભા તેઓ માંના દર્શન કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં હતાં અને તેમના બાળકને પણ દર્શન કરાવવામાં પણ અસમર્થ હતાં.આ દ્રશ્ય ત્યાં મારા મમ્મી એ જોતાં તે બાળકને તેડી અંદર દર્શન કરાવી પ્રસાદ પણ અપાવ્યો. આ બધું ત્યાં ઉભેલાં બીજા ભક્તો અને પૂજારી પણ જોતાં હતાં પણ કોઈએ તે અપંગો માટે ચામડાના બુટ માંથી છુટ આપવાની કોશિશ કે વિચાર પણ નાં કર્યો.શું ત્યાં ઉભેલા કોઈનામાં તેમના માટે સારો ભાવ નઈ થયો હોય.અંદર મંદિરમાં બેઠેલાં માંએ આ અપંગોને દર્શન કર્યા વગર ગયા તે જોયું નહી હોય.

આપણામાંનાં કેટલાય શારીરિક અને માનસિક રીતે  સક્ષમ હોવાં છતાં પણ મંદિરે દર્શન કરવાં જતાં નથી .જયારે આ બંને અપંગ હોવાં છતાં નિયમનાં કારણે દર્શનથી વંચિત રહી ગયા.

ચામડાનાં ચંપલનો નિયમ બનાવનારે સારા માટે જ બનાવ્યો હશે પણ તે બનાવનારને આ અપંગો વિશે કદાચ  ધ્યાન નહી હોય.નિયમમાં આપણે ચામડાનાં પર્સ અને પટ્ટો શું અપવાદ નથી.ભગવાન આવા કઠોર નિયમ બનાવનારને સદબુદ્ધિ આપે.