ચાણક્ય નીતિ


ત્રીજો અધ્યાય

૧-કયા કુળમાં દોષ નથી?, રોગ થી કોણ પીડાતું નથી?, મુશ્કેલીઓનો સામનો કોને કરવો પડતો નથી?, સદાય સુખી કોણ રહે છે ?

૨- મનુષ્યના આચરણઠ તેના કુળની, તેની બોલીથી તેના પ્રદેશની, તેના આદરથી પ્રેમની અને શરીર જોઈને તેના ખોરાકની જાણ થાય છે.

૩- કન્યાના લગ્ન સારા કુળમાં કરવા જોઈએ, પુત્રને માન-સન્માન મળે તેવું શિક્ષણ આપવું જોઈએ. મિત્રને સારા કાર્યમાં અને દુશ્મનને વ્યસન માં લગાવી દેવા જોઈએ.

૪- દુષ્ટ વ્યક્તિ અને સાપમાંથી કોણ સારું ? સાપ વધુ સારો, કેમકે તેને પરેશાન કરીએ તો જ ડંખ મારે જયારે દુષ્ટ વ્યક્તિ ગમે ત્યારે ડંખ મારે.

૫- રાજાએ સારા કુળના લોકોને જ સાથે રાખવા જોઈએ , કેમકે તેઓ રાજાની પ્રગતી અને પતન બંને માં સાથ છોડતાં નથી.

સુવિચાર


  1. નિશ્ચય જ સાચામાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે.
  2. એક મોટી તકની રાહ જોવામાં સમય બગાડવાને બદલે સામે આવેલી નાનાં માં નાની તકનો લાભ ઉઠાવી સફળતા સુધી જલ્દી પહોંચી શકાય.
  3. વિશ્વમાં અનેક આશ્ચર્યો હોય છે ,પણ માનવ જેવું  મોટો કોઈ આશ્ચર્ય નથી.
  4. તમે માત્ર નસીબને શોધતા રહેશો તો સામે આવેલી તકને પણ ઓળખવી મુશ્કેલ બનશે.
  5. દોસ્ત તેને જ બનાવો જેની પાસે આપણા કરતાં વધુ જ્ઞાન હોય.