ચાણક્ય નીતિ


બીજો અધ્યાય

૧૬-વિદ્યા બ્રામણનુ , સૈન્ય ક્ષત્રિયનું, ધન વૈશયનું અને સેવા શુદ્રોનું બળ છે.

૧૭- નિર્ધન પુરુષનો વેશ્યા, નિર્બળ રાજાનો પ્રજા અને ફળ વગરના ઝાડ નો પક્ષી ત્યાગ કરે છે. તે જ રીતે ભોજન કર્યા પછી અતિથી પણ યજમાનના ઘરનો ત્યાગ કરે છે.

૧૮- દક્ષિણા મળતા જ  બ્રામણ યજમાનનું ઘર છોડી દે છે. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી શિષ્ય ગુર નો આશ્રમ , દાવાનળ લાગતાં પશુ-પક્ષીઓ જંગલનો ત્યાગ કરી દે છે.

૧૯- દુરાચારી, ખરાબ નજર વાળા, બીજાને વગર કારણે હાની કરતાં, દુર્જનો સાથે દોસ્તી રાખનારા મહાન પુરુષની કીર્તિ ઝલદી નાશ થાય છે.

૨૦- પ્રીતિ સરખાં લોકો વચ્ચે હોય તો શોભે, ચાકરી રાજાની કરવાની હોય તો શોભે, વેપાર વ્યવહારમાં શોભે અને ચારિત્યવાન સ્ત્રીથી ઘર શોભે.

નિષ્ફળતા માટેના મુખ્ય કારણો


 1. કોઈ આશા જ થી .
 2. શું કરવું તે જ સમજાતું નથી.
 3. મને સાચો  માર્ગ મળશે જ નહી.
 4. મને સાચો જવાબ મળશે જ નહી.
 5. પરિસ્થતિ બગડતી જ રહી છે.
 6. હું ફસાઈ ગયો છું.

તમે આવા વિચારો જ કર્યા કરો તમારું આંતર મન તમને સહકાર જ નહી આપે.પહેલાં તમો મનથી સ્પષ્ટ વિચારો તમે નિર્ણય લો આમાંથી માર્ગ મળવાનો જ છે. તે માર્ગ ક્યો છે તે તમારું આંતર મન બરોબર જાણે છે.

ધારો કે કાંઠા ઉપરના થાંભલા સાથે બાંધેલી નાવમાં બેસી ગમે તેટલાં હલેસાં મારશો તો પણ નહી આગળ જશો ,નાં પાછળ જશો .ટુંકમાં તમો ત્યાંના ત્યાં જ રહેશો.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

સુવિચાર


 1. સ્નેહીજનો નો સ્નેહ ડોક્ટરની દવા કરતાંયે વધુ લાભ આપનારો હોય શકે.
 2. ખામી કાઢવી બહુજ સરળ છે, પણ સારું કાર્ય કરવું બહું અઘરું છે.
 3. નિર્બળને ભલે દુશ્મન બનાવો પણ મિત્ર તો ન જ બનાવતાં.
 4. નીતિનિયમો એ જાતને સુખી કરવાનો કોઈ રસ્તો નથી પણ જાતને સુખી થવાને પાત્ર બનાવવા માટેનો રસ્તો છે.
 5. પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વિનાના ઘર જેવું છે.