નોલેજ બેંક


  1. નાણાંનાં મૂલ્યને માપવાં માટે ભાવસૂચક આંક નો ઉપયોગ થાય છે.
  2. જર્મની વિશ્વનો મહત્તમ પવન ઉર્જા કરતો દેશ છે.
  3. ભારતમાં સૌ પ્રથમ વેસ્ટ ઇન્ડીઝ અને બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવન ક્રિકેટ મેચનું પ્રસારણ ૧૯૬૬ માં થયું હતું.
  4. હૃદયની ગતિને નિયત્રણમાં રાખવા માટે પેસમેકર નામના સાધનનો ઉપયોગ થાય છે.
  5. એશિયા ખંડમાં ૪૨ દેશ આવેલાં છે.

માણડૂકય ઉપનિષદ


માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

આગમ પ્રકરણ

{ ઉપદેશ ઈત્યાદી પણ પારમાર્થિક નથી }

૧૮ – આ ( ગુરુશિષ્ય ) વિકલ્પની કલ્પનાં જો કોઈએ કરી હોત ,તો તેનું નિવારણ થાત ખરું , આ વાત તો  માત્ર ઉપદેશ અર્થે જ છે, ( આત્મ ) જ્ઞાન થતાં દ્વૈતની હયાતી જ ન રહે.

{ આત્માનો તથા માત્રાઓને અભેદ }

૧૯- વિશ્વનું અત્વ કહેવામાં, એટલેકે વિશ્વના માત્રાપણાનાં યથાર્થ જ્ઞાનનો નિશ્ચય કરવામાં , ઉદય વિશ્વ તથા અકારનું પોતપોતના ક્ષેત્રમાં પહેલાં હોવાપણું અને વ્યાપ્તિની સમાનતા પણ સાવ દેખીતાં છે.

૨૦- તૈજસનાં ઉ- પણાને જાણવામાં અર્થાત તેને જાણવો હોય તો ,ઉત્કર્ષ સ્ફુટ એટલેકે સ્પષ્ટ થાય છે , અને ઉભયત્વ પણ સ્ફુટ જ છે.

૨૧ પ્રાજ્ઞના મકારપણામાં મિતિ અને લય સામાન્ય છે.