નોલેજ બેંક


  1. ચરક કનિષ્ક શાસકના રાજવૈદ્ય હતાં.
  2. અકબરનો જન્મ ઉમરકોટ માં થયો હતો.
  3. એરિસ્ટોટલ ને જીવવિજ્ઞાનનાં પિતા ગણાય છે.
  4. રક્તકણ શરીરને ઓક્સિજન પૂરા પાડે છે.
  5. ખર્ચની દ્રષ્ટિએ ભારતની અર્થવ્યવસ્થા નો નંબર વિશ્વમાં ચોથા ક્રમે આવે છે.

માણડૂકય ઉપનિષદ


માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

આગમ પ્રકરણ

{ સ્વપ્ન -નિદ્રાનું સ્વરૂપ }

૧૪- પહેલાં બે ( જાગ્રત અને સ્વપ્નાવસ્થા નાં અભિમાનીઓં ) સ્વપ્ન અને નિદ્રા થી યુકત છે. જયારે પ્રાજ્ઞ અસ્વપ્રનિદ્રા થી યુકત છે અને તુરીયમાં જેને આત્મ નિશ્ચય થઇ ગયો છે તેઓને ,તેમાં અજ્ઞાન કે વિપર્યાસ બેમાંથી કશું પણ દેખાતું નથી.

{ તુરીય પદની પરખ }

૧૫- અન્યથા ગ્રહણને લીધે સ્વપ્ન અને તત્વના અજ્ઞાનથી નિદ્રા કહેવાય છે. એ ઉભય વિપરીત જ્ઞાનોનો ક્ષય થતાં તુરીય પદ પ્રાપ્ત થાય છે.

{ અજ્ઞાનનિદ્રામાંથી કયારે જગાય }

૧૬ – અનાદિ માયા વડે નિદ્રાધીન થયેલો જીવ જયારે સારી પેઠે જાગે છે ,ત્યારે તે અજન્મા, નિદ્રારહિત, સ્વપ્નરહિત અદ્વૈતનુ તેને ભાન થાય છે.

{અજાતિવાદનું નિરૂપણ }

૧૭ – જો આ (સંસાર ) પ્રપંચ ખરેખર વિધમાન હોત, તો તેનું નિવારણ થાત જ, એમાં કશો સંદેહ નથી. દ્વૈત ફક્ત માયા જ છે અને પરમાર્થમાં અદ્વૈત જ છે.