વિશ્વને જાણો


  1. સૌથી વ્યસ્ત એરપોર્ટ ઓ હેરે ,શિકાગો ,યુ.એસ.એ
  2. સૌથી ઊંચું નગર વેન્યુઆન ,તિબેટ
  3. સૌથી મોટો ખડક ગ્રેટ બેરીયર રિફ, ઉ.ઓસ્ટેલિયા
  4. સૌથી નાનુ શહેર યુમેન (વસ્તીમાં ) , ચીન
  5. સૌથી વ્યસ્ત બંદર રોટરડમ  ,નેધરલેન્ડ

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૩૭- શરણે આવેલાં લોકના બંધુ અને દયાના સાગર,હે સદગુરુદેવ ,હું આપને નમસ્કાર કરું છું. સંસારરૂપીસમુદ્રમાં પડેલાં મારો, અતિ કરુણારૂપી અમૃત વરસતી આપની સરળ કટાક્ષદ્રષ્ટીથી આપ ઉદ્ધાર કરો.

૩૮- રોકવો મુશ્કેલ એવા સંસારરૂપી દાવાનળથી હું દાઝેલો છું અને દુર્ભાગ્યરૂપી આંધીથી અતિશય ડરું છું ;તેથી હું આપને શરણે આવ્યો છું .આપ મૃત્યુથી મને બચાવો. આપ સિવાય બીજાને શરણ લેવાં હું યોગ્ય નથી માનતો.

૩૯- આ ભયંકર સંસારરૂપી સમુદ્રને પોતાની મેળે જ તરી ગયેલાં, બીજાઓને પણ તારનારા અને વસંતઋતુની પેઠે પ્રાણી માત્રનું હિત કરનારાં (આપ) શાંત સત્પુરુષો (આ જગતમાં ) વસે છે.

૪૦- પોતાની મેળે જ બીજાનાં દુઃખો દૂર કરવાં તત્પર રહેવું, એ મહાત્માઓનો સ્વભાવ છે; જેમ સુર્યના આકરા તાપથી તપેલી પૃથ્વીને આ ચંદ્રદેવ પોતાની મેળે જ શાંત કરે છે.