શ્રી ગણેશનાં એકવીસ નામ


આજે ચૈત્ર વદ – ૪ ,વિક્રમ સંવત -૨૦૬૬ ,આજના  દિવસને  ગણેશ ચોથ તરીકે પણ કહેવાય છે.

 1. ૐ ગંણ જયાય  નમઃ
 2. ૐ ગણપતયે નમઃ
 3. ૐ હેરંબાય નમઃ
 4. ૐ ધરણીધરાય નમઃ
 5. ૐ મહા ગણપતયે નમઃ
 6. ૐ લક્ષ્ય પ્રદાય નમઃ
 7. ૐ ક્ષિપ્રસાદનાય નમઃ
 8. ૐ અમોધ સિદ્ધિયાય નમઃ
 9. ૐ અમિતાય નમઃ
 10. ૐ મંત્રાય નમઃ
 11. ૐ ચિંતામણયે નમઃ
 12. ૐ નિધયે નમઃ
 13. ૐ સુમંગલાય નમઃ
 14. ૐ બીજાય નમઃ
 15. ૐ આશાપૂરકાય નમઃ
 16. ૐ વરદાય નમઃ
 17. ૐ શિવાય નમઃ
 18. ૐ કારયાય નમઃ
 19. ૐ નંદનાય નમઃ
 20. ૐ વાચા સિદ્ધયે નમઃ
 21. ૐ  ઢુંઢી વિનાયકાય નમઃ

વિશ્વને જાણો


 1. સૌથી મોટું એરપોર્ટ કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ,સાઉદી અરેબિયા
 2. સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ ખડગપુર ,ભારત
 3. સૌથી મોટો દ્રીપ કલ્પ અરબસ્તાન
 4. સૌથી લાંબી પર્વતમાળા એન્ડીઝ ,દ.અમેરિકા
 5. સૌથી મોટો પાર્ક વુડ બફેલો નેશનલ પાર્ક,કેનેડા

ગુડ ફ્રાયડે


આજે ખ્રિસ્તી ભાઈ બહેનોનો પવિત્ર તહેવાર ગુડ ફ્રાયડે છે.આપણને દરેક ધર્મ પર સમાન માન હોવું જોઈએ એવું આપણા સંતો ,ગુરુ અને ધર્મમાં જણાવવામાં આવ્યું છે ,અને આપણે દરેક ધર્મને માન આપીએ છીએ.

ગાંધીજીએ તેમનાં પુસ્તક સત્યના પ્રયોગોમાં પાના નંબર ૧૨૫ ,ભાગ બીજો ,પ્રકરણ -૧૫ ,ધાર્મિક મંથન માં ખ્રિસ્તી ધર્મ  પર તેમનાં કેટલાંક વિચારો મુક્યા છે તે અહીં જણાવું છું.

ગાંધીજીને દ. આફિકામાં તેમનાં મિત્ર મિ.બેકર વિલિંગ્ટન કન્વેન્શનમાં લઇ ગયા. તે સ્થળે ખ્રિસ્તીઓમાં ધર્મ જાગૃતિ અને આત્મશુદ્ધિ માટે પ્રયત્નો થતાં હતાં. સમેલનમાં ત્રણ દિવસમાં ગાંધીજી ઘણાં ભાવિક ખ્રિસ્તીઓને મળ્યા , ગાંધીજી તે મિત્રોની ધાર્મિકતા સમજી શક્યા , કદર કરી શક્યા પણ તેમને તેમની માન્યતામાં તેમનાં ધર્મમાં ફેરફાર કરવાનું કારણ ન મળ્યું.

ગાંધીજીના શબ્દ અને ભાષામાં માં જ  જાણીએ . ઈશુ ખ્રિસ્ત એ જ એક ઈશ્વરનો પુત્ર છે, તેને જે માને તે તરે ,’ એ વાત મને ગળે ન ઉતરે. ઈશ્વરને જો પુત્રો હોઈ શકે તો આપણે બધા તેના પુત્રો છીએ. ઈશુ જો ઈશ્વરસમ હોય , ઈશ્વર જ હોય, તો મનુષ્યમાત્ર ઈશ્વરસમ છે ; ઈશ્વર થઇ શકે. ઈશુના મૃત્યુથી ને તેના લોહીથી જગતનાં પાપ ધોવાય એ અક્ષરશઃ અર્થમાં માનવા બુદ્ધિ તૈયાર જ ન થાય. રૂપક તરીકે ભલે તેમાં સત્ય હોય .વળી ખ્રિસ્તી માન્યતા મુજબ મનુષ્યને જ આત્મા છે, બીજા જીવોને નથી, ને દેહના નાશની સાથે તેમનો સર્વથા નાશ થઇ જાય છે; ત્યારે મારી માન્યતા આથી વિરુધ્ધ હતી. ઈશુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતો હતો, પણ તેને અદ્વિતીય પુરુષરૂપે નહોતો  સ્વીકારી શકતો. ઈશુના મૃત્યુથી જગતને ભારે દ્ષ્ટાન્ત મળ્યું, પણ તેના મૃત્યુમાં કંઈ ગુહ્ય ચમત્કારી અસર હતી એમ મારું હ્રદય સ્વીકારી નહોતું શકતું. ખ્રિસ્તીઓનાં પવિત્ર જીવનમાંથી મને એવું ન મળ્યું કે જે બીજા ધર્મીઓનાં જીવનમાંથી નહોતું મળતું. તેમનાં પરિવર્તન જેવાં જ પરિવર્તન બીજાનાં જીવનમાં થતાં મેં જોયા હતાં. સિદ્ધાંતની દ્રષ્ટીએ ખ્રિસ્તી સિદ્ધાંતોમા મેં અલૌકિકતા ન ભાળી. ત્યાગની દ્રસ્ટીએ હિંદુધર્મી ઓનો ત્યાગ મને ચડતો જણાયો. ખ્રિસ્તી ધર્મને હું સમ્પૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શકયો.——————–

વધુ માટે સત્યના પ્રયોગો વાંચશો.

અહિયા કોઈની લાગણીને દુઃખ લગાડવાનું કે કોઈ ધર્મ ઉંચો કે નીચો તે બતાવવાનું નથી પણ માત્ર ગાંધીજીના વિચારો મુકવાનું છે . ગાંધીજીએ આ સિવાય બીજા ધર્મોને પણ સમજવાનો પ્રયત્ન કર્યો છે તે સત્યના પ્રયોગોમાં વાંચવા મળશે.

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૩૧- પણ જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષુપણું બંને મંદ હોય, તેમાં રહેલી શમ વગેરે ષટ્સંપતિ મરુસ્થળ નાં જળની પેઠે દેખાવની જ બને છે.

૩૨-૩૩-૩૪-૩૫-૩૬- મુક્તિનાં કારણોની સામગ્રીની અંદર ભક્તિ જ સૌથી શ્રેષ્ઠ છે. પોતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ભક્તિ કહેવાય છે. કેટલાંક વિદ્ધાનો કહે છે કે ‘પોતાના આત્મતત્વનું મનન એ જ ભક્તિ છે .’ ઉપર જણાવેલાં ચાર સાધનવાળા અને આત્મતત્વને જાણવા ઇચ્છતા પુરુષે પ્રાજ્ઞ – સ્થિતિપ્રજ્ઞ પાસે જવું, કે જેથી સંસારરૂપ બંધન છુટે, જે ક્ષોત્રિય અને પાપરહિત હોય ,વિષય –વાસનાને વશ ન હોય, બ્રમવેત્તાઓંમાં શ્રેષ્ઠ હોય, બ્રહ્મજ્ઞાનમાં અગ્રેસર હોય, ઇંધણા વગરના અગ્નિ જેવો શાંત હોય, કારણ વિના દયાનો સમુદ્ર હોય ને શરણે આવેલાનો બંધુ હોય, એવા સદગુરુને વિનય, નમ્રતા અને સેવાથી ભક્તિપૂર્વક સેવીને તે પ્રસન્ન થાય ત્યારે પાસે જઈ પોતાને જાણવું હોય તે આમ પૂછવું: