વિશ્વને જાણો


  1. સૌથી વ્યસ્ત પુલ હાવરા પુલ, હુગલી નદી ,કલકત્તા
  2. સૌથી મોટી એરલાઈન એરોફ્લોટ ,રશિયા
  3. સૌથી મોટું રેલ્વે સ્ટેશન ગ્રાન્ટ સેન્ટ્રલ ટર્મિનલ ,ન્યુયોર્ક ,યુ.એસ.એ
  4. સૌથી મોટો બેટ ગ્રીન લેન્ડ
  5. સૌથી વધારે દેશો ધરાવતો ખંડ આફ્રિકા

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૨૬- શાસ્ત્રના અને સદ્ ગુરુદેવના વચનોને સત્ય બુદ્ધિથી ગ્રહણ કરવાં, એ શ્રદ્ધા કહેવાય છે ; જેથી વસ્તુ મેળવી શકાય છે.

૨૭- બુદ્ધિને હંમેશા શુદ્ધ બ્રહ્મમાં જ સ્થિર કરવી, એ સમાધાન કહેવાય છે ; ચિત્તને સ્વેચ્છાચારી કરવું, એ સમાધાન નથી.

૨૮ – અહંકારથી માંડી દેહ સુધીનાં જેટલાં અજ્ઞાનકલ્પિત બંધનો છે, તેમાંથી પોતાના આત્મસ્વરૂપનાં જ્ઞાન દ્વારા છુટવાની ઈચ્છા એ મુમુક્ષુપણું  છે.

૨૯- મુમુક્ષુપણું મંદ અથવા મધ્યમ હોય, તો પણ વૈરાગ્યથી, શમ વગેરે ષટ્સંપતિથી અને ગુરુની કૃપાથી વદીને સફળ થાય છે.

૩૦ –જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષુપણું બંને તીવ્ર હોય, તેમાં જ શમ વગેરે ષટ્સંપતિ સાર્થક અને સફળ થાય છે.