વિશ્વને જાણો


  1. સૌથી મોટો ખંડ એશિયા.
  2. સૌથી વધુ ગરમ સ્થળ અજીજિયા, આફ્રિકા
  3. સૌથી નાનો દેશ વેટિકન સીટી (વિસ્તારમાં )
  4. સૌથી મોટી ખીણ ગ્રાન્ડ કેન્યોન
  5. સૌથી મોટો પુરસ્કાર નોબેલ પુરસ્કાર

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૧૧- કર્મ ચિત્તની શુદ્ધિ માટે જ છે, તત્વજ્ઞાન માટે નથી.તત્વ જ્ઞાન તો વિચારથી જ થાય છે ; કરોડો કર્મોથી કંઈપણ થતું નથી.

૧૨- દોરડાને ( અંધારામાં ) ભ્રમથી સર્પ માનવામાં આવે છે ,ત્યારે તે અજાણતા માનેલાં સર્પનાં ડરથી જે દુઃખ થાય છે તેને બરોબર જાણ્યા પછી આ તો દોરડું હતું ,એવું નિશ્ચય જ દૂર કરે છે.

૧૩ – ( સદગુરુ ) હિતકારક  વચનોનો વિચાર કરવાથી જ ( આત્મા ) વસ્તુનો નિશ્ચય થાય છે ; પરંતુ સ્નાન ,દાન, સેંકડો પ્રાણાયામ નથી થતો.

૧૪- ફળસિદ્ધિ અધિકારીને ખાસ કરી ઉપદેશ દે છે : અને એમાં દેશ ,કાલ વગેરે ઉપાયો પણ સહાયક બને જ છે.

૧૫- આથી બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, દયાસાગર ઉત્તમ ગુરુના શરણે જઈ જિજ્ઞાસુએ આત્મતત્વનો વિચાર કરવો.

૧૬- ઉપર કહેલાં લક્ષણવાળો બુદ્ધિમાન, વિદ્ધાન અને તર્કવિતર્કમાં ચતુર મનુષ્ય આત્મવિદ્યામાં અધિકારી છે.

વિશ્વને જાણો


  1. સૌથી મોટો ધોધ બોયોમો ,ઝૈર
  2. સૌથી મોટો અખાત મેક્સિકો નો અખાત
  3. સૌથી વધુ શાખા ધરાવતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
  4. સૌથી મોટો પુલ હવેલોગ ,યુ.એસ.એ
  5. સૌથી મોટી નદી એમેઝોન ( વધુ પાણી)

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૬- ભલે કોઈ માણસ શાસ્ત્ર સમજે, દેવોની પૂજા કરે , સારા કર્મ કરે તોપણ બ્રહમ અને આત્મા એક જ છે ,આવા જ્ઞાન વિના અનેક  બ્રહમા થઈ જાય તેટલાં કાળે પણ તેની મુક્તિ થતી નથી.

૭ – કારણકે ધનથી અમર થવાની આશા નથી એવું કહેનાર વેદ જ સાફ કહે છે કે, ‘કર્મ એ મુક્તિનું કારણ નથી .’

૮- જ્ઞાન મેળવવા ઉપાય માટે વિદ્વાન માણસે બાહ્ય વિષયોનાં સુખની ઈચ્છાનો ત્યાગ કરી, સદ ગુરુદેવ ને શરણે જઈ એમના ઉપદેશને યોગ્ય સમજીને મુક્તિ માટે પ્રયત્ન કરવો .

૯- સત્ય આત્મજ્ઞાન પર શ્રદ્ધા રાખી યોગમાર્ગે જઈને, સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલાં આત્માનો પોતે જ ઉદ્ધાર કરવો.

૧૦- આત્મજ્ઞાન અભ્યાસમાં તત્પર ધીર વિદ્વાનોએ સર્વ કર્મોનો ત્યાગ કરી સંસારરૂપી બંધનથી છુટવા માટે પ્રયત્ન કરવા.

સ્વામી વિવેકાનંદ


પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબુત થતી નથી ; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશા સંગ્રહણ વૃતિવાળા થવું જોઈએ. સંગ્રહણવૃતિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે.