૨૭મી માર્ચ ને વિશ્વ રંગભૂમિ દિન તરીકે ઉજવણી થાય છે. તા. ૨૭-૩-૧૯૬૨ માં પ્રથમ વખત વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી થઇ હતી.

પહેલાં એવો સમય હતો કે લોકો નાટક જોવાનું પસંદ કરતાં નહી.પણ હવે સમય બદલાયો છે મેં જોયું છે કે અમદાવાદમાં જે નાટક ઠાકોરભાઈ દેસાઈ ,ટાઉન હોલમાં આવશે તેની જાહેરાત થાય અને પ્રથમ દિવસેજ ટીકીટો બધી વેચાઈ જાય અને શો પહેલાં જ હાઉસ ફૂલ થઇ જાય .આજે નવા ફિલ્મો માં પણ આવું જોવા મળતું નથી માટે હવે લોકો નાટક જોવા તરફ વળ્યા છે અને નવા નાટકો આવતા રહે છે ,નાટક માટે કલાકારો મુંબઈ થી અમદાવાદ આવે છે.હું પણ નાટકો નો શોખીન છું એમાં કોમેડી નાટક મારા ફેવરીટ છે .મેં જોયેલા અને પસંદ હોય તેવા કેટલાંક નામ પ્રીત પીયુ ને પાનેતર ,હવે તો માની જાવ, જલસા કરો જયંતિલાલ, ડાહ્યાભાઈ દોઢ ડાહ્યા ,મણીબેન.કોમ ,મુંબઈમાં લીલા લહેર છે,ગોલમાલ,બાએ મારી બાઉન્ડ્રી, બળવંત અને બબલી,કાકાની કમાણી પડોશનમાં સમાઈ, મને મારી બૈરીથી થી બચાવો,હું તો પરણીને પસ્તાયો,એક આકર્ષણ તેજાબી,અલવિદા ડાર્લિંગ , એક મૂર્ખ ને એવી ટેવ, બાર આવ તારી બૈરી બતાવું, હું પૈસાનો પરમેશ્વર,છકો મકો, બા રીટાયર્ડ થાય છે,તોફાની ત્રિપુટી.

નાટકોને લોકપ્રિય બનાવવા માટે આયોજકો,કલાકારો,કલ્ચરલ ગ્રુપ,લેખકો,નાટ્ય ગૃહો જેવાં કેટલાય લોકોનાં પ્રયાસ આભાર માનવા યોગ્ય છે.

ગુજરાતી તખ્તાના જગમગ તારલાઓ

૧ -રણછોડભાઈ ઉદયરામ -ગુજરાતી રંગભૂમિના પિતામહ કહેવાતા રણછોડભાઈ નો જન્મ મહુધામાં થયો હતો. તેમને શેક્સપીયર નાં નાટકોથી પ્રેરાઈને નવા નાટકો બનાવાનો પ્રયાસ કર્યો. તેમણે નવા નાટકો માટે મુંબઈ ગુજરાતી નાટક મંડળી બનાવી. તેમનાં ભજવેલાં નાટકોમાં રત્નાવલી નાટિકા, રાસમાળા ૧ તથા ૨ ,લલિતા દુઃખદર્શક , રણપિંગળ લોકોને ખૂબ પસંદ પામ્યા હતાં.

૨- જયશંકર ‘સુંદરી’ – તેમનું મૂળ નામ જયશંકર ભોજક પણ એકવાર તેઓ સૌભાગ્ય સુંદરીનાટક માં સ્ત્રીની ભૂમિકા ભજવી અને લોકોએ ખૂબ વખાણી અને ત્યારથી જ સુંદરી નાં ઉપનામ થી ઓળખ્યા. તેમણે લગભગ ૩૦ વર્ષ સુધી મોટા ભાગના નાટકોમાં સ્ત્રીની ભૂમિકા ભજવી. તેમની યાદમાં અમદાવાદના રાયખડ વિસ્તારમાં જયશંકર સુંદરી હોલ બનાવવામાં આવ્યો છે. તેમને ૧૯૭૧ માં પદ્મભૂષણ સન્માન અપાયું હતું.

૩ –  પ્રવીણ જોષી – આધુનિક રંગભુમિ માં જેમનો મોટો ફાળો ગણાય તે છે પ્રવીણ જોષી.સંતુ રંગીલી થી લોકો તેમને વધુ જાણતા થયા.તેમણે અભિનેતા,દિગ્દર્શક ,નિર્માતા જેવાં તમામ નાનાં મોટા કાર્યો થી રંગભૂમિનાં નવા શિખરો સર કર્યા. તેમનાં નાટકોમાં ચંદરવો, મોસમ છલકે, માણસ નામે કારીગર, મોગરાના સાપ, સપ્તપદી લોકોએ ખૂબ ગમ્યા હતાં.

આ સિવાય પણ કેટ કેટલાય લોકોએ તેમનું લોહી ગુજરાતી રંગભૂમિ માટે રેડ્યું તેમના કેટલાંક નામ કાંતિ મડિયા,ચં.ચી મહેતા,જશવંત ઠાકર ,અમૃત કેશવ નાયક , મુળજીભાઇ,વાઘજીભાઈ, બાપુલાલ, હેમુભાઈ , કેખુશરૂ કાબરાજી ,પ્રાણલાલ, નાનાલાલ , મુન્ની બાઈ, દિના પાઠક, વજુભાઈ, દામિની મહેતા, ધનસુખલાલ,શૈલેષ દવે, અરવિંદ વૈદ્ય , સુભાષ શાહ, ઉષા બહેન ,શફી ઈનામદાર, વિનોદ જાની ,રાગી જાની ,કેતકી દવે,રસિક દવે,દેવેન ભોજાણી ,સરિતા જોષી ,જમનાદાસ મજેઠીયા,મેહુલ બુચ ,નિર્મિશ ઠાકર,સમીર રાજડા,મુકેશ રાવલ,રૂપા દિવેટિયા,હોમી વૈદ્ય,

જો આપનાં શહેરમાં નાટક આવેતો એકવાર જરૂર જોવા જજો અને જો સારું લાગે તો જરૂર તેઓને બિરદાવજો જેથી ૨૭ માર્ચ નાં દિવસ ની ઉજવણી ની રાહ નહી જોવી પડે અને રોજે રોજ વિશ્વ રંગભૂમિ દિવસ ની ઉજવણી થશે.

આભાર


Advertisements

2 thoughts on “૨૭ માર્ચ , વિશ્વ રંગભૂમિ દિન

  1. શ્રીમાન. રૂપેનભાઈ

    આપે આ દિવસને યાદ રાખી રંગભુમિના

    કલાકારોને બિરદાવ્યા તે ખુબ જ આનંદની વાત છે.

    ઘણાં સમય પછી આપના પાવન પગલા જોઈને આનંદ છવાય ગયો સાહેબ

    મળતા રહીશું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s