વીસમી સદીની યાદગાર ઘટના


ઈ.સ ૧૯૧૧

  1. ભારતની રાજધાની કોલકત્તાથી દિલ્લી ફેરવાઈ હતી.
  2. ચીનમાં રાજાશાહી નો અંત આવ્યો.
  3. પ્રથમ એરમેઈલ ફ્લાઈટ અલ્હાબાદ અને નૈની વચ્ચે શરુ થઇ.
  4. દક્ષીણ ધ્રુવ પર એમ્નડસને પ્રથમ પગ મૂકયો.

સ્વામી વિવેકાનંદ


જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ . ખંતીલો માણસ કહે છે ; ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં સાથે જ પર્વતો કડકભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો તમે ધ્યેયને  પામી શકસો.

માણડૂકય ઉપનિષદ


માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

આગમ પ્રકરણ

{ આત્માની સર્વ સત્તાધીશતા }

૧૦- સમસ્ત દુઃખોનુ નિવારણ કરવામાં ( આત્મા કે તેનો સાક્ષાત્કાર ) સમર્થ (પ્રભુ ) નિયામક છે, તે ( આત્મા) અવ્યય, પ્રાણી પદાર્થ માત્રનો અદ્વૈત દેવ ,તુર્ય અને સર્વ વ્યાપક લેખાયો છે.

{ ત્રણ થી ચોથાનો મૂલગ ભેદ }

૧૧- વિશ્વ અને તૈજસ કાર્ય તથા કારણ નાં ભાવથી બંધાયેલાં મનાયા છે, પરંતુ પ્રાજ્ઞ એકલા કારણ ભાવથી બંધાયેલો છે.તુરીયમાં તે બેની સિધ્ધી થતી નથી.( એટલે કે તે બંનેનાં લક્ષણો નુ અસ્તિત્વ તુરીયમાં છે જ નહી )

{ તુરીયનું પ્રાજ્ઞથી જુદાપણું}

૧૨- પ્રાજ્ઞ પોતાને કે પારકાને અને સત્યને કે જુઠ ને જરાપણ જાણતો નથી, જયારે તુરીય નિત્ય સર્વસાક્ષી છે.

{ પ્રાજ્ઞ -તુરીયનું સામ્યા -સામ્ય }

૧૩- દ્વૈત નુ અગ્રહણ પ્રાજ્ઞ અને તુરીય, ઉભયને સમાન છે, પરંતુ પ્રાજ્ઞ કારણ અવસ્થાની નિદ્રાવાળો છે, જયારે તુરીયમાં તેનું અસિતત્વ નથી.


વિશ્વને જાણો


  1. સૌથી ઉંચો પ્રદેશ પામીર ,તિબેટ
  2. સૌથી મોટી લોકશાહી દેશ ભારત
  3. સૌથી મોટુ વિમાન બોઇંગ  ૭૪૭ જમ્બો જેટ
  4. સૌથી મોટી ખીણ હેલ,યુ.એસ.એ
  5. સૌથી વધુ વરસાદ મેઘાલય,ભારત