જન્મ – માર્ચ ૧૬, ૧૮૭૭ }  મૃત્યુ – જાન્યુઆરી ૯ , ૧૯૪૬

ઉપનામ

 1. ગુજરાતના મહાકવિ

કુટુમ્બ

 1. પિતા – દલપતરામ ડાહ્યાભાઇ (નર્મદ  યુગના મહાન કવિ) – મૂળ અટક ત્રિવેદી

અભ્યાસ

 1. 1893- મેટ્રિક (અમદાવાદ)
 2. 1899 – બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ
 3. 1901- એમ.એ. – ઇતિહાસ સાથે (પુના,મુંબઈ )

જીવન ઝરમર

 • આ ઊર્મિકવિ કવિ દલપતરામનાં ચોથા પુત્ર જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ હતા
 • શાળાજીવનમાં અલ્લડ હતા, અને વૃધ્ધ દલપતરામ માટે માથાના દુખાવા સમ હતા , પણ મેટ્રીકના વર્ષમાં જીવનપલટો થયો.
 • 1920 – રોલેટ એક્ટ અને જલીયાંવાલા હત્યાકાંડથી વ્યથિત થઇ લાંબી રજા પર ઉતર્યા અને 1921 માં નોકરી છોડી
 • અભ્યાસક્રમની બીજી ભાષા – ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.
 • સરકારી શિક્ષણખાતામાં અધિકારી હતા, એ વખતે ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી (1921)
 • નોકરી છોડ્યા બાદ કાયમ માટે અમદાવાદ વસવાટ કરી ગુજરાતી સાહિત્યને ચરણે જીવન સમર્પિત કર્યુ
 • ગુજરાતના મહાન પ્રતિભાશાળી કવિ હતા
 • પ્રાચીન અને અર્વાચીન કવિતાઓનો એમનામાં સુભગ સુમેળ થયેલો હતો
 • ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક તરીકે લોકખ્યાત
 • પ્રચંડ મેધાવી હોવા છતાં સાવ સામાન્ય જીવન શૈલી
 • 1919માં એમણે ગાંધીજીનાં 50માં જન્મદિવસ પર એમનું અભિવાદન કરતું એક યાદગાર કાવ્ય લખેલું
 • છેવટના જીવનમાં ગાંધીજી સાથે તીવ્ર મતભેદ

મૂખ્ય કૃતિઓ

 • કવિતા – ન્હાના ન્હાના રાસ (3 ભાગ), ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ ભજનાવલી
 • નાટ્ય કવિતા – જયા અને જયંત , ઈન્દુકુમાર, વિશ્વગીતા, શાહેનશાહ અકબર, જહાંગીર-નૂરજહાન, મિથ્યાભિમાની
 • ચરિત્ર– કવિશ્વર દલપતરામ
 • અન્ય – વસંતોત્સવ, હરિસંહિતા મહાકાવ્ય, સાહિત્યમંથન, કુરુક્ષેત્ર

ન્હાનાલાલ ને વધુ જાણવા માટે વિકિપીડિયા અહી ક્લિક કરો

Advertisements

2 thoughts on “કવિ ન્હાનાલાલ

 1. શ્રી રૂપેનભાઈ,

  આપણ કેવું જોગાનું જોગ છે, કે હજુ હમણાં શ્રી જુગલકાકાના બ્લોગમાં મહાકવિ ન્હાનાલાલ વિશે સુંદર સુવ્યવસ્થિત માહિતી વાંચી અને આપના બ્લોગમાં તેનો ટૂંકસાર પણ સુંદર રીતે આપવામાં આવેલ છે.

  આભાર !

  1. અશોકભાઈ જોગાનું જોગમાં એવું છે કે કદાચ તમને શ્રી જુગલકાકાના બ્લોગમાં મહાકવિ ન્હાનાલાલ વિશેની માહિતી નેટજગત ગ્રુપ થકી મળી હોય તો એ મેં જુગલદાદાને આ પોસ્ટ નેટજગતના મિત્રોને જાણ કરવા કહ્યું હતું જેથી મિત્રો વધુ મિત્રો મહાકવિ ન્હાનાલાલને જાણી શકે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s