કોઈ દી સાંભરે નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ…

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લઈ લઈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લઈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગઇ

કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરી નઇ.

આભાર સ્ત્રોત – wikisource: વિકિસ્રોત

Advertisements

2 thoughts on “ઝવેરચંદ મેઘાણી – અનુવાદઃ(માં -રવિન્દ્રનાથ ટાગોર)

 1. રૂપેનભાઇ, આ કાવ્યનું શબ્દાંકન મેં ’વિકિસોર્સ’ પર કરેલું. (23 December 2008)(http://ow.ly/1iriI)
  ત્યાં ટાઇપભુલથી “ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગઇ” લખાયું જે અહીં પણ છે જ !!!
  આપને વિનંતી, વિકિસોર્સ એક ઓપનસોર્સ માધ્યમ છે પરંતુ તેની માર્ગદર્શિકા મુજબ અહીં આપે “વિકિસોર્સ”નો ઉલ્લેખ કરવો જરૂરી છે. જુઓ:
  Information for re-users
  You can re-use content from Wikimedia projects freely, with the exception of content that is used under “fair use” exemptions, or similar exemptions of copyright law. Please follow the guidelines below:

  Re-use of text:

  Attribution: To re-distribute a text page in any form, provide credit to the authors either by including a) a hyperlink (where possible) or URL to the page or pages you are re-using, b) a hyperlink (where possible) or URL to an alternative, stable online copy which is freely accessible, which conforms with the license, and which provides credit to the authors in a manner equivalent to the credit given on this website, or c) a list of all authors. (વધુ માટે:http://wikimediafoundation.org/wiki/Terms_of_Use)
  વિકિ પરથી આપ કોઇ પણ લેખ લઇ શકો છો, પરંતુ આ નિયમોનું પાલન અવશ્ય કરો તેવી વિનંતી. આભાર.

 2. આભાર રૂપેનભાઇ,
  મારી વિનંતીનો તુરંત, સદ્‌ભાવપૂર્વક સ્વિકાર કરવા બદલ આભાર. આપ સમા ગુજરાતી ભાષાને ચાહતા અને ઉત્સાહી મિત્રને હું ગુજરાતી વિકિ પર પણ પધારી, તેના સભ્ય બની અને યથાશક્તિ યોગદાન કરવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું.
  ઉપર વિકિસ્ત્રોતની લિંકમાં મારાથી જ કશોક દોષ રહી ગયો હોય, ગુજરાતી વિકિસ્ત્રોતની લિંક ફરીથી લખું છું.
  ( http://wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80 )
  આ બધી નિયમની બાબતો હોય, અને આપણે સૌ સહ્કાર આપીએ તો આવનારા નવા મિત્રોમાં પણ એક પ્રથા રૂઢ થાય,ફક્ત તે જ મારો આશય છે.
  આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s