એક જંગલમાં એક શિયાળ હતુ તે જંગલના રાજા સિંહનું  સલાહકાર હતું.સિંહ સાથે રહેવાની શિયાળને બહુ મજા હતી . સિંહ રોજ એક મોટો શિકાર તો કરે પણ એ ધરાય રહે એટલે વધ્યું બધું શિયાળ સફાચટ કરી નાખે.શિયાળને તો મજા આવતી.એક વખત શિયાળ જંગલમાં આંટાં મારવા નીકળ્યું હતું. એકાએક તેનું ધ્‍યાન ત્રણ અલમસ્‍ત બળદ પર પડ્યું. બળદો નિરાંતે ઘાસ ચરતા હતા.શિયાળને મનમાં થયું કે સિંહ આ બળદોનો શિકાર કરે તો મજા પડી જાય. એ તરત જ સિંહ પાસે દોડી ગયું.હાંફતાં હાંફતાં બોલ્‍યું, ‘મહારાજ,જંગલમાં કયાંકથી ત્રણ બળદ આવ્‍યા છે. ત્રણે બહુ સંપીલા લાગે છે.ત્રણેયને એક સાથે મારવા મુશ્‍કેલ બનશે.’
સિંહ કહે,‘બળદ ત્રણ હોય કે ત્રીસ હોય,મારા માટે કંઈ મુશ્‍કેલ નથી.ચાલ બતાવ મને.’
શિયાળ સિંહને લઈને બળદ ચરતા હતા ત્‍યાં આવ્‍યું.સિંહે દૂરથી બળદોને જોઈને સમજાઈ ગયું કે આ ત્રણે બળદો જો એક થઈ જાય તો પોતાને ભાગવું ભારે થઈ પડે.શિયાળ કહે,‘જોયું ને મહારાજ,આ બળદો સામે બળથી નહિ ફાવી શકાય.આ ત્રણેની વચ્‍ચે ફૂટ પડાવવી પડશે. હું તમને એકએક કરીને તમારી પાસે લાવીશ.તમે ખતમ કરી નાખજો.’
ચારપાંચ દિવસ પછી શિયાળ એક બળદ પાસે ગયું.તેણે કહ્યું,‘હું જંગલના રાજાનો સલાહકાર છું.મહારાજને એક બહાદુર સેનાપતિની જરૂર છે.મેં મહારાજને તમારા નામની ભલામણ કરી છે.મહારાજે તમને મળવા બોલાવ્‍યા છે.’
બળદ કહે,‘હું એકલો નહિ આવું.મારા બે સાથીઓને મારે કહેવું પડશે.’
શિયાળ બોલ્‍યું,‘તમે સમજતા નથી.એ બંનેને જો ખબર પડશે તો એમને પણ સેનાપતિ બનવાની લાલચ થશે.’બળદને થયું કે વાત તો સાચી છે. એ ઝાઝો વિચાર કર્યા વગર શિયાળ સાથે સિંહ પાસે ગયો.સિંહે મોકો મળતાં તેને મારી નાખ્‍યો.આમ બે ત્રણ દિવસ પછી શિયાળ બીજા બળદને સેનાપતિ બનવાની લલાચે સિંહ પાસે લઈ ગયું.સિંહે એ બળદને પણ મારી નાખ્‍યો. પછી તો એક જ બળદ બાકી રહ્યો હતો.સિંહે તેને પણ મારી નાખ્યો.લાલચને કારણે ત્રણેમાં ફૂટ પડી, અને ફૂટ પડી એટલે જીવ ખોવાનો વારો આવ્‍યો.

Advertisements

One thought on “લાલચ ખરાબ ચીજ છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s