ધર્મમાં આરતી અને સામગ્રીનું મહત્વ

Standard

બધી પૂજા વિધિ પછી ભગવાનની આરતી કરવામાં આવે છે. આરતીમાં ઘણી બધા  પૂજાપાનો ઉપયોગ થાય છે તે દરેકનું મહત્વ હોય છે. એક દીવામાં શુદ્ધ ઘી અને તેમાં ૩,૫ કે ૭  દિવેટ લેવાય છે. આરતી કપૂરથી પણ કરી શકાય છે. સામન્ય રીતે પાંચ દીવેટ થીજ આરતી કરાય છે તેને પંચ પ્રદીપ પણ કહેવાય છે. આરતી કરતી વખતે ભક્ત નો ભાવ એવો હોવો જોઈએ કે તે પંચ પ્રાણોથી આરતી કરે છે.ઘીની જ્યોત ને જીવના આત્માની જ્યોત મનાય છે. આરતીમાં સામગ્રીનો ધાર્મિક અને વૈજ્ઞાનિક આધાર પણ છે.

૧)  કળશ > કળશનો અંદરનો ભાગ ખાલી હોય છે તેની અંદર શિવ નું સ્થાન છે. જો તમે આરતી સમયે કળશનો ઉપયોગ કરોછો તો તમે શિવ ની આરાધના કરો છો તેમ મનાય છે.સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુ ને ધારણ કર્યું હતું એટલે કળશમાં બધા દેવી-દેવતાઓનો વાસ છે તેમ મનાય છે.

૨) શ્રીફળ > આરતી સમયે કળશ પર શ્રીફળ મુકવાથી શ્રીફળની શિખાઓમાં સકારાત્મક ઉર્જા નો ભંડાર હોય છે ,અને જયારે આરતી ગાઈએ છીએ ત્યારે શ્રીફળની શિખાઓની  સકારાત્મક ઉર્જા તરંગો માધ્યમ થી કળશ  નાં જળમાં પહુંચે છે ,આ તરંગો બહુજ સુક્ષ્મ હોય છે.

૩) તાંબાનો પૈસો > તાંબામાં સાત્વિક તરંગો ઉત્પન્ન કરવાની ઘણી ક્ષમતા હોય છે. કળશ માં થતાં તરંગો વાતાવરણમાં પ્રવેશ કરે છે. કળશ માં પૈસા નાખો એટલે તમારામાં સાત્વિક ગુણો સમાવેશ થાય છે તેમ મનાય છે.

૪) સોપારી-પાન > જો આપણે કળશના જળમાં સોપારી નાખીએ ત્યારે તરંગો આપણા રજોગુણ સમાપ્ત કરી દે છે અને આપણી અંદર દેવતાઓના સારા ગુણો ગ્રહણ કરવાની ક્ષમતા વધી જાય છે.

૫) તુલસી > આર્યુવેદમાં તુલસી નાં ઘણા ગુણો બતાવ્યા છે .તુલસીમાં વાતાવરણને શુદ્ધ કરવાની અપાર ક્ષમતા છે .

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s