વિશ્વને જાણો


  1. સૌથી મોટું બંદર ન્યુયોર્ક ,યુ,એસ.એ
  2. સૌથી ઊંચું એરપોર્ટ બાંગડા ,તિબેટ
  3. સૌથી મોટો હીરો કુલનીન
  4. સૌથી મોટું કાવ્ય મહાભારત
  5. સૌથી વધુ વૃક્ષો ઇસ્લામબાદ ,પાકિસ્તાન

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૨૧- ( જગતને તુચ્છ નજરે ) જોવાથી , સાંભળવાથી આ દેહથી માંડીને બ્રહ્મલોક સુધીના બધા અનિત્ય ભોગ્ય પદાર્થોને ત્યજી દેવાની જે ઈચ્છા એ જ વૈરાગ્ય છે.

૨૨ , ૨૩ , ૨૪ – વારંવાર દોષદ્રષ્ટી કરીને, વિષયોના સમૂહથી વૈરાગ્ય પામી, મનની પોતાના લક્ષ્યમાં જ સ્થિર અવસ્થા, એ શમ કહેવાય છે. કર્મેન્દ્રીય અને જ્ઞાનેન્દ્રિય બંનેને  તેમના વિષયો તરફથી વાલીને પોતપોતાનાં સ્થાનમાં જ સ્થિર કરવી, એ દમ કહેવાય  અને (ચિત્તની ) વૃતિ બહારનાં વિષયો પર નાં ભટકે , એ જ ઉત્તમ છે.

૨૫ – ચિંતા અને શોક વિના સર્વ દુઃખોનો ઉપાય કર્યા વગર સહન કરી લેવાં, એ તિતિક્ષા કહેવાય છે.

વિશ્વને જાણો


  1. સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા
  2. સૌથી મોટો મહાસાગર પેસેફિક
  3. સૌથી નાની નદી રોઈ,મોન્ટાના
  4. સૌથી લાંબી નહેર વોલ્ગા બાલ્ટિક ,રશિયા
  5. સૌથી મોટો ગુંબજ એસ્ટ્રોડોમ, યુ.એસ.એ

એક્શ્લોકી ભાગવત


આદૌ દેવકિદેવગર્ભજનનં ગોપીગૃહે વર્ધનમ્

માયાપૂતનજીવિતાપહરણમ્ ગોવર્ધનોદ્વારણમ્  ।

કંસચ્છેદનકૌરવાદિહનનં કુન્તીસુતાપાલનમ્

એતદ્ ભાગવત્મ પુરાણકથિત્મ શ્રીકૃષ્ણલીલામૃતમ્ ॥

સ્ત્રોત } પૂજ્યશ્રી ભુપેન્દ્રભાઈ પંડયા

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૧૭- જેને સદ્ અને અસદ્ નુ જ્ઞાન હોય , જે વૈરાગ્યવાન, શમ- દમ વગેરે ષટ્સંપત્તિવાળો હોય અને જે મુમુક્ષુ હોય, એની જ બ્રહ્મજિજ્ઞાસા માં યોગ્યતા માની છે.

૧૮- વિદ્ધાનોએ બ્રહ્મજિજ્ઞાસા માં ચાર સાધન કહ્યાં છે . એ હોય તો જ સત્ય વસ્તુ આત્મા ઉપર શ્રદ્ધા થાય છે; એ વિના ન થાય.

૧૯, ૨૦ – પ્રથમ સાધન > નિત્યાનિત્યવસ્તુવિવેક કહેવાય ; બીજું સાધન > આ લોકના અને પરલોકના સુખ ભોગ પર વૈરાગ્ય છે ; ત્રીજું સાધન > શમ ,દમ ,ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન – આ ષટ્સંપતિ છે; ચોથું સાધન >  મુમુક્ષુપણું  છે.