સરદાર વલ્લભભાઈ પટેલ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ દરમ્યાન ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા.જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડિયાદમાં થયો હતો.તેમનો ઉછેર ગુજરાતના કરમસદ માં થયેલો .તેઓ પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ  ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની વાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા  વિઠ્ઠલભાઈ  તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ – કાશીભાઈ તેમજ એક નાના બેન દહીબા હતા.

વલ્લભભાઈને નિશાળનું ભણતર પરું કરવા નડીયાદ, પેટલાદ તથા બોરસદ જતા હતા.વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા હતા. તેઓને  વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું. વલ્લભભાઈ વર્ષો તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં.

૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા.ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગ્રહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના વકીલ મંડળ માં નામ નોંધાવ્યું.તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો – ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો.

૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉત્કટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા.વલ્લભભાઈએ પુર્નલગ્ન નહી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા.

૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાઈ થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકિલાતની પ્રેક્ટીસ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા.તેઓ યુરોપિય શૈલીના કપડાં પહેરતાં તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ્ રમતના માહેર ખેલાડી પણ થયા.

મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચુંટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે ચુંટાઈ આવ્યા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા.ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેત્રુત્વ પણ કર્યું.તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.ગાંધીજીની અસહકાર ચળવળના સમર્થનમાં વલ્લભભાઈએ રાજ્યભરમાં પ્રવાસ કરી ૩ લાખ સભ્યો ભરતી કર્યા તથા રુ.૧૫ લાખનું ભંડોળ ઉભું કર્યું.

ભારતના પહેલા ગ્રુહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી પણ બન્યાં હતા.દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેત્રુત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડ઼ા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રીત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું.સરદાર ગાંધીજી પ્રત્યે ખુબજ વફાદાર હતા તેમજ તેઓ અને નેહરુ બન્ને પોતની વચ્ચેના મતભેદોના ઉકેલ માટે ગાંધીજી પાસે જતા. સરદાર અને નેહરુ વચ્ચે ધણીવાર રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર તરકાર ઉભી થઈ હતી.

ગાંધીજીના મૃત્યુના દિવસે સરદાર તેમની સાથે ખાનગીમાં વાત કરવા વાળા છેલ્લા વ્યક્તિ હતા અને તેમના ગયા બાદ થોડીજ મિનિટોમાં ગાંધીજી ઉપર જાનલેવા હુમલો થયો હતો.મિડીયા તેમજ બીજા રાજનીતિજ્ઞો તરફથી ગાંધીજીની રક્ષા કરવામાં નિશ્ફળ નિવડ્યાની ટીકા સરદારના ગૃહખાતા માટે ઉદ્ભવી હતી. ગાંધીજીના મૃત્યુના બેજ મહીનામાં સરદારને હ્રદય હુમલો થયો હતો પણ તેમના પુત્રી તેમજ તેમના મુખ્ય સચિવ અને પરિયારીકાની સમયસુચકતાને લીધે સરદારનો જીવ બચી ગયો હતો. પાછળથી સરદારે કહ્યું હતુ કે ગાંધીજીના દેહાંતને લીધે તેમના મનમાં દુ:ખનો ડુમો ભરાવાથી તેમને હ્રદય હુમલો થયો હતો.

૨૯ માર્ચ ૧૯૪૯ ના દિવસે સરદાર તથા તેમના પુત્રી મણીબેન તેમજ પટીયાલાના મહારાજા જે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા તે વિમાન સાથેનો સત્તાધિકારીઓનો સંપર્ક ટુટી ગયો હતો. એન્જીની ખરાબીને કારણે વિમાનચાલકે રાજસ્થાનના રણ પ્રદેશમાં વિમાનનું તાતીનું ઉતરાણ કરવું પડ્યુ હતું. આ પ્રસંગમાં કોઈને હાની ન પહોંચી હતી અને સરદાર બીજા યાત્રીઓ સાથે પાસે ના ગામ સુધી ચાલતા જઈ ત્યાંના સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.સરદારની તબિયત ૧૯૫૦ના ઉનાળા દરમ્યાન બગડતી ગઈ. તેમને પછીથી ઉધરસમાં લોહી નીકળતું હતું.૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે તેમને મોટા હ્રદય હુમાલો થયો હતો (તેમનો બીજો) કે જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ.

ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા – રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચૈતાં હોવાથી ‘પેટ્રન સૈન્ટ’ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે.

૧૯૮૦માં મોતી મહલ, અમદાવાદ ખાતે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની સ્થાપના થઈ હતી કે જેમાં એક સંગ્રહાલય, તેમના ચિત્રોનું પ્રર્દશન, ઐતિહસિક ફોટા તથા ગ્રંથાલયનો કે જેમાં તેમને લગતા મહત્ત્વનાં દસ્તેવાજો તેમજ ચોપડીઓનો સમાવેશ થાય છે. પ્રર્દશનમાં સરદારની અંગત વસ્તુઓ તેમજ તેમના અંગત અને રાજકીય જીવનના વિભીન્ન ગાળાઓ દરમ્યાનના અવશેષો દર્શાવવમાં આવ્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ને વધુ જાણવા માટે અહી ક્લિક કરો

Advertisements

One thought on “સરદાર વલ્લભભાઈ પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s