- • કામના માત્રથી કોઇ પણ પદાર્થ મળતો નથી. અગર મળે તો પણ તે સદા સાથે રહેતો નથી-આવી વાત પ્રત્યક્ષ હોવા છતાં પણ પદાર્થોની કામના રાખવી એ પ્રમોદ જ છે.
- • જીવન ત્યારે કષ્ટમય થાય છે. જયારે સંયોગજન્ય સુખની ઇચ્છા કરીએ છીએ અને મૃત્યુ ત્યારે કષ્ટમય હોય છે. જયારે જીવવની ઇચ્છા કરીએ છીએ.
- • જો વસ્તુની ઇચ્છા પુરી થતી હોય તો તેને પુરી કરવાનો પ્રયત્ન કરીએ અને જો જીવવાની ઇચ્છા પુરી થતી હોય તો મૃત્યુથી બચવાનો પ્રયત્નકરીહે પરંતુ ઇચ્છાનુસાર નથી બધી વસ્તુ મળતી અને નથી મૃત્યુથી બચાવ થઇ શકતો.
- • ઇચ્છાનો ત્યાગ કરવામાં સૌ સ્વતંત્ર છે, કોઇ પરાધીન નથી અને ઇચ્છાની પૂર્તિ કરવામાં સૌ પરાધીન છે., કોઇ સ્વતંત્ર નથી.
- • સુખની ઇચ્છા, આશા અને ભોગ – આ ત્રણે તમામ દુઃખોનું કારણ છે.
Advertisements