હોળીના દિવસે કેટકેટલાય વૃક્ષો કપાય છે જો તેમાંથી થોડા વૃક્ષો બચાવીએ  તો મોટી સમાજસેવા થાય. આ માટે આપણે ચાર પાંચ ગામ કે સોસાયટી ,મહોલ્લા કે શેરી વચ્ચે ભેગાં થઈને હોળી પ્રગટાઈએ તો થોડા વૃક્ષો બચાવી શકીએ .જેટલાં વૃક્ષો આપણે કાપીએ છીએ તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો વાવીને આવનાર પેઢી માટે પર્યાવરણની સમતુલા જાળવવામાં મદદ કરી શકીએ.

માનવજીવન સામે હાલમાં સૌથી મોટો તોળાતો ખતરો પ્રદૂષણનો છે. કોપનહેગનમાં મળેલી મહાનુભવો પણ તેનો ઉકેલ શોધી શકયા નથી. આપણા જીવનમાં વૃક્ષોનું મોટું યોગદાન છે, જે હાલની પેઢી સમજી શકતી નથી. જો વૃક્ષોને બચાવવામાં આવે તો માનવજીવન ટકાવવાનો એક તક મળી શકે છે.જીવનમાં હવા અને પાણી જેવા અગત્‍યના પરીબળો છે. આ પરીબળની સમતુલા જાળવવામાં  વૃક્ષ ઉછેર જ વધુ સારો ઉપાય છે. કુટુંબના પ્રત્‍યેક વ્‍યક્તિએ પોતાના જન્‍મ દિવસે એક વૃક્ષ ઉછેરવું જોઇએ. વૃક્ષ ઉછેરથી જમીનનુ ધોવાણ અટકાવી શકાય છે.

વિષ્ણુ પુરાણમાં ઉલેખ્ખ છે કે ફળફૂલ આપનાર વૃક્ષનો જ્યાં નાશ થાય છે ત્યાં અનાવૃષ્ટિ ,અતિવૃષ્ટિ અને દુકાળ જેવા સંકટો ઉભા થાય છે.અગ્નિપુરાણમાં વૃક્ષોનો મહિમા કહેવાયુ છે કે વૃક્ષો જેવું ઉપકારક બીજું કશું નથી , જે માગ્યાવગર કોઈ ભેદભાવ વગર અને બદલાની ભાવના વગર ફૂલ ,ફળ ,મૂળ ,શીતલ છાયડાથી બધા પ્રાણીઓ પર ઉપકાર કરતાં રહે છે.

મત્સ્ય પુરાણમાં એક કથા  આવે છે જે મુજબ દસ કૂવાઓના  નિર્માણનું  પુણ્ય એક તળાવના નિર્માણ બરાબર તથા દસ તળાવોનું નિર્માણ એક સદગુણ પુત્રના નિર્માણ બરાબર તથા દસ  સદગુણી પુત્રો જેટલું પુણ્ય એક વૃક્ષને ઉછેરવામાં માન્યું છે.

Advertisements

5 thoughts on “હોળી નાં દિવસે વૃક્ષ બચાવો

  1. કુદરત આપણો ગુરુ છે. ઝરણાં કીલ-કીલ હંસતા રહેવાનું કહે, તો નદી અટક્યા વગર (મુસીબતોરુપી અડચણો વચ્ચે પણ) સતત વહેવાનું કહે. દરિયો આખા જગતની ખારાશ લઈને પણ સતત મીઠું પાણી આપે.પવન પ્રસન્ન રહેવાનૂં કહે. પર્વત અનેક જડીબુટ્ટીથી વડે આપણને બીમારીથી બચાવે. ઝાડ આપણને વિસામો આપે, ફૂલો,ફ્ળો આપે. મિત્રો વ્રુક્ષોના જીવનમાં એ આપણે ઘણુ બધુ આપે છે તો આપણી ફરજ નથી કે વૃક્ષોને બચાવવા જોઇએ..

  2. સજીવ ખેતીને સેન્દ્રિય ખેતી, કુદરતી ખેતી અથવા ઋષિ ખેતી જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. સજીવ ખેતી એક એવી કૃષિ ઉત્પાદન પદ્ધતિ છે જેમાં કૃત્રિમ રીતે બનાવેલા રાસાયણિક ખાતરો, જંતુનાશકો, ફૂગનાશકો તથા વૃદ્ધિ નિયંત્રકોનાં વપરાશ ઉપર નિષેધ હોય. જેમાં વિકલ્પ રૂપે સેન્દ્રિય ખાતરો, લીલો પડવાશ, પાક ફેરબદલી, જૈવિક (ઓર્ગેનિક) ખાતરો તથા રોગ જીવાતનું જૈવિક નિયંત્રણ સાથે પાક પદ્ધતિ અને જરૂરત પ્રમાણે વનસ્પતિજન્ય બનાવટોનાં ઉપયોગથી નિયંત્રણ કરી જમીનની ઉત્પાદકતા તથા ફળદ્રુપતા જાળવી વધુ ઉત્પાદન મેળવી ખેતીને વધુ નફાકારક બનાવવી. અને પર્યાવરણ બચાવા ભાગીદાર થઇએ.

  3. ભાઈ, એમ પણ કહી શકાય ને કે…”હોળીના દિવસે વધુ ને વધુ વૃક્ષો વાવો! ”

    જે એમ થશે તો જે બચે છે એની સાથે સાથે બીજા નવા પણ ઉમેરતા જશે…એટલે બચાવ કામગીરીમાં ઓટોમેશન! …બરોબર છે?

    1. મુર્તઝાભાઈ ”હોળીના દિવસે વધુ ને વધુ વૃક્ષો વાવો! ” આમ કહેવાથી કોઈ વાવવાનું નથી પણ વૃક્ષ બચાવો એમ કહેવાથી કદાચ દર ૧૦૦ મીટરે અથવા દરેક સોસાયટી , મહોલ્લે થતી હોળીના સ્થાને આખા વિસ્તારમાં એક હોળી પ્રગટાવાશે તો વૃક્ષ જરૂર બચશે .

  4. વૃક્ષો બચાવવા જેટલા જરૂરી છે તે સામે વધુ ઉગાડવા પણ એઠી વધુ જરૂરી છે. કારણ લોખંડ -સિમેન્ટના આ મહાલયોમાં કૂદરતને આપને વિસરી ગયા હોય તેમ જણાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s