
હોળીના દિવસે કેટકેટલાય વૃક્ષો કપાય છે જો તેમાંથી થોડા વૃક્ષો બચાવીએ તો મોટી સમાજસેવા થાય. આ માટે આપણે ચાર પાંચ ગામ કે સોસાયટી ,મહોલ્લા કે શેરી વચ્ચે ભેગાં થઈને હોળી પ્રગટાઈએ તો થોડા વૃક્ષો બચાવી શકીએ .જેટલાં વૃક્ષો આપણે કાપીએ છીએ તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો વાવીને આવનાર પેઢી માટે પર્યાવરણની સમતુલા જાળવવામાં મદદ કરી શકીએ.
માનવજીવન સામે હાલમાં સૌથી મોટો તોળાતો ખતરો પ્રદૂષણનો છે. કોપનહેગનમાં મળેલી મહાનુભવો પણ તેનો ઉકેલ શોધી શકયા નથી. આપણા જીવનમાં વૃક્ષોનું મોટું યોગદાન છે, જે હાલની પેઢી સમજી શકતી નથી. જો વૃક્ષોને બચાવવામાં આવે તો માનવજીવન ટકાવવાનો એક તક મળી શકે છે.જીવનમાં હવા અને પાણી જેવા અગત્યના પરીબળો છે. આ પરીબળની સમતુલા જાળવવામાં વૃક્ષ ઉછેર જ વધુ સારો ઉપાય છે. કુટુંબના પ્રત્યેક વ્યક્તિએ પોતાના જન્મ દિવસે એક વૃક્ષ ઉછેરવું જોઇએ. વૃક્ષ ઉછેરથી જમીનનુ ધોવાણ અટકાવી શકાય છે.
વિષ્ણુ પુરાણમાં ઉલેખ્ખ છે કે ફળફૂલ આપનાર વૃક્ષનો જ્યાં નાશ થાય છે ત્યાં અનાવૃષ્ટિ ,અતિવૃષ્ટિ અને દુકાળ જેવા સંકટો ઉભા થાય છે.અગ્નિપુરાણમાં વૃક્ષોનો મહિમા કહેવાયુ છે કે વૃક્ષો જેવું ઉપકારક બીજું કશું નથી , જે માગ્યાવગર કોઈ ભેદભાવ વગર અને બદલાની ભાવના વગર ફૂલ ,ફળ ,મૂળ ,શીતલ છાયડાથી બધા પ્રાણીઓ પર ઉપકાર કરતાં રહે છે.
મત્સ્ય પુરાણમાં એક કથા આવે છે જે મુજબ દસ કૂવાઓના નિર્માણનું પુણ્ય એક તળાવના નિર્માણ બરાબર તથા દસ તળાવોનું નિર્માણ એક સદગુણ પુત્રના નિર્માણ બરાબર તથા દસ સદગુણી પુત્રો જેટલું પુણ્ય એક વૃક્ષને ઉછેરવામાં માન્યું છે.
Like this:
Like Loading...