Vikram Sarabhai

જ્ન્મ ~૧૨ ઓગસ્ટ,૧૯૧૯ , મ્રુત્યુ ~૩૦ ડિસેમ્બર, ૧૯૭૧

વિક્રમ સારાભાઇનો જન્મ અમદાવાદના   ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તોઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર, અમદાવાદમા છે.

૧૯૪૧ થી ૧૯૪૫ દરમિયાન નોબેલ પારિતોષ વિજેતા ડૉ. સી.વી.રામન ના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન , બેંગલોર માં તેઓએ કોસ્મિક રેન્જ નો અભ્યાસ કર્યો. તેમની સોલાર ફીઝીકસ અને કોસ્મિક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે.

ડૉ.હોમીભાભા ના અવસાન પછી, ડૉ. સારાભાઇએ ભરતીય પરમાણુ શક્તિ સંસ્થાન  (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઇ સાથે કામ કરવું એક સદ્ નસીબની વાત હતી.૧૯૪૦માં સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસ ની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે ની કેમ્બ્રિજ  યુનિવર્સીટીમાંથી પીચે.ડી ની પદવી પ્રાપ્ત કરી હતી. ઇસરો ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે.રશિયા ના સ્પુટનીક લોંચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.

ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ.ભાભાએ  ડૉ. સારાભાઇને સહકાર આપ્યો હતો.આ કેન્દ્ર માટે કેરલા ના અરબી સમુદ્ર ના કિનારે તિરુવન્તપુરમ  શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃત થી નજીક હોવાનું છે. તેમની ખૂબજ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ ની અવકાશ સંસ્થા નાસા  સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

તેમને કેટલાંક પુરસ્કારોથી સન્માન કરાયું હતું જેમાં ભટનાગર પુરસ્કાર (૧૯૬૨),ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨),પદ્મભુષણ (૧૯૬૬) ,I.A.E.A ની શિબિરના પ્રમુખ (૧૯૭૦), ‘પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ’ પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧) આપવામાં આવ્યા હતા.

તેમણે આઈ.આઈ.ઍમ.(IIM-Indian Institute of Management)  તેમજ અટીરા(ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના કરીને આપણને બહુ મૂલ્ય સેવા આપી .

વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબીક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

સ્ત્રોત }
http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%…

  • આઈ.આઈ.ઍમ.(IIM-Indian Institute of Management) ની સ્થાપના.
  • અટીરા(ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s