you tube પર સૌ પ્રથમ વિડીયો ૨૩ -એપ્રિલ -૨૦૦૫ નાં રોજ ૮-૨૭ કલાકે ડાઉનલોડ કરાયો હતો.
આ વીડીઓ તેના ફાઉન્ડર જાવેદ કરીમ નાં પ્રાણી સંગ્રહાલય મુલાકાત નો હતો.
you tube પર સૌ પ્રથમ વિડીયો ૨૩ -એપ્રિલ -૨૦૦૫ નાં રોજ ૮-૨૭ કલાકે ડાઉનલોડ કરાયો હતો.
આ વીડીઓ તેના ફાઉન્ડર જાવેદ કરીમ નાં પ્રાણી સંગ્રહાલય મુલાકાત નો હતો.
એક ડિનર પાર્ટીમાં ૩ મિત્રો ચેડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ ભેગા થયા. ત્યાં ચર્ચા ચાલતી હતી કે વીડિયો શેરિંગમાં તકલીફ પડે છે. એ વખતે ત્રણેય ભાઈબંધોને વિચાર આવ્યો કે વીડિયો શેરિંગ માટે એકાદ સાઈટ હોય તો સારું. તેમાંથી જન્મી યુ ટયૂબ. ત્રણેય મિત્રોએ ૧.૧૫ કરોડ ડોલર ભેગા કરી કંપની સ્થાપી નાખી. પહેલી ઓફિસ બનાવી કેલિફોર્નિયાની એક રેસ્ટોરાંના ઉપરના માળે કામ શરૃ થયું. આજે તે વિશ્વમાં ચોથા નંબરની સૌથી વધુ જોવાતી સાઈટ છે.
ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૫માં યુ-ટયૂબનું ડોમેઈનનું બુકિંગ થયું. એપ્રિલ, ૨૦૦૫માં પ્રથમ વીડિયો મુકાયું ત્યાર બાદ સાઈટનું મે, ૨૦૦૫માં બીટા વર્ઝન મૂકવામાં આવ્યું અને સત્તાવાર રીતે નવેમ્બર, ૨૦૦૫માં તેને પબ્લિક સમક્ષ જાહેર કરાયું.ઓક્ટોબર ૨૦૦૬માં ઓનલાઈન નંબર ૧ કંપની ગૂગલે તેને ૧.૬૫ અબજ ડોલરમાં હસ્તગત કરી લીધી.જુલાઈ, ૨૦૦૬ સુધીમાં તેના પર રોજના ૬૫ હજાર વીડિયો અપલોડ થવા લાગ્યા.સાઈટ પર અત્યાર સુધી ૭,૦૦,૦૦,૦૦૦ વીડિયોનો ઢગલો થયો છે. સાઈટ પર અપલોડ થયેલા વીડિયોની લંબાઈ ૪૧૨.૩ વર્ષ જેટલી છે.
આભાર સ્ત્રોત } સંદેશ સમાચાર
ગુજરાતમાં સૌથી મોટું