જન્મ ~એપ્રિલ ૧૧, ૧૮૬૯ ,મૃત્યુ ~ફેબ્રુઆરી ૨૨, ૧૯૪૪

રાષ્ટ્રપિતા ગાંધીજીના આ ધર્મપત્ની પૂજ્ય કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં થયેલો. ૭ વર્ષની વયે મોહનદાસ ‍સાથે સગાઈ થઈ અને ૧૩ વર્ષની વયે તેમના લગ્ન થયાં.સાવ નિરક્ષરતામાંથી સાક્ષર બનવા માટે ૬૦ વર્ષે પણ અંગ્રેજી વાંચતા-લખતા શીખવવાનો આરંભ કરતાં તેને નાનપ કે શરમ ન લાગતી. દરરોજ ૪૦૦ થી ૫૦૦ તાર સૂતર કાંતવું, બાપુના પગના તળિયે માલિશ કરવી, પ્રાર્થનાસભામાં હાજરી આપવી, ઈત્યાદિ ક્રિયાઓ તેમના જીવનનો એક ભાગ જ બની ગયેલ.

કસ્તુરબા ગાંધીજી ની સાથે સાથેજ રાજકીય ચળવળોમાં જોડાયેલા રહ્યા. તેઓ ૧૮૯૭ માં ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયા.૧૯૦૪ થી ૧૯૧૪ દરમિયાન તેઓએ ડર્બન  નજીક “ફોનિક્ષ આશ્રમ” ની પ્રવૃતિઓમાં સહયોગ આપ્યો. ૧૯૧૩ માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની દારૂણ કામકાજી સ્થિતી વિરૂધ્ધ ચાલેલ આંદોલન દરમિયાન તેઓની ધરપકડ થઇ અને ત્રણ માસની સખત કેદની સજા થઇ.

કસ્તુરબા અસ્થમા નાં દર્દથી પિડાતા હતા.જેલવાસ દરમિયાનજ અતિ નબળાઇ અને ગંભીર હૃદય રોગનાં હુમલાથી ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ બાએ ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કર્યો. બાપુએ કહેલું: “મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.” બાપુના પરમ મિત્ર દિનબંધુ એન્ડુઝે બાની મહત્તા દર્શાવતાં કહ્યું હતું: “Bapu is no doubt great but Ba is greater still.”

સ્ત્રોત } http://www.gurjari.net/details/kasturba-gandhi.html

One thought on “કસ્તુરબા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s