સ્વામી વિવેકાનંદ નુ જ્ઞાન


રાજસ્થાનના ખેતડીનાં મહારાજ અને સ્વામીજી વચ્ચે થયેલા કેટલાંક સવાલ જવાબ માંથી

મહારાજ – સ્વામીજી જીવન એટલે શું ?

સ્વામીજી – જીવન એટલે દબાવી  દે તેવા પ્રતિકૂળ સંયોગોમાં થતાં વ્યક્તિનો વિકાસ અને પ્રગતિ


મહારાજ – સ્વામીજી કેળવણી  એટલે શું ?

સ્વામીજી – અમુક વિચારોનો જ્ઞાનતંતુઓ સાથે સુમેળ એનું નામ કેળવણી.


પૂજય શ્રી મોટા


ચુનીલાલ આશારામ ભાવસારનો જન્મભાદરવા વદ ચોથ  સવંત ૧૯૫૪ ઇ.સ ૪-૯-૧૮૯૮
ના રોજ સાવલી  ગામે થયો હતો.માતાનું નામ સૂરજબા ,પિતાનુ નામ આશારામ  ,અટક  ભાવસાર

રંગાટી કાપડની પેઢી ધમધોકાર ચાલતી અને કુટુંબ સમૃદ્ધ હતું.પણ પરિસ્થિતિ કથળી  પેઢી અને મકાન છોડી સૌ કાલોલના નાના મકાનમાં રહેવા લાગ્યા.સુખનો સૂરજ આથમી હવે પરિવાર પર દુઃખનો અંધકાર ઘેરાવા લાગ્યો. આઠ વર્ષના ચુનીલાલે પણ કામ કરી પૈસા રળવાનું ચાલુ કરી દીધું.આ જ અરસામાં એમણે અભ્યાસ ચાલુ કર્યો. સમજશક્તિ અને સ્મૃતિ બંને સતેજ હતાં. પણ આગળ અભ્યાસની ફી ભરવાનાં નાણાંની મુશ્કેલી. શાળાના આચાર્ય અને ઇન્સ્પેક્ટરને વાત કરી, શાળાનુ; કામ કરી પૈસા મેળવ્યા અને માત્ર દોઢ વર્ષમાં પછીનાં ચાર વર્ષનો અભ્યાસ પૂરો કર્યો. આગળ ભણવાની ઇચ્છા ખરી પણ પૈસા નહિ.ગોધરાના એક અનાજના વેપરીને ત્યાં નોકરી મળી. વેપારીએ ઘરાકનું ઓછું અનાજ દેવાનો કીમિયો બતાવ્યો પણ અપ્રમાણિકતા નહિ આચરતાં નોકરી ખોવી પડી.સદ્દભાવીઓની સહાનુભૂતિથી તેમણે ઈ. ૧૯૧૯માં સારાં ગુણાંક પ્રાપ્‍ત કરી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એ જ રીતે અનેક અડચણો વેઠતાં કૉલેજશિક્ષણ શરૂ કર્યું.

ઈ. ૧૯૨૧માં ગાંધીજીની અસહકારની હાકલ પડી. કૉલેજ છોડી તે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ગાંધીજીના ‘નવજીવન‘ માં કામ કરી ખર્ચ કાઢતા.દેશપ્રેમનો જુવાળ ઊભરાતો ગયો અને વિદ્યાભ્યાસ છોડી હરિજનકાર્યપ્રવૃત્તિમાં જોડાઈ ગયા.

વાઈનું દરદ લાગું પડ્યું આથી આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. ઊંચેથી નર્મદામાં ભૂસકો માર્યો પરંતુ નદીનાં ઊછળતાં મોજાંઓએ એમને કિનારે પાછા ધકેલી દીધા. જીવનનો નાશ ઈશ્વરને મંજૂર નથી એમ સમજાયું.બહાર નીકળતાં એક સાધુએ હરિનામરટણની દવા રોગમુક્તિ માટે બતાવી. ઘેર આવ્યા પછી વાઈથી દાદર પરથી ગબડ્યા ત્યારે તે સાધુમહાત્મા હાજરાહજૂર દેખાયા.એવામાં એમને બાલયોગી મહારાજ સાથે ભેટો થયો. બાલયોગી મહારાજે ઈશ્વરમાર્ગે જવાની દીક્ષા આપી. અમુક જગ્યા બતાવી ત્યાં આશ્રમ સ્થાપવા સલાહ આપી. આજે ત્યાં ‘હરિ ૐ આશ્રમ‘ વિસ્તાર્યો છે. આધ્‍યાત્મિક શાંતિ માટે નડિયાદ, સુરત વગેરે સ્‍થળોએ મૌન મંદિરોની સ્‍થાપના કરી

તારીખ તા. ૨૨-૭-૧૯૭૬ના દિવસે ફાજલપુર જઈ બે-ચાર વ્‍યક્તિઓની હાજરીમાં પોતાની જીવનલીલા સંકેલી લીધી. પૂજ્ય શ્રી મોટાનો આખરી જીવનસંદેશ પણ કેટલો મહાન છે!

“મારા મૃત્‍યુ નિમિત્તે જે ભંડોળ થાય તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો.”

પૂજ્ય શ્રી મોટાનુ  જીવન જરમર


૧૯૧૬ – પિતાનું અવસાન

૧૯૧૯- મેટ્રીક પાસ

૧૯૨૦- વડોદરા કોલેજમાં

૧૯૨૧- કોલેજ ત્યાગ , ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ

૧૯૨૧- ગુજરાત વિદ્યાપીઠ ત્યાગ , હરિજન સેવાનો આરંભ

૧૯૨૨- ફેફરુ નાં રોગથી કંટાળીને આત્મહત્યા નિષ્ફળ પ્રયાસ

૧૯૨૩- તુજચરણે  અને મનને ની રચના

૧૯૨૩-  બાલયોગી ધ્વારા દિક્ષા લીધી

૧૯૨૬- લગ્ન વખતે સમાધીનો અનુભવ

૧૯૨૮- પ્રથમ હિમાલય યાત્રા

૧૯૩૦ – ૩૨ સાબરમતી ,વિસાપુર ,નાસિક ,યરવડા જેલમાં તે દરમ્યાન લખ્યું દેશ સેવાનો   નહિ સાધનાનો , સરળ ભાષામાં ગીતાનું વિવરણ .

૧૯૩૪- સગુણ બ્રહમ  નો સાક્ષાત્કાર

૧૯૩૪-૩૫ હિમાલય અઘોરીબાવા પાસે ગયા ,ચૈત્ર માસમાં  ધૂણી ધખાવી નર્મદા કિનારે નગ્ન બેસીને સાધના, શિરડીના સાઈબાબાનાં પ્રત્યક્ષ દર્શન ,

૧૯૩૯- રામનવમી કાશીમાં નિર્ગુણ બ્રહમ  નો સાક્ષાત્કાર,હરીજન સેવક સંઘમાંથી રાજીનામું.

૧૯૪૦- અમદાવાદથી કરાંચી વિમાનમાર્ગે

૧૯૪૧- માતાનું અવસાન

૧૯૪૬- મૌન કુટીર નો પ્રારંભ

૧૯૫૦- દક્ષિણ ભારતમાં આશ્રમની સ્થાપના

૧૯૫૬- સુરત મા આશ્રમની સ્થાપના

૧૯૬૨-૭૫    શરીરના રોગો અને સતત પ્રવાસ સાથે ૩૬ ગ્રંથોનું પ્રકાશન .

૧૯૭૬- ફાજલપુર -મહીનદીના કિનારે શ્રી રમણ ભાઈ અમીનના ફાર્મ હાઉસમાં ૨૩-૭-૭૬ નાં રોજ માત્ર છ લોકો ની વચ્ચે ઈચ્છામૃત્યુ લીધુ.

પૂજ્ય મોટા નાં ઘણા બધા પુસ્તકોમાંથી મેં એક પુસ્તક વાંચ્યું છે તેનું નામ મૃત્યુ સમયે અને મૃત્યુ પછી જીવાત્માની સ્થિતિ

, આ પુસ્તક દરેકે વાંચવા જેવું છે અને આ પુસ્તક નુ પ્રાપ્તિસ્થાન  } જોગેશ પટેલ , ફોન  – ૦૭૯-૨૬૫૭૭૧૯૦  — હરી ઓમ આશ્રમ, સુરત–હરી ઓમ આશ્રમ ,નડિયાદ .

સ્ત્રોત } મૃત્યુ સમયે અને મૃત્યુ પછી જીવાત્માની સ્થિતિ
મૌલાના આઝાદ


જ્ન્મ~ નવેમ્બર ૧૧, ૧૮૮૮    મ્રુત્યુ~ ફેબ્રુઆરી  ૨૨, ૧૯૫૮

મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ ઈ. ૧૮૮૮માં મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો. તે વખતનું તેમનું મૂળ નામ અહમદ અબુલ કલામ કુનિયત હતું.વખતનું તેમનું મૂળ નામ અહમદ અબુલ કલામ કુનિયત હતું. આઝાદ તો તેમણે પાછળથી ધારણ કરેલું તખલ્લુસ હતું.
૧૦ વર્ષની ઉંમરે તેઓ કુટુંબ સાથે ભારત આવ્યા. અરબી તથા ઉર્દૂનું જ્ઞાન પહેલેથી જ હતું.૧૪ વર્ષની અલ્પ વયે જ ‘લિસાનુસ્સિદ્દક‘ (સત્યની વાણી) નામનું પત્ર શરૂ કર્યું.ઈ. ૧૯૦૫માં ઇજિપ્‍તમાં કેરોના અલ-અઝહાર વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા.પોતાનું પુસ્તકાલય. તેઓ વાચન કે લેખનમાં નિમગ્ન હોય ત્યારે પુરબહારમાં ખીલતા. તેમણે ૨૦ ઉપરાંત ગ્રન્થો લખ્યા છે. આઝાદ પ્રાચ્યવિદ્યાવિદ્દ અને ભાષાશાસ્ત્રી હતા.ઈ. ૧૯૦૯માં પિતાનું મૃત્યુ થતાં ઇસ્લામનું ઉજ્જવળ ભાવી બનાવવા અને દેશને આઝાદ કરવા પાછળ મંડી રહેવાનો નિર્ણય લીધો.તેમણે ‘અલ હિલાલ‘ (બીજનો ચંદ્ર) નામનું સાપ્‍તાહિક કાઢી ભારતના મુસલમાનોને સ્વરાજપ્રાપ્તિ માટે તૈયાર કર્યાં.

ઇંગ્લેન્ડના પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્‍કાર કરવામાં આગેવાની લીધી. પરિણામે એક વર્ષની જેલની સજા થઈ. સજા પૂરી કરી ‘ફેરવાદી‘ અને ‘નાફેરવાદી‘માં કૉંગ્રેસમાં પડેલાં તડાં વચ્ચે આઝાદે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. ત્યાર પછી તે કૉંગ્રેસના પ્રમુખ થયા. એમની કુનેહથી કૉંગ્રેસના ભાગલા થતા બચી ગયા.

સ્ત્રોત } http://www.gurjari.net/details/abdul-kalam-azad.html

સ્વામી વિવેકાનંદ -પરિસ્થિતિનો સામનો કરો


કાશીવાસ દરમ્યાન એકવાર સ્વામી વિવેકાનંદ વિશ્વનાથના દર્શન કરીને પાછા ફરતાં રસ્તામાં કેટલાંક વાંદરા તેમની પાછળ દોડ્યા. વાંદરાને દોડતા જોઈ સ્વામીજી જરા ઉતાવળે ચાલ્યા એટલે વાંદરા દોડીને તેમને ઘેરી વળ્યા .એટલામાં એક બીજા સાધુની નજર તેમની પર પડતાં તેમણે બુમ પાડીને કહયું “સાધુ દોડો નહિ ,ખડે રહો ઔર દુષ્ટો કા સામના કરો ”  સ્વામીજી એ સાંભળી ઉભા રહ્યા અને નીડરતાથી વાંદરાનો સામનો કર્યો .તરતજ વાંદરા ભાગી ગયા. વર્ષો પછી ન્યુયોર્કની એક સભામાં આ પ્રસંગ નાં અનુસંધાનમાં સ્વામીજીએ કહેલું કે ” અનિસ્ટની સામે થાઓ ,અજ્ઞાનનો સામનો કરો .માયાનો પડકાર કરો ,કદી એનાથી દૂર ભાગશો નહીં.”