ફેક્સ મશીનો ૧૯૭૦ના દાયકાના મધ્યમાં જ ઉપલબ્ધ થઈ શક્યા. ડિજિટલ ફેક્સ મશીનો સૌથી પહેલા જાપાનમાં લોકપ્રિય થયાં, ત્યાં તે ટેલીપ્રિન્ટર કરતાં વધારે સારા વિકલ્પ તરીકે ઉપયોગી થયા. કારણ કે તે વખતે શબ્દોને ટાઈપ કરવા કરતાં લખવાનું વધારે સહેલું હતું. ધીરે – ધીરે ફેક્સની સુવિધા વધારે સારી થતી ગઈ અને ૧૯૮૦ સુધીમાં તે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થઈ ગયું. આજે એવાં ફેક્સ મશીનો ઉપલબ્ધ છે જે ૩૩૦૦ બાઈટ્સપ્રતિ સેકન્ડની ગતિથી ડેટા મોકલી શકે છે.ફેક્સ પ્રિન્ટીંગ માટે જે પેપરનો ઉપયોગ કરવામાં આવે છે તેને થર્મલ ફેક્સ પેપર કહે છે. આ પેપરનું લખાણ દૂર કરી શકાય છે. લાંબા સમય સુધી ફેક્સ પેપર પરનું લખાણ સાચવી શકાતું નથી.

ફેક્સ મશીનમાં સામાન્ય રીતે એક ઈમેજ સ્કેનર, એક મોડેમ અને એક પ્રિન્ટર હોય છે. ઉપરાંત તેના સાથે એક ફોન પણ જોડાયેલો હોય છે. સ્કેનર કોઈ દસ્તાવેજની મુદ્રિત સામગ્રીને ડિજિટલ ઈમેજમાં બદલી નાખે છે. મોડેમ ફોન લાઈન દ્વારા ડેટાને બીજા મશીન સુધી મોકલે છે અને બીજા મશીનમાં રહેલું પ્રિન્ટર મોકલેલા ડેટાની કોપી કરે છે. કેટલાક ફેક્સ મશીનોને કોમ્પ્યુટરથી પણ જોડવામાં આવે છે. તે ઉપરાંત સ્કેનર, પ્રિન્ટર અને ક્યારેક – ક્યારેક મોડેમનો પણ સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકાય છે. આવા મશીનોને મલ્ટિફંકશનલ પ્રિંટર્સ કહેવામાં આવે છે.

સ્ત્રોત } http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=137166

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s