પેન્સિલ અને રબ્બર ની કામગીરી


સૌ પ્રથમ પેન્સીલનો ઉપયોગ માટે ગ્રેફાઇટની સ્ટીક્સ ભેગી કરીને તેને દોરી વડે બાંધીને કરાતો. તે પછી પોલી લાકડી વચ્ચે  ગ્રેફાઇટ ગોઠવવાનું શરુ થયું. અને તે પછી જોસેફ રીયેન્ડ ઓફરે સૌં પ્રથમ પેન્સિલ પર રબ્બર લગાડ્યું . સરેરાશ પેન્સિલથી લગભગ ૩૫ માયલ લાંબી લીટી દોરી શકાય.

રબ્બર ની કામગીરી

પેન્સિલ થી કાગળ પર લખવામાં આવે છે ત્યારે ગ્રેફાઇટ ક્ણ કાગળનાં રેસા પર ચોટી જાય છે . જયારે રબ્બરને કાગળની સપાટી પર ઘસવામાં આવે ત્યારે તે  ગ્રેફાઇટનાં કણોને પોતાની તરફ આકર્ષિત કરી લે છે. આવું એટલા માટે થાય છે કેમકે  રબ્બર જે  પદાર્થ નું  બનેલું છે તેમાં બીજાને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા કાગળની સરખામણી એ વધારે હોય છે .જયારે રબ્બરને કાગળ પર ઘસીએ છીએ ત્યારે ગ્રેફાઇટનાં કણો રબ્બરની તરફ આવી જાય છે. ગ્રેફાઇટનાં કણોને રબ્બર સાથે ચોંટેલા જોઈ શકાય છે .

પોપકોર્ન

પોપકોર્ન વિશે જાણો


જ્યારે ધાન્યમાંથી ધાણી ફોડતી વખતે જે ‘પટ’ જેવો અવાજ થાય છે તેને અંગ્રેજીમાં પોપ કહેવાય છે. એટલે જ કદાચ તેને ‘પોપકોર્ન’ તરીકે ઓળખવામાં આવે છે. ધાણી માટે આવતી મકાઈ ઝીમેયસ(ઈવેર્ટા ગ્રુપ) હોય છે તેને ક્લીન્ટ – સખત મકાઈ પણ કહેવાય છે.

મકાઈના દાણાને ૪૫ અંશ સેલ્સિયસથી વધારે તાપમાને ગરમ કરાતા દાણાની અંદર હવા અને વરાળનું દબાણ પેદા થાય છે. તેનાથી દાણો ફાટીને પોપકોર્ન બને છે. મકાઈના દાણામાં આવેલ મીજ જેને અંગ્રેજીમાં કેર્નેલ કહેવાય છે તેની સાથે ચીકણો સ્ટાર્ચ અને ભેજ હોય છે. મીજને ફરતે બાહ્ય આવરણ-પેરીકર્પસ આવેલ છે. જ્યારે મકાઈના દાણાને રોપવામાં આવે છે ત્યારે ગરમીથી તેમાં રહેલા ભેજનું વરાળમાં રૃપાંતર થાય છે. ગરમીથી મીજને નુકસાન થતાં દાણામાંથી ઝડપથી વરાળ છૂટી પડે છે. મીજની ફરતે આવેલ ફલાવરણ, વરાળ ઘટવાથી તેનું દબાણ થતાં એક ધડાકાથી ફાટે છે. ફલાવરણ ફાટવાના વિસ્ફોટકથી મકાઈના દાણાની અંદર રહેલ મીજ ફુલીને બહાર આવે છે અને તે હલકુ બને છે. તેમાંથી પોપકોર્નના અવનવા આકાર બને છે. ટૂંકમાં, વરાળથી પ્રાપ્ત થતા ઊંચા દબાણને નીચા દબાણે લઈ જતા બને છે. આવું કૃત્રિમ રીતે પણ બનાવી શકાય. દાબવાસણ લઈને પણ ધાણી ફોડી શકાય. દાબવાસણને ઊંચા દબાણે લઈ જઈ તરત જ ખોલી નાખતા તેમાં રહેલી મકાઈ ફૂટે છે. આ રીતે પોપકોર્ન તૈયાર કરવામાં આવે છે.

૧૯૧૨થી સિનેમાઘરોમાં એટલે કે થિયેટરમાં પોપકોર્ન વેચાવાનું શરૃ થયેલું.વ્યાપારી ધોરણે પોપકોર્ન પોપ્સ બનાવવાના મશીનની શોધ ૧૮૮૫માં ચિકાગો ખાતે ઈલીનોઈશના ચાર્લ્સ ક્રેટોર્સે કરી હતી.

સ્ત્રોત } http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=143929

ફેક્સ મશીનફેક્સ મશીનો ૧૯૭૦ના દાયકાના મધ્યમાં જ ઉપલબ્ધ થઈ શક્યા. ડિજિટલ ફેક્સ મશીનો સૌથી પહેલા જાપાનમાં લોકપ્રિય થયાં, ત્યાં તે ટેલીપ્રિન્ટર કરતાં વધારે સારા વિકલ્પ તરીકે ઉપયોગી થયા. કારણ કે તે વખતે શબ્દોને ટાઈપ કરવા કરતાં લખવાનું વધારે સહેલું હતું. ધીરે – ધીરે ફેક્સની સુવિધા વધારે સારી થતી ગઈ અને ૧૯૮૦ સુધીમાં તે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થઈ ગયું. આજે એવાં ફેક્સ મશીનો ઉપલબ્ધ છે જે ૩૩૦૦ બાઈટ્સપ્રતિ સેકન્ડની ગતિથી ડેટા મોકલી શકે છે.ફેક્સ પ્રિન્ટીંગ માટે જે પેપરનો ઉપયોગ કરવામાં આવે છે તેને થર્મલ ફેક્સ પેપર કહે છે. આ પેપરનું લખાણ દૂર કરી શકાય છે. લાંબા સમય સુધી ફેક્સ પેપર પરનું લખાણ સાચવી શકાતું નથી.

ફેક્સ મશીનમાં સામાન્ય રીતે એક ઈમેજ સ્કેનર, એક મોડેમ અને એક પ્રિન્ટર હોય છે. ઉપરાંત તેના સાથે એક ફોન પણ જોડાયેલો હોય છે. સ્કેનર કોઈ દસ્તાવેજની મુદ્રિત સામગ્રીને ડિજિટલ ઈમેજમાં બદલી નાખે છે. મોડેમ ફોન લાઈન દ્વારા ડેટાને બીજા મશીન સુધી મોકલે છે અને બીજા મશીનમાં રહેલું પ્રિન્ટર મોકલેલા ડેટાની કોપી કરે છે. કેટલાક ફેક્સ મશીનોને કોમ્પ્યુટરથી પણ જોડવામાં આવે છે. તે ઉપરાંત સ્કેનર, પ્રિન્ટર અને ક્યારેક – ક્યારેક મોડેમનો પણ સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકાય છે. આવા મશીનોને મલ્ટિફંકશનલ પ્રિંટર્સ કહેવામાં આવે છે.

સ્ત્રોત } http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=137166

જાણવા જેવું


સૌથી મોટી મીણબત્તી

દુનિયાની સૌથી મોટી મીણબત્તી ૮૦ ફૂટ ઊંચી છે અને તેની ગોળાઈનો વ્યાસ ૬ ઈંચ છે. તેને ૧૮૯૭માં સ્વીડનમાં સ્ટોકહોમના એક્ઝીબિશનમાં રજૂ કરવામાં આવી હતી. તેનું નિર્માણ લિંડાહલ્સ ફર્મે કર્યું હતું.

ઘોડા વિશે જાણો

  • સંશોધકોના કહેવા પ્રમાણે ઘોડાની પ્રજાતિ લગભગ ૫૦ વર્ષ જૂની છે
  • મોટાભાગે ઘોડી રાતના સમયે બચ્ચાને જન્મ આપે છે.
  • વિશ્વમાં લગભગ ૧૫૦ પ્રકારની ઘોડાની પ્રજાતિ જોવા મળે છે
  • ઘોડાના દાંત પરથી તેની ઉંમર જાણી શકાય છે.
  • ઘોડા પોતાના મોં દ્વારા શ્વાસ લઈ શકતા નથી.
  • ઘોડાનું બચ્ચું જન્મ્યા પછી એક કલાકમાં જ પોતાના પગ પર ઊભું રહી શકે છે.
  • ફૈલાબેલા પ્રજાતિના ઘોડા વિશ્વના સૌથી નાના કદના ઘોડા હોય છે, જેમની લંબાઈ ૩૮ સેમીથી ૭૬ સેમી સુધીની હોય છે.
  • લિટલ પંપકીનને સૌથી નાના ઘોડા તરીકે નોંધવામાં આવ્યો છે જે માત્ર ૩૫ સેમી લાંબો હતો.

વિચિત્ર નદીઓ

અલ્જીરિયામાં એક નદી છે ‘શાહીવાળી’. આ નદીનો રંગ હંમેશા ડાર્ક બ્લુ હોય છે. તેના પાણીથી ઈંક(શાહી)ની જેમ લખી શકાય છે. ખરેખર તો આયર્ન, લેડ ઓકસાઈડ અને મીઠાની હાજરીને કારણે પાણીનો રંગ બ્લુ રહે છે. એક બીજી નદી છે – એંગારી સ્પાર્કી, જેના પાણીનો સ્વાદ બિયર જેવો હોય છે. પણ નવાઈની વાત એ છે કે પૂર્વ આફ્રિકામાં આલ્કોહોલ બિલકુલ નથી હોતો.


વિશ્વનું સૌથી મોટું  ફૂલ

ઈંડોનેશિયાના વનોમાં એક  અજબ પ્રકારનું ફૂલ ઉગે છે જેને રેફલેસિયા કહે છે. તેને કોઈ ડાળી કે પાન હોતું નથી. બીજા છોડની ડાળીઓ કે મૂળ પર ઉગવાને કારણે તેને પેરાસાઈટ પ્લાન્ટ માનવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તે વિશ્વનું સૌથી મોટું ફૂલ છે, જેની પહોળાઈ ૧૦૦ સેમી હોય છે. પૂર્ણ વિકસિત ફૂલનું વજન ૧૦ કિલોગ્રામ થઈ જાય છે. તેની શોધ સૌથી પહેલા ડો.જોસેફ આર્નોલ્ડે કરી હતી.

સ્ત્રોત } સંદેશ સમાચાર

જયંત ગાડીત


jayant gadit 1જન્મ~ ૨૬ નવેમ્બર, ૧૯૩૮   મુત્યુ ~૨૯ મે, ૨૦૦૯

આવૃત્ત’, ‘બદલાતી ક્ષિતિજ’, ‘એક અસ્વપ્ન સુખી જીવન’, ‘શિખંડી’, ‘ક્યાં છે ઘર?’, ‘પ્રશાંમુ’, ‘કર્ણ અને ચાસ પક્ષી’ જેવી તેમની કૃતિઓથી  નામના પામનાર જયંત ગાડીતની નવી કૃતિ છે સત્ય.

૧૨મી ફેબ્રુઆરી ૨૦૧૦ નાં રોજ સત્ય નવલકથા પ્રકટ થઇ છે .સત્યના ચાર ભાગ છે પાવક અગ્ની, જ્વાળા, ધુંધવાતો અગ્ની, દાવાનળ અને તેનાં ૧૧૦૦ કરતાં પણ વધારે પાનાંઓ છે.પણ જયારે આ નવલકથા પ્રકાશિત થઇ ત્યારે કમનસીબે જયંતભાઈ  આપણી વચ્ચે હયાત નથી.

‘સત્ય’ એ ગાંધીજીનું જીવનચરિત્ર નથી, પરંતુ ગાંધીને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા છે. તેમાં ગાંધીજીના જીવન પ્રસંગોની વિગતો જણાવી છે.નવલકથાનો પ્રારંભ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત પાછા ફરે છે ત્યારથી શરૃ થાય છે અને ગાંધીજીની બિરલા હાઉસ માં હત્યા સાથે પૂરી થાય છે.આ આખી વાર્તા લખાતાં ૧૨ વર્ષથી વધારે સમય લાગ્યો છે અને તે સમય દરમ્યાન તેઓ આખા ભારતમાં જ્યાં જ્યાં ગયા જે બધાને મળ્યા તે બધી જગ્યાએ અને તે તમામ બધી વ્યક્તિઓ ને શક્ય હોય મળવાનો પ્રયત્ન કર્યો .

જયંતભાઈ જયારે સત્ય નવલકથાનો ચોથો ભાગ દાવાનળ લખવાની શરૂઆતમાં જ ડોકટરી તપાસ મા જણાયું કે તેમને છેલ્લા સ્ટેજનો કેન્સર છે અને તેમની જીવવાની શક્યતા ઓછી છે  તે સમયે પણ લખવાનું બંધ નાં કરતાં મૃત્યુ સામે લડીને સત્ય નવલકથા પૂર્ણ કરવી તેને જીવનનો અંતિમ ધ્યેય ગણી નવલકથા પૂરી કરી અને ત્યાં જીન્દગી પણ પૂરી થઇ .૨૮ મે, ૨૦૦૯ના રોજ નવલકથા પૂરી થઇ અને જીવનકથા ૨૯મી મેના રોજ પૂરી થઇ .આ પરથી આપણે સમજવું જોઈએ  કે જીવનમાં નક્કી કરેલાં ધ્યેય પૂરા કરવા માટે ભગવાન પણ પૂરતો સમય આપે છે.

અને અંતે આપણે સૌએ  ગાંધીજી વિશે ઘણું બધું વાંચ્યું છે તો આ એક વધુ નવલકથા સત્ય વાંચી જયંત ભાઈ ને ખરા દિલથી શ્રધ્ધાજંલી આપવી જોયએ અને સત્ય નવલકથાનાં પ્રકાશક સ્વમાન  નો પણ આભાર માનવો જોઈયે તેમના માધ્યમ થી આ નવલકથા આપણને વાંચવા મળશે.