પ્રતિ,
શ્રી
ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ
લોક,નર્કની સામે,
વાદળાની
વચ્ચે
મુ.આકાશ.

પ્રિય મિત્ર ભગવાન,

જય ભારત સાથ જણાવાનું કે હું તારI ભવ્યમંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના માં ધોરણમાં ભણુ છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છુંએની મારા માંબાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માંબાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બેચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કિધુતુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!

પ્રશ્ન . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને .સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ કેમ નથીદર ચોમાસે પાણી ટપકે છે, મને સમજાતુ નથી…!

પ્રશ્ન . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો નથીઅને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…!આવું કેમ…?

પ્રશ્ન . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…! સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!

પ્રશ્ન . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકોને બાળકોહે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી બધાયમારા મંદિરેકેમ ડોકાતા નથી…!

પ્રશ્ન . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છેને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?

શક્ય હોય તો પાંચેયના જવાબ આપજેમને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માંબાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથીતું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકુંવિચારીને કેજે…! હું જાણું છું તારે ઘણાયને પૂછવું પડે એમ છે. પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશપણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…!

જલ્દી કરજે ભગવાનસમય બહું ઓછો છે તારી પસેઅને મારી પાસે પણ…!

લી.
એક
સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી
અથવા
ભારતના
એક ભાવિ મજૂરના વંદે માતરમ્‌.
========================

આ રચના મારા મિત્ર પ્રશાંત ભાઈએ મોકલેલ  email માંથી મુકેલ છે.

મૂળ રચનાકાર ની જાણ હોયતો જણાવશો તો અહીં મુકાશે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s