દશ અવતારો


 1. મત્સ્યાવતાર
 2. કુર્માવતાર
 3. વરાહાવતાર
 4. નુંસિંહાવતાર
 5. વામનાવતાર
 6. પરશુરામાવતાર
 7. શ્રી રામાવતાર
 8. શ્રી કૃષ્ણાવતાર
 9. બુદ્ધાવતાર
 10. કલ્કી અવતાર

વાંદરી પાનું


વાંદરી પાનું

૧૮૫૮માં ચાર્લ્સ મોન્કી નામના અમેરિકને શોધેલું હાથવાળું પાનું monckey’s  wrench હતું તેને પાછળથી monckey નું   monkey કરી નાખ્યું અને છેલ્લે તેનું નામ વાંદરી પાનું થયું.

તે Baltimore નામના સીટી માં રેહતા હતા અને તે એક મિકેનિક હતા .

બલ્બ નો ઇતિહાસ


 • ૧૮૦૯માં એક અંગેજ કેમિસ્ટ હ્મ્ફ્રે ડેવીએ વધુ પ્રકાશ માટે ચારકોલ ની બે સ્ટ્રીપ્સની વચ્ચે હાઇ પાવર બેટરીથી કરંટ છોડયો હતો.
 • ૧૮૭૯ માં એડીસને સાથી કર્મચારી સાથે મળીને પ્રથમ ફીલામેન્ટ બલ્બ બનાવ્યો પણ તે ફક્ત ૧૩ કલાક પ્રકાશિત રહયો અને પછીથી ૧૮૮૦ માં આને વિકસિત કર્યો તે ૧૨૦૦ કલાક પ્રકાશિત રહયો.
 • ૧૯૫૯ માં હેલોજન બલ્બ માટે અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ પ્રથમ પેટન્ટ કરાવી.
 • ૨૦૦૯માં બ્રિટનની સરકારે ફીલામેન્ટ બલ્બના પ્રયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો.
 • કેલીર્ફોનીયાના ફાયર સ્ટેશનમાં ૧૯૦૧ માં બનેલો દુનિયાનો સૌથી જુનો બલ્બ હાલ ચાલુ છે.
 • ૧૮૮૭માં બીકાનેર ના મહારાજ ડુંગરસિંહે સૌ પ્રથમ ભારતમાં બલ્બ મંગાવ્યા.યુરોપના એન્જિનયર રોબિન્સને રાજમહેલમાં અંદર સેંકડો બલ્બ નાખ્યા પછી વીજળી જનરેટર સ્થાપ્યું અને સૌ પ્રથમ વિધુત રોશની ભારતમાં થઇ.
 • ભારતનો પ્રથમ સ્વદેશી બલ્બ ૧૯૩૨માં બેંગાલ લેમપ્સે બનાવ્યો.


વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ આ માણસો જીવતાં છતાં મરેલા જ છે.
1. અશિષ્યને ઉપદેશ આપે તે.
2. થોડીક વાત થી બહુ ખુશ થઇ જાય તે .
3. શત્રુની મદદ લે તે.
4. પોતાની પત્ની પર શંકા રાખે તે.
5. અયોગ્ય માણસ પાસે યાચના કરે તે .
6. પોતે નિર્બળ હોય અને બળવાન સાથે વેર બાંધે તે.
7. અનિચ્છીનીય વસ્તુની ઈચ્છા રાખે તે .
8. વેવીસાળ માં પૈસા,મદદ લઇ એમના પાસેથી સ્ન્માનની અપેક્ષા રાખે તે.
9. બીજાના ખેતરમાં જે વાવે તે.
10. સ્ત્રીઓ પર અત્યાચાર કરે તે.
11. દુર્જન ને સજ્જન માને તે.
12. વચન આપીને ફરી જાય તે.
13. જે પ્રભુ ભક્તિમાં માનતો નથી તે.
14. જે વાતવાત પર ક્રોધ કરે તે.
15. જે બહુ ભોગવિલાસ કરતો હોય તે.
16. જે વડીલોની મર્યાદા રાખતો નથી.

ટીમ બેર્નર્સ-લી ,વલ્ડ વાઇડ વેબ (www.)ના શોધક


ટીમ બેર્નર્સ-લી નો જન્મ ૮ જૂન ,૧૯૫૫ ના રોજ અમેરિકામાં થયો હતો . તેમના પિતાનું નામ Conway Berners-lee માતાનું નામ  mary lee woods.તેમની સ્કુલ નું નામ Sheen Mount primary school.અને પછીથી તેઓ ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી Emanuel school મા ભણ્યા.  તેઓ The queen’s college ,oxford માં ૧૯૭૩ થી ૧૯૭૬ સુધી ભણ્યા અને ફીઝીક્સ માં ફર્સ્ટ ક્લાસ ની ડીગ્રી મેળવી .

સર તિમોથી જ્હોન ટીમ બેર્નર્સ-લીએ માર્ચ ૧૯૮૯માંલ્ડ વાઇડ વેબ (www.)ના શોધ કરી.વેબ શોધ એન્જિન પહેલા વેબ સર્વરનું સમગ્ર લીસ્ટ હતું. આ લીસ્ટને ટીમ બેર્નર્સ-લી દ્વારા સંપાદિત કરવામાં આવ્યુ હતું અને CERN ના વેબસર્વર પર હોસ્ટ કરવામાં આવ્યું હતું. ૧૯૯૨ નો એક ઐતિહાસિક સ્નેપશોટ વધુને વધુ વેબસર્વર ઓનલાઈન થવા લાગ્યા જેથી કેન્દ્રીય લીસ્ટ વ્યવસ્થિત રાખી શકાયું નહીં. NCSAની સાઈટ પર”વોટ્સ ન્યુ” ( “What’s New!”)લેબલ હેઠળ નવા સર્વર જાહેર કરવામાં આવતા હતા.પરંતુ આખી યાદી ક્યારેય અસ્તિત્વમાં ન આવી .

૨૦૦૩ માં તેમને બ્રિટીશ સરકારે નાઇટહુડના સન્માનથી  નવાજ્યા હતા.

ટીમ બેર્નર્સ-લી ,વલ્ડ વાઇડ વેબ (www.)ના શોધક વિશે વધુ જાણવા અહિયા કલીક કરો