શરીર રચના


 • અમેરિકન રસાયણ શાસ્ત્રી રોબર્ટ બર્જના મતે સરેરાશ વ્યક્તિનું મગજ ૧,૦૦૦ ગીગા બાયટ જેટલી મેમરી સ્ટોર કરી શકે છે.
 • દરેક માણસ વર્ષે દહાડે લગભગ ૧ કરોડ વખત શ્વાસ લે છે અને કુલ ૫૦,૦૦,૦૦૦ લીટર હવા ફેફસામાં ભરે છે ,આમાં ઓક્સીજન નું પ્રમાણ ૨૧ % કરતાં વધારે નથી .
 • આપણા હૃદયનું સ્થાન લગભગ વચ્ચે છે પણ હ્રદયનો ડોબો ભાગ વધુ જોરમાં ધબકે છે એટલે આપણને તે ડાબી બાજુ લાગે છે.
 • પુખ્ત માણસમાં શરીરમાં અંદાજે ૧,૦૦,૦૦૦ કિ.મિ. લાંબી રક્તવાહિની હોય છે.

બ્લેક મનીજાન્યુઆરી ૧૬, ૧૯૭૮ માં ભારતના નાણામંત્રી h.m.patel રાત્રે ઓચિંતુ જાહેરનામું બહાર પાડીને રુ.૧,૦૦૦ , રુ.૫,૦૦૦ તથા રુ.૧૦,૦૦૦ ની નોટો બંધ કરીને કાણું નાણું ડામવાનો પ્રયત્ન કર્યો હતો.
ભારતમાં ઓટો વ્હીકલ ની શરૂઆત


 • પ્રથમ સાયકલ ભારતમાં ૧૮૯૦ માં બની.
 • ભારતમાં સૌ પ્રથમ મોટર સાયકલ મદ્રાસ મોટર્સ કંપનીએ એન્ફીલ્ડ સાયકલ્સ લીમીટેડ ની ટેકનોલોજી વડે ૩૫૦ સી.સી ની ૧૯૫૫ માં બનાવી તેનું નામ એનફિલ્ડ હતું.
 • ૧૯૫૬માં પ્રથમ સ્કૂટર ભારતમાં લેમ્બ્રેટા બન્યું તે સપૂર્ણ ભારતીય સ્કુટર હતું.
 • ૧૯૬૦માં બજાજ ઓટો એ સ્કુટર બનાવ્યું.
 • અપ્રિલ ૧૯૪૬ માં વેસ્પા સ્કુટર ઈમ્પોર્ટ થયેલું.
 • ભારતની હીરો હોન્ડા કંપનીએ ૧૯૯૫માં લોન્ચ કરેલી સ્પ્લેન્ડર બાયક ૨૦૦૧ ની સાલમાં ૭,૯૧,૦૦૦ બાયક વેચીને વલ્ડૅ રેકોર્ડ નોધાવ્યો. કંપની ૨૩ સેકન્ડે ૧ બાયક બનાવતી હતી.
 • ભારતની મારુતી અને જાપાનની સુઝુકી ના સહયોગ થી પ્રથમ મારુતિકાર ૧૯૮૩માં બની.
 • મારુતી કંપનીએ ૧૪ ડીસેમ્બર ૧૯૮૩ ના રોજ ઇન્દીરાગાંધી ના હસ્તે સૌ પ્રથમ દિલ્હીના હરપાલસિંહને આપી અને તે પહેલાં શુકન માટે તિરુપતિ મંદિરને આપી હતી.
 • ભારતમાં આયાત થયેલી પ્રથમ મોટર ડીયોન બોટોન પ્રકારની ૧૯૦૨ માં પતિયાલાના મહારાજે ૧૭૫ પાઉન્ડની કિંમતે ખરીદી હતી.
 • ૧૯૪૬માં બિરલા ગ્રુપની હિન્દુસ્તાન મોટર્સે બ્રિટનની મોરીયસ કંપની ના સહયોગ વડે ભારતમાં પ્રથમ કાર બનાવી.
 • કૈલાશચંદ્ર અને જગદીશચંદ્ર મહિન્દ્રાએ ૧૯૪૨માં વિલીસ કંપનીના સહયોગથી પ્રથમ જીપકાર બનાવી.
 • સ્વીફ્ટ નું વિદેશી નામ સુઝુકી કલ્ટસ છે.
 • કવોલીસનું વિદેશી નામ કીજાંગ છે,
 • ઇન્ડિકાનું વિદેશી નામ સીટી રોવર છે.
 • ૨૦૦૨ ની સાલ સુધી વડાપ્રધાન ની સત્તાવાર ગાડી એમ્બેસેડર હતી , હવે ખાસ બુલેટ પ્રૂફ બી.એમ.ડબલ્યુ કાર વપરાય છે.
 • ૧૯૯૧ માં તાતા સિયેરા તથા ૧૯૯૨માં એસ્ટેટ સંપૂર્ણ ભારતમાં બનેલી પ્રથમ કાર હતી.

અમ્લપિત્તાંતક ચૂર્ણ


દ્રવ્યો } અરણીની કાળી રાખ ૧૦ ગ્રામ , મરી ૧૦ ગ્રામ અને ખાંડ ૨૫ ગ્રામ.

અનુપાન } પાણી સાથે લેવું .

કયા રોગ પર } અમ્લપિત્ત માટે રામબાણ ઓષધ છે .ખાટા ઓડકાર ,બળતરા,મો આવી જવું વગેરમાં ઉપયોગી છે .

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ આ ૧૦ વ્યક્તિઓને ધર્મ નો ઉપદેશ ના આપવો

 1. જેને દારૂનો નશો ચડ્યો હોય
 2. અસાવધ થઈને તંદ્રા માં બેસે.
 3. થાકી ગયેલા માણસને.
 4. ભૂખ્યા માણસને.
 5. ક્રોધે ભરાયેલા .
 6. લોભીયા માણસને
 7. બીકણ ડરેલા માણસને
 8. બહુ ઉતાવળિયા માણસને
 9. અજ્ઞાની માણસને
 10. નાસ્તિક માણસને