આપણે જેવું વિચારીએ છીએ તેવું જ પરિણામ આવે છે .આપણી તમામ સફળતા આપણા વિચારોને આધીન છે.સફળતા મેળવવા માટે યોગ્ય દિશામાં પ્રયત્નો કરવાથી જ સફળતા મળે છે. આને વધુ સમજવા માટે ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગ સમજીએ.

સત્યની શોધ માટે રાજકુમાર સિધ્ધાર્થ રાજમહેલ છોડી જંગલ માં નીકળી ગયા હતા .ખુબજ તપ ,જપ ,ઉપવાસ ,સાધના પછી પણ તેમને સત્ય કે ભગવાનના દર્શન થયા નહિ , એટલે ત્યાં તેમની ધીરજ ખૂટવા લાગી અને હવે શું કરવું ને ન કરવું માં મુંજાઈ ગયા.આમજ  એક વાર નદી કિનારે બેઠા હતા ત્યારે તેમની નજર એક ખિસકોલી પર પડી , તે નદીના પાણીમાં વારે ઘડીયે ડૂબકી મારે અને બહાર આવે પાછી રેતમાં આરોટે અને નદીમાં ડૂબકી મારે આ જોઈને  સિધ્ધાર્થને અચરજ લાગતા ખિસકોલી ને પૂછ્યું કે ,તું આ શું કરે છે ?

તેના જવાબમાં ખિસકોલી કહયું ,આ નદીએ મારા બચ્ચાનો જીવ લીધો છે ,એટલે હું એને રેતીથી પૂરી દઈશ. સિધ્ધાર્થ કહયું તું એકલી આ કામ ક્યારે અને કેવી રીતે પૂરું કરી શકીશ. ખિસકોલી કહયું આ બધું વિચારવાનો મારી પાસે સમય નથી ,મને મારું કામ કરવા દો . ખિસકોલી ની આ વાત થી સિધ્ધાર્થની આંખો ખુલી ગઈ અને નવું કંઇક જ્ઞાન પ્રાપ્ત થયુ.અને તેમને ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો અને મનોમન નક્કી કર્યું ગમેતેમ કરી ને મારે સત્યની પ્રાપ્તિ માટે ના પ્રયત્નો કરવા માટે વિચારવું પડશે .છેલ્લા શ્વાસ સુધી ભક્તિ અને સત્ય માટે અડગ રેહવા નિશ્ચય કર્યો. આમ નવી ચેતના અને દ્રઢ મનોબળથી બુદ્ધત્વ મેળવ્યું અને તે થયા ભગવાન બુદ્ધ .જીવનમાં દ્રઢ સંકલ્પોથી ,મનોબળથી અને આત્મવિશ્વાસથી કરેલા તમામ કાર્યો સફળતા તરફ જ લઇ જાય છે.જીવનમાં કોઈ કામ અશક્ય નથી .

ધાર્મિક
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s