શરીરશાસ્ત્રીઓના મતાનુસાર ઓક્સિજન જીવનનો સ્તોત્ર છે.વાતાવરણમાં તેની ઊણપ ફક્ત શારીરિક તકલીફ જ નહિ પણ અનેક પ્રકારના માનસિક રોગોને પણ ઉભા કરે છે .સ્વચ્છ અને પુષ્કળ પ્રાણવાયુના અભાવે મસ્તિષ્ક સંસ્થાન અસંતુલિત બને છે.પરિણામે મન:સ્થિતિ ઉત્તેજીત અને આવેશગ્રસ્ત રહે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વૃક્ષ રહેશે નહિ તો મનુષ્ય ને પણ રેહવાનું મુશ્કેલ બની જશે. તેમના કેહવા મુજબ વિશ્વભરમાં ઋતુઓની અનિયમિતતા એ આનુજ પરિણામ છે.માટે આપણી જાત ને બચાવવા માટે થઇ ને પણ એક વૃક્ષ રોપવું અને તેનું ઉછેર કરવો જ જોઈએ. વૃક્ષરોપણથી વરસાદ  વધુ થાય છે ,ભૂમિનું ધોવાણ અટકે છે,જમીનની ફળદ્રુપતા વધે છે,પુષ્કળ પ્રાણવાયુ મળે છે,ફળ ,છાયા અને સુકા લાકડા પણ મળે છે ,પક્ષીઓને આશ્રય મળે છે.

ઓક્સિજનની સિલક ઓછી થવાથી અને ખર્ચ વધારે થવાથી છેલ્લા ૬૦ વર્ષમાં કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ ૦.૦૩૦ થી વધીને ૦.૦૪૦ % થઇ ગયું છે.આ અસુંતલનને સરભર કરવા માટે વધુમાં વધુ વૃક્ષો ઉગાડવાની જરૂર છે. હવે   ધાર્મિક નહિ પણ વૈજ્ઞાનિક રીતે પણ વૃક્ષરોપણ કરવું જોઇએ.આપણી આવનારી પેઢીને કંઇક આપવું જ હોય તો માત્ર વૃક્ષ જ એવી સંપતિ છે બધા કરતા કીમતી અને ઉપયોગી છે. હવે આપણે એક સંકલ્પ કરીએ કે એક વૃક્ષ તો ઉછેરશું જ અને બીજા વૃક્ષોને કપાતા બચાવીશું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s