ભ્રષ્ટાચાર એ સામાજિક દૂષણ છે


કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારતમાં સરકારી અધિકારીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. દુનિયાના બધા દેશોમાં સરકારી પારદર્શિકતામાં ભારતનો ક્રમાંક ૧૧૦ પછી આવે છે અને દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશોમાં તે સ્થાન ધરાવે છે.

 • ભ્રષ્ટાચાર એ સામાજિક દૂષણ છે. તેનાથી દેશનું પતન થાય છે અને સમાજ અંધકારની ગર્તામાં ધકેલાય છે.
 • ભ્રષ્ટાચારનો ભરડો દેશના વિકાસને થંભાવી સામાજિક સુવ્યવસ્થાને ઉધઇની જેમ કોરી ખાય છે અને રાષ્ટ્રીય તંત્ર ખોખલું બનાવે છે.
 • ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા પ્રત્યેક નાગરિક જાગ્રત બની તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રતીકસમાન આગળ આવે.
 • ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે નાગરિકો પરનો અત્યાચાર, અત્યાચારને ડામવા સમાજે ઘોર નિદ્રામાંથી જાગવું જરૂરી બન્‍યું છે.
 • ભ્રષ્ટાચાર ઊભી પૂંછડીએ ભાગશે, પણ જ્યારે દરેક નાગરિક સાબદો થઈ સ્વાભિમાની તલવાર વીંઝશે.
 • આપણે સૌએ, મારું નહીં આપણાપણાના ભાવે ભ્રષ્ટાચારી બાળજતનને અટકાવી જાહેર સેવાને ઉગારવા કમર કસવી પડશે.
 • જો આપણે સુખી થવું હોય તો, ભ્રષ્ટાચારને તિલાંજલિ આપવી પડશે અને દેશના ખરા નાગરિક તરીકેની ફરજો અદા કરવી પડશે.
 • લાંચ આપવી તે લાંચ સ્વીકારવા કરતાં મોટો ગુનો અને પાપ છે.
 • તોષણ એ માનવીય ગુણોને ભ્રષ્ટ બનાવી, સમાજને અધઃપતનના માર્ગે લઇ જાય છે.
 • ભ્રષ્ટાચારનો રાક્ષસ વિકાસશીલ રાષ્ટ્રને આભડી રહ્યો હોય ત્યારે માનવીય ગુણોમાં ભ્રષ્ટપણું રાષ્ટ્ર માટે લાંછન અને કેન્સરસમો રોગ છે.


લાંચ રુશ્વવત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય વધુ જાણવા માટે અહી ક્લિક કરો

સ્વામી સચ્ચિદાનંદ


satchidanand-swami.jpg

નામ } નાનાલાલ  ત્રિવેદી

જન્મ } ૨૨  –  એપ્રીલ, ૧૯૩૨  ; મોટી ચંદૂર, (પાટણ જિલ્લો) વતન – મુજપુર

પરિવાર } માતા –  વહાલીબેન;  પિતા – મોતીલાલ ;  ભાઇઓ – ડાહ્યાલાલ, ચિમનલાલ

અભ્યાસ } ૧૯૬૬ – ભારતીય દર્શનશાસ્ત્રમાં બનારસમાં વેદાન્તાચાર્યની પદવી- સુવર્ણચન્દ્રક સાથે

જીવન ઝરમર

 • 1953– ગૃહત્યાગ અને ભારત-ભ્રમણ
 • 1954- બ્રહ્નચર્ય દીક્ષા
 • 1956– મુક્તાનન્દ સ્વામી પાસે ફિરોઝપુર-પંજાબમાં સન્યાસ દીક્ષા
 • 1968– સમ્પૂર્ણ ભારતયાત્રા; દંતાલી- પેટલાદમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના
 • 1973– સૂઇ ગામ બનાસકાંઠામાં દુષ્કાળ રાહત કાર્ય
 • 1973– સૂઇ ગામમાં મા. શાળા અને છાત્રાલયની સ્થાપના
 • 2001– કચ્છ ભૂક્મ્પમાં રાપરમાં રાહત કેન્દ્

વિદેશપ્રવાસ

 • 1970– પૂર્વ આફ્રિકા
 • 1976-યુગાન્ડા   મોરેશિયસ, ટાન્ઝાનિયા, કોન્ગો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વિટઝરલેંડ, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ઓસ્ટ્રિયા, અમેરિકા, કેનેડા,હવાઇ, મેક્ષિકો, જાપાન, કોરિયા, હોન્ગકોન્ગ, થાઇલેન્ડ, નેપાળ.ચીન, રશિયા, વિ.
 • 1994– દક્ષિણ અમેરિકા વિ.
 • 1996– ઇજિપ્ત, ઇઝરાયેલ
 • 1997– પ્રેસ્ટન (યુરોપ),  સ્વીડન. નોર્વે , ડેન્માર્ક
 • 2000– ચીન
 • 2004– ઓસ્ટ્ર્લિયા વિ.

સન્માન

 • 1985 શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક
 • 1986 કાકા કાલેલકર પારિતોષિક
 • 1988– દધિચિ એવોર્ડ
 • 1988– આનર્ત એવોર્ડ મહેસાણા; ગોંધિયા એવોર્ડ- રાજકોટ
 • 1994– દિવાળીબેન મહેતા એવૉર્ડ
 • 1994– દૈનિક પત્રકાર સંઘ દ્વારા એવોર્ડ

સ્વામીજી એક સંત ની સાથે સાથે એક સારા લેખક પણ છે. તેમણે ધાર્મિક ,સામાજિક ,પ્રવાસ એમ ઘણા વિષયો પર પુસ્તકો લખ્યા છે તેમના કેટલા પુસ્તકોના નામ,આ સિવાય પણ ઘણા બધા પુસ્તકો તેમજ સમાચાર પત્રોમાં કલમ લખીને આપણને જ્ઞાન આપ્યું છે.

પુસ્તકો }

સંસાર રામાયણ,નર નારીના સંબધો,લગ્ન સંબધો તથા આવેગો અને લાગણીઓ,વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો,હિમાલયના ચારધામ,પૃથ્વી પ્રદક્ષિણા,સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન,નવી દિશા ,ચાણક્ય રાજનીતિ ,નવી આશા ,ભર્તુહરિના બે શતકો ,ધર્મ,મારા અનુભવો,જીવનયોગ,વાસ્તવિકતા ,લેહ ,લદાખ,કારગીલ,કશ્મીર,મોરેશિયસ અને દુબઈ નો પ્રવાસ,ચીન મારી નજરે ,વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો ,આપને અને સમાજ ,ગીતા અને આપણા પ્રશ્નો ,શ્રી કૃષ્ણ લીલા રહસ્ય,શું ઈશ્વર અવતાર લે છે ,ત્યાગ સમીક્ષા ,પ્રવચન મંગલ,સચ્ચિદાનંદ વિચારધારા.

સાભાર

ગુર્જર સાહિત્ય ભવન


સ્વામી સચ્ચિદાનંદને વધુ જાણવા માટે અહી ક્લિક કરો

એનર્જી બચાવવાનો ફંડા ,બ્લેક ગૂગલ “બ્લેકલ”


વિશ્વનું સૌથી લોકપ્રિય સર્ચ એન્જીન ગૂગલ હવે સફેદ નહિ પણ કાળા બેગ્રાઉન્ડ સાથે જોવા તૈયાર થઇ જાવો.સફેદ રંગ કરતાં કાળા રંગના સર્ચ એન્જીનમાં પાવર નો વપરાશ ઓછો થાય છે. બ્લેકલ સર્ચ એન્જીન થી બહુ નહિ પણ થોડો પાવર બચાઇને આપણે સૌ વિશ્વમાં એક મોટો ફાયદો જરૂર કરી શકીએ છીએ. તો આજથી જ આ સર્ચ એન્જીનથીજ સર્ચ કરવાનું શરુ કરી વિશ્વ ઉર્જા બચત માં જોડાઈ જઈએ .


બ્લેકલ સર્ચ એન્જીન માટે અહી ક્લિક કરો

Blackle

માનસિક શાંતિના ઉપાયો


 1. પારકી પંચાત કરશો નહિ.
 2. બીજા માટે થઇ ને તમે મુશ્કેલીઓ ના ઉઠાવશો.
 3. ઈશ્વરના કાર્યની ટીકા ન કરશો.
 4. જીવનની તમામ પરિસ્થિતીઓમાં શાંત રહેજો.
 5. ઈશ્વરની ઈચ્છા તેમાં જ મારી ઈચ્છા માનવું

સૌરાષ્ટ્ર ની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિઓ


સૌરાષ્ટ્ર ની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિઓને કવિશ્રી પીગળશીભાઈ ગઢવીએ ગીત માં રજૂ કરી છે.

આહીર,આંડ,અતીત,આરબ,અગર,ઉદિયા,અબારી જાત,

કાઠિ,કાયસ્થ,કણલી,કોળી,કારડીયા,કડિયા,બહુભાત,

કંસારા,કાંક્સીયા,કસાઇ,કઠીયારા,કુંભાર,કલાલ,

ખ્રિસ્તી,ખત્રી,ખાંટ,ખારવા,ખોજા,ખોખર,ખસીયા,ખવાસ.

ગધેઈ,ગોલા,નેગોરોડાં,ગોડિયા,ગુર્જર,ગલકટા,

ગાંધર્વ,ગોહિલ,ઘાંચી,ઘેટીયા,નાગર,નાડીયા,અરુનટા,

સારસ્વત,ચારણ ને સોની,સતવારા,સુથાર,સંધાર,

સરાણીયા ,સેતા ને સૈયદ સંધી સુમરા શેખ ચમાર .

સલાટ,સીદી,સરવાણી ને છીપા,સરવણ,સેન,સિપાઈ

સગર,ચામઠા,ચુનરિયા ને વાંઢાળા,ગર,વસિયાં,આંય,

જ્ત,જાંટ,ડાકલિયા,ડફગર,દરજી,ઢાઢી,જિલાયા,ઢોલિ,

ધોબી,માલી,ધૂળ,ધોનારા,તાઇ,તૂરી ને તરક,તંબોલી.

તરગાળા,તમ્બુરીયા,થોરી,દેપાળા,પીંજારા,પઠાણ,

પુરબીયા,પારસી,પખાલી,મુલ્લાં,બાબી,મુલેસલામ,

બ્રામણ,બલોચ,બાબર,બારોટ,બજાણીયા,ભણસાલી,ભાંડ,

ભાવસાર,ભીલ,ભાટ,ભાટિયા,ભંગી,ભોપા,ભોઈ,ભરવાડ.

મેર,મુમના,મોચી,મેમણ,માધવિયા,મુંડા ને મીર,

મહિયા,મયાણા,મકરાણી ને માતંગ,મતવા,ગવલી,ફકીર,

રાજપૂત,બાબરીયા,રબારી,રામાનંદી,રાવળ,લોક,

રાજપૂત,લીબડીયા,લોધી,લોહાણા,લુહાર,અપોક.

વાંઝા,વોરા,વાદી,વાણીયા,વણઝારા,વણકર,વાધેર,

વાણંદ,વાઘરી,લંઘા,વેરાગી,હાટી,હાડી,હજામ,ડફેર,

ખરક,ખલાસી,વજીર,ગોદલીયા,ગારુડી,ચમાડીયા,પઢાર,

ડાંગશિયા,મારગી,મદારી,આડોડીયા,સેમલીયા,ચમાર.

મલેક,મોરી,માજોઠી,સફિયા,ચાકી,ચાટી,સુરાં,

પટ્ટણી,ચૌધરી,હાલપોત્રા,સમા,કુરેશી,ખરા,

મલ,મોતેસર,માલચડીયાદેદા,ગરવી,ભૈયા,ડોમ,

સુદાખરા,મોમીયા,નાગોરી થઇ એકસો સીત્તેર કોમ.