સાપુતારા

Standard


સાપુતારા એક હિલ સ્ટેશન છે તેનો વિસ્તાર ૧,૭૨૫  ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખુબ જ સુંદર રહે છે અને વળી ગરમીમાં પણ ૨૫  ડીગ્રીથી વધુ તાપમાન ત્યાં નથી હોતુ. તેથી તો ઉનાળામાં તે રજાઓ ગાળવા માટેનું સુંદર સ્થળ છે. ત્યાં જવા માટેનો ઉત્તમ સમય માર્ચ અને નવેમ્બર વચ્ચેનો છે છતાં પણ તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઇ શકો છો.સાપુતારાનો નકશો ખુબ જ સુંદર છે. સાપુતારાના રસ્તાઓ સર્પ આકારાના છે તેથી તેનું નામ સાપુતારા પડ્યું છે.

સાપુતારામાં સાપ ખુબ જ જોવા મળે છે. ત્યાંનાં ગામડાનાં રહેવાસીઓ આ સર્પની પ્રસંગોપાત પુજા કરે છે અને ખાસ કરીને હોળીના સમયે. ત્યાંના લોકોનું નૃત્ય પણ ખુબ જ સુંદર અને જોવાલાયક હોય છે. ડાંગ જીલ્લામાં ખાસ કરીને આદીવાસીઓની વસ્તી વધું જોવા મળે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વાંસના જંગલો માટે વધું પ્રખ્યાત છે. તેથી ત્યાં વાંસની વસ્તુઓ ખુબ જ સુંદર મળે છે. સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત એટલો સુંદર દેખાય છે. અહીંયા તળાવો પણ ખુબ જ સુંદર છે. તળાવોની આજુબાજુ ઉંચા પર્વતો અને હરીયાળી એટલી બધી છે કે ત્યાંની બોટીંગની મજા કઇક અનોખી જ લાગે છે. વળી ગુલાબના બગીચાઓ તેની શોભામાં વધારો કરે છે. તેથી આ સ્થળ રજાઓ ગાળવા માટે ઉત્તમ છે.

અંતર} સાપુતારા અમદાવાદ થી ૪૨૦ કિ.મી., ભાવનગર થી ૫૮૯ કિ.મી., રાજકોટ થી ૬૦૩ કિ.મી., સુરત થી ૧૭૨ કિ.મી., નાસિક થી ૮૦ કિ.મી., મુંબઈ થી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.

જોવાલાયક સ્થળ } વઘઇ અને મહાલનું ડીપ ફોરેસ્ટ, ગેરા અને ગીરમાલનો ધોધ (ફોલ્સ), સાપુતારા લેક અને ગાર્ડન, પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, શબરીધામ તેમજ પાંડવ ગુફા, વાંસદાનો નેચરપાર્ક, નાગેશ્વર મહાદેવનું મંદિર, ઇકો પોઇન્ટ અને રોપ વે, ફોર્ટ તેમજ આટિર્સ્ટ વિલેજ, વેલી વ્યૂ પોઇન્ટ  વગેરે જોવા જેવાં સ્થળો છે.

નજીકનું વિમાનમથક મુંબઈમાં  છે.  રેલ્વે સ્ટેશન વધઇ માં  છે.જયારે બ્રોડગેજ સ્ટેશન નાસિકમાં આવેલું  છે.

સ્ત્રોત } http://gujarati.webdunia.com/entertainment/tourism/gujaratdarshan/070…

વઘઇ અને મહાલનું ડીપ ફોરેસ્ટ, ગેરા અને ગીરમાલનો ધોધ (ફોલ્સ), સાપુતારા લેક અને ગાર્ડન, પૂર્ણા વાઇલ્ડલાઇફ સેક્ચ્યુરી, શબરીધામ તેમજ પાંડવ ગુફા, વાંસદાનો નેચરપાર્ક, નાગેશ્વર મહાદેવનું મંદિર, ઇકો પોઇન્ટ અને રોપ વે, ફોર્ટ તેમજ આટિર્સ્ટ વિલેજ, વેલી વ્યૂ પોઇન્ટ

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s