અહીં નિગમ, આગમ અને યોગજ પ્રત્યક્ષના આધાર પર ‘શ્રી ગણેશ -તત્વ’ નું વિવેચન કરવામાં આવી રહ્યું છે.

શિવશક્તિ પુત્રતા –
નિગમ-આગમમાં ‘ગણેશ’ ને શિવ-શક્તિના પુત્ર માનવામાં આવ્યા છે. વેદોમાં અગ્નેય પ્રાણ ‘શિવ’ અને સૌમ્ય પ્રાણ ‘શક્તિ’ શબ્દથી અભિહિત છે આ બંનેના સંયોગથી ઉત્પન્ન સાત પ્રકારના યૌગિક પ્રાણ જ સપ્તવિધ -‘મરુદગણ’ છે. આ સાત પ્રકારના મરુદગણ ભૌતિક વાયુ ‘મારુત’ કહેવાય છે. ગણપતિ પણ શિવ-શક્તિજન્ય હોવાથી તેમના પુત્ર છે. વન્દે શૈલસુતાસુતમ.

ગણેશ અને હનુમાન –
પુરાણોમાં વિજ્ઞાન છે કે ‘અદિતિ’ (સૂર્ય-સયુક્તા પૃથ્વી)ના ગર્ભમાં આ સાત ગરુડગણોની પ્રાતિષ્ઠા થઈ. વાસવ ઈન્દ્રનો પણ અહીં નિવાસ થયો. તે તેમાંથી પ્રત્યેકના સાત-સાત વિભાગ કરી દે છે. અંતે આ સાત ગરુડગણ ઓગણપચાસ સંખ્યામાં બદલાય જાય છે. આમાં પૃથ્વી પર ‘ગણપતિ’ છે. વિરલભાવાપન્ન સૂર્યમાં સ્થિત સર્વાત મરુત્પ્રાણ ‘મહાવીર’ (હનુમાન) છે. આ રીતે ગણેશ અને હનુમાન – આ બંને ગરુડગણોના અંતર્ગત હોવાથી ‘મરુતોરુદ્ર-પુત્રાસ’ ના આધાર પર રુદ્ર પુત્ર છે. આ જ કારણથી હનુમાનને આકાશથી અલગ માનવામાં આવ્યા છે.

વિધ્નહર્તા અને કર્તા –
ઓગણપચાસ ગરુદગણોથી પૃથ્વીમાં સ્થિત ‘મૂલ-મરુત-પ્રાણ’ ગણેશ છે. આ મૂલ પ્રાણના ધૃતિ-બલ, પ્રતિષ્ઠા અને આધાર-પ્રાણ વગેરે અનેક પર્યાય છે. આ પ્રતિષ્ઠા પ્રાણની સ્થિતિમાં વિશ્વની સ્થિતિ અને અને પ્રચ્યવનમાં વિશ્વનો વિનાશ છે.

સર્વાગ્રપૂજા –
બ્રહ્માંડમાં ઉત્નપન્ન થનારા અણુ-બૃહત બધા કાર્યો અને ઘટનાઓને પોતાની સિધ્ધિ અને સ્થિતિ માટે આધાર રૂપે ધૃતિ-બલરૂપ ગણેશનું અર્ચન અનિવાર્ય છે આ વિશ્વ વ્યાપ્ત નિયમના આધાર પર જ આર્યોએ કાર્યમાત્રના આરંભમાં ‘ગણેશ’ની અગ્રપૂજા ને અનિવાર્ય માનવામાં આવે છે.

ઈન્દ્રથી અભેદ –
વેદ અને પુરાણ વગેરેમાં આ પ્રસિધ્ધ છે કે ગરુડગણ ઈન્દ્રના ભ્રાતા અને તેમના સૈનિક છે. જ્યોતિર્મય ઈન્દ્ર પોતના સૈનિક ગરુડગણોને આગળ કરીને જ તમોમય અસુરો પર વિજય મેળવે છે. ઈન્દ્ર ક્ષત્ર હોને સે ગરુડગણકે રાજા હૈ, ઈશ હૈ. ગરુડગણ તેમની દૈવી પ્રજા છે. ગરુડગણોના પતિ(ઈશ) હોવાથી ઈન્દ્ર પણ ‘ગણપતિ’ શબ્દથી વેદોમાં અભિહિત થયા છે.

દેવાસુર – સંગ્રામ –
જ્યોતિર્મય ઈન્દ્ર ગરુડગણોને આગળ કરીને દેવાસુર-સંગ્રામમાં તમોમય અસુરો પર આક્રમણ કરે છે – આવું કહેવાય છે. આ દેવાસુર સંગ્રામના વેદના મંત્રો અને બ્રાહ્મણ ભાગોમાં વિસ્તૃત વર્ણન છે.

વાહન મૂષક –
નિગમ-આગમમાં આ પ્રસિધ્ધ છે કે ગણપતિનં વાહન ‘મૂષક’ છે.પાર્થિવ ધનપ્રાણ ‘ગણપતિ’ નામથી કહેવાયુ છે. તેમનું વાહન નિબિડધન આ પૃથ્વી પીંડ જ છે. વેદમાં આ અત્યંત ધનપ્રાણનું નામ ‘મૂષક’ છે. આ પ્રાણથી મૂષક પ્રાણીનું નિર્માણ થાય છે. આથી આ પ્રાણી તે પ્રાણનું સંકેત માનવામાં આવ્યુ છે. અર્થાત ગણપતિના વાહન મૂષકને ભૂપિળ્ડ માનવો જોઈએ.

સ્ત્રોત } કલ્યાણી દેશમુખ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s