સુવિચાર


 1. તમે સમય ને પાસ નથી કરતા સમય તમને પાસ કરી જાય છે.
 2. પોતાની જાત પરનો અવિશ્વાસ એજ તમારી નિષ્ફળતા નો પાયો છે.
 3. ઈશ્વર પ્રાપ્તિ નો એક જ રસ્તો તે માત્ર ભલાઇ જ છે.
 4. નિષ્ફળતા માં એક પ્રકારનું  શિક્ષણ છે કંઈપણ નવું કરવા માટેનું પ્રથમ પગથીયું છે.
 5. જેટલો સમય કોઈ કામની ચિંતા કરવામાં બગાડીયે છીએ તેટલો સમય તે કામ કરવામાં લગાડીએ તો ચિંતા જેવી કોઈ વસ્તુ આપણા જીવનમાં રહશે જ નહિ.
 6. ઈશ્વર ની નજરમાં પાપ કરનારા જેટલા દોષી છે તેના કરતાં વધારે તે જોનારા છે.
 7. જીવન એક રમત છે તેમાં હારજીત આપણા હાથમાં નથી આપણે માત્ર કેમ રમવી એ આપણા હાથમાં છે.
 8. તમારા સાચા સ્નેહીઓ તમારા બંને હાથ જ છે અને સાચા મીત્રો તમારી દસ આંગળીઓ છે તેઓ જ તમારી ઓન્ચીતી મદદે આવશે.
 9. ઈશ્વરે જે દુઃખ આપ્યું છે તેમાં દુઃખી થવા કરતાં જે કંઈપણ સુખ આપ્યું છે તેમાં સુખી થઇ તેનો આભાર માનવો જોઈએ.
 10. આપની બધીજ મોટા ભાગની ભૂલો ની પાછળ આપણો ખોટો અહંકાર જ હોય છે.
 11. જોજો આળસ તમને છેતરી નાં જાય તેને તમારી એક પળ આપો છો પરંતુ તે તમારી આગળની તમામ પળો ખાઈ જશે તેનું ધ્યાન રાખજો.
 12. આત્માને એવી આંખો છે કે હૃદયને તેની ખબર નથી.

ઉપનિષદ્


૧૧૮ ઉપનિષદ્ છે તેમાંથી કેટલાક ના નામ

 1. ઈશ
 2. કેન
 3. કઠ
 4. પ્રશ્ન
 5. મુંડક
 6. નારાયણ
 7. ઈશાવાસ્યમ્
 8. છાન્દોગ્ય
 9. બૃહદારણ્યક
 10. ઐતરિય
 11. તૈતરિય
 12. શ્વેતાશ્વતર
 13. માંડૂક્ય

વેદ અને વેદાંગ


વેદ ચાર છે

 1. ઋગ્વેદ
 2. યજુર્વેદ
 3. સામવેદ
 4. અથર્વવેદ

વૈદિક સાહિત્યની છ શાખાઓ ને વેદાંગ કહેવાય.

 1. છન્દશાસ્ત્ર
 2. નિરુકત
 3. કલ્પસૂત્ર
 4. શિક્ષા
 5. વ્યાકરણ
 6. જ્યોતિષ

અઢાર મહાપુરાણો


 1. મત્સ્ય પુરાણ
 2. માર્કન્ડેય પુરાણ
 3. ભવિષ્ય પુરાણ
 4. ભગવત પુરાણ
 5. બ્રહ્માંડ પુરાણ
 6. બ્રહમવૈવર્ત પુરાણ
 7. બ્રહ્મપુરાણ
 8. વામન પુરાણ
 9. વરાહ પુરાણ
 10. વિષ્ણુ પુરાણ
 11. વાયુ પુરાણ
 12. અગ્નિ પુરાણ
 13. નારદ પુરાણ
 14. પદ્મ પુરાણ
 15. લિંગ પુરાણ
 16. ગરુડ પુરાણ
 17. કૂર્મ  પુરાણ
 18. સ્કંધ પુરાણ

અવકાશને જાણો


 1. સૌથી મોટો ગ્રહ * ગુરુ
 2. સૌથી નાનો ગ્રહ * બુધ
 3. સૌથી તેજસ્વી ગ્રહ * શુક્ર
 4. સુર્ય થી સૌથી દૂર નો ગ્રહ * પ્લુટો
 5. સુર્ય થી નજીકનો ગ્રહ * બુધ
 6. લાલ રંગનો ગ્રહ * મંગળ
 7. સૌથી ઠંડો ગ્રહ * પ્લુટો
 8. સૌથી ગરમ ગ્રહ * બુધ
 9. પૃથ્વીની સૌથી નજીકનો તારો  * સુર્ય
 10. પૃથ્વીની નજીકના બે ગ્રહો * શુક્ર અને મંગળ
 11. આકાશમંડળમાં સૌથી ચળકતો તારો * વ્યાધ
 12. નરી આંખે જોવાય તેવા ગ્રહો * મંગળ , બુધ , ગુરુ , શુક્ર , શનિ
 13. પૃથ્વીનો ઉપગ્રહ * ચન્દ્ર
 14. સપ્તર્ષિ તારા * મરીચિ , વસિષ્ઠ , અંગીરસ , અત્રિ , પુલસ્ત્ય ,પુલહ ,ક્રતુ
 15. સૌથી વધુ પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ * પ્લુટો
 16. સૌથી ઓછો પરિક્રમણ સમય ધરવતો ગ્રહ * બુધ