આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે.પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧..૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી.કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે.
આયુર્વેદ ના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં ગાય ના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચરક સહિતા નામમા ગ્રંથમાં જણાવ્યું છે કે ‘ગવ્યં દશગુણં પય:’ અર્થાત ગાય ના દૂધમાં દશ ગુણ છે. દૂધમાં સ્વાદિષ્ટ, શીતળ, કોમળ, સ્નિગ્ધ, ગાઢ, સાત્વિક, લસદાર, ભારે, બહારના પ્રભાવને મોડેથી ગ્રહણ કરનાર અને ચિત્તને પ્રસન્ન કરનાર એમ દસ ગુણો હોય છે. આ ઉપરાંત આ ગ્રંથમાં દૂધના આઠ પ્રકારો પણ દર્શાવવામાં આવ્યા છે. મહર્ષિ ચરક ગ્રંથના અન્નપાન વિધિના પ્રકરણમાં(સૂત્રસ્થાન-અધ્યાય ૨૭) કહે છે – ‘ક્ષીરં જીવયતિ’ અર્થાત દૂધ જીવનદાતા છે.