આત્માને સાચવવો

Standard

શ્રીમદ્ રાજચંદ્ર

શરીર કરતાં આત્મા અમૂલ્ય છે તેને જ સાચવવો જોઈએ .આને વધુ સમજવા ગાંધીજી ના ગુરુ શ્રીમદ રાજચંદ્ર ના જીવનનો એક પ્રસંગ સમજીએ.ગામડામાં રેહતા કેટલાક જીજ્ઞાસુઓ એક વાર તેમને મળવા આવ્યા ત્યારે તેમણે શ્રીમદજીને આત્મતત્વ વીશે બોધ આપવા વિનંતી કરી .ત્યારે શ્રીમદ્જીએ  તેમને સરલ ભાષામાં સમજાવતાં સામે એક પ્રશ્ન પૂછ્યો કે ,તમારા એક હાથ માં છાશ નો લોટો અને બીજા હાથમાં ઘી નો લોટો હોય અને રસ્તામાં તમને ઠેસ વગે તો તમે કયો  લોટો સાચવશો ? તે લોકોએ જવાબમાં એક અવાજે કહ્યું કે , અમે ઘી નો લોટો જ સાચવીએ . શ્રીમદજીએ  પૂછ્યું કેમ ? જવાબમાં લોકો કહે કે છાશ ઢોળાઇ જાય તો બીજો લોટો સરળતાથી મળી જશે ,પરંતુ ઘીનો લોટો ઢોળાઇ જાય તો બીજો લોટો સરળતાથી મળી ના શકે .

આમ એક સરલ ઉદાહરણ ધ્વારા આત્મતત્વ ને સમજાવતાં શ્રીમદજીએ કહયું કે , આપણો દેહ એ છાશ જેવો છે છતાં આપણે તેને ખુબજ સાચવીએ છીએ.જયારે આત્મા એ ઘી જેવો મહામુલ્ય હોવા છતાં તેને સાચવતા નથી .આપણી આવી ઉંધી સમજણ એ  જ આપણા બધા દુઃખોનું કારણ છે .

ઘી જેવા મહામુલ્ય આત્મા ને ખુબ જ સાચવવો જોઈંએ.આપણે જીવનમાં આ વાત ને સમજીને ઉતારી દઈશું તો દુઃખો મૂળમાંથી નીકળી જશે અને સદાય માટે સુખ સ્થપાય જશે.

સ્ત્રોત } શ્રીમદ રાજચન્દ્ર ના પુસ્તકમાંથી

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

2 responses »

    • આપ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર , કોબા , ગાંધીનગર અડ્રેસ પર સંપર્ક કરી મેળવી શકો છો .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s