સ્વામી વિવેકાનંદે ઈ.સ.૧૮૯૧માં અમદાવાદની સફર કરી હતી અને કોટ વિસ્તારમાં ખાડિયાની અમૃતલાલની પોળમાં આવેલી ‘લાલશંકરની હવેલી’માં રોકાણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિએ જ્યાં રોકાણ કર્યું હતું.સ્વામી વિવેકાનંદ જુલાઈ-૧૮૯૦થી ડિસેમ્બર-૧૮૯૨ દરમિયાન હિમાલયથી કન્યાકુમારી સુધીની સફર કરી હતી.તેઓ ક્યારેક ‘વિવેકાનંદ’, ક્યારેક ‘સચ્ચિદાનંદ’ તો ક્યારેક ‘વિવિદિશાનંદ’ જેવાં વિભિન્ન નામો ધારણ કરીને ઓળખ છુપાવતા હતા.પરિભ્રમણ દરમિયાન અજમેર, રાજસ્થાન થઈને ગુજરાતમાં ઈ.સ.૧૮૯૧ના નવેમ્બર મહિનામાં અમદાવાદમાં પ્રવેશ્યા હતા.અમદાવાદમાં થોડા દિવસો વિવેકાનંદે ભિક્ષાવૃત્તિથી ચલાવ્યું. એક દિવસ અમદાવાદના સબ જજ અને સમાજસુધારક લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી રેલવે સ્ટેશનની બહાર નીકળતા હતા ત્યારે એક પ્રભાવશાળી સંન્યાસી(વિવેકાનંદ) પીપળાના વૃક્ષ નીચે બેઠા છે તે જોવે છે, લાલશંકર ત્યાં પહોંચે છે અને સ્વામી વિવેકાનંદ સાથે સંવાદ કરે છે. વિવેકાનંદના જ્ઞાાનથી સમાજ સુધારક લાલશંકર આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. પ્રભાવિત થયેલા લાલશંકર ઉત્સુકતા સાથે વિવેકાનંદને પોતાના ઘેર પધારવાનું નિમંત્રણ પાઠવે છે.જૈન મંદિરા, મસ્જિદોની કલા સમૃદ્ધિ અને વૈભવ-વારસાથી પ્રભાવિત થઈને અમદાવાદમાં અંદાજે ૧૧ દિવસ પસાર કરીને વઢવાણ તરફ પ્રયાણ કર્યું હતું.
સ્તોત્ર } સંદેશ સમાચાર