કર્તા પરિચય :ગિજુભાઈ ભગવાનજી બધેકા (૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯): બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ (જિ.અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મેટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ-કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ હાઈકૉર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય. મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણામૂર્તિભવનમાંથી નિવૃત્ત. પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.

ગુજરાતીમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા – વાર્તા – નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે.

  • શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું.
  • બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( ૧-૬) , બાલ સાહિત્ય માળા ( ૨૫ ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( ૨૮ પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( ૧-૧૦) , બાલ સાહિત્ય માળા ( ૮૦ પુસ્તકો)
  • ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં

તેમના કેટલાક વાંચવા જેવા પુસ્તકો  } રખડું ટોળી, બાલશિક્ષણ મને સમજાયું તેમ , માં બાપ ના પ્રશ્નો , વાર્તાનું શાસ્ત્ર , મોન્ટેસરી પદ્ધતિ , દીવાસ્વપ્ન  આ સિવાય ઘણા બધા ————


પરિચય  સ્ત્રોત }ગુજરાતી સાહિત્ય પરિષદ

    • શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું.
    • બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( ૧-૬) , બાલ સાહિત્ય માળા ( ૨૫ ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( ૨૮ પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( ૧-૧૦) , બાલ સાહિત્ય માળા ( ૮૦ પુસ્તકો)
    • ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં
Advertisements

3 thoughts on “ગિજુભાઈ બધેકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s