મેનુ,બીલ,વેઈટર વગરની રેસ્ટોરન્ટ


અમદાવાદમાં સી.જી રોડ પર મ્યુનિસિપલ માર્કેટની સામે આવેલા શોપર્સ પ્લાઝાના ચોથા માળે ચાલતી આ હોટલનું નામ છે ‘સેવા કાફે’.સેવા કાફે’ નો જન્મ થયો. ૧૩-૦૫-૨૦૦૭.

આ જમાનામાં પૈસા વિના ક્શું જ થઈ શકતું નથી,પણ ‘સેવા કાફે’ દ્વારા એ પણ સંદેશો અપાઈ રહ્યો છે કે પૈસા વિના ઘણું થઈ શકે છે. ‘સેવા કાફે’ નો જ દાખલો પૂરતો છે.જેઓ પહેલી વાર આવે છે તેમને ‘સેવા કાફે’ નો ઉદ્દેશ જણાવતું સાહિત્ય આપવામાં આવે છે. ગ્રાહક જમી લે એટલે વેઈટર તેમને એક ખાલી કવર આપે છે, જેમાં ગ્રાહકે પોતાની મરજી મુજબ જે કંઈ રકમ મૂકવી હોય તે મૂકવાની રહે છે. ગ્રાહકે કવરમાં કેટલી રકમ મૂકી એ જોવામાં આવતું નથી.‘સેવા કાફે’ની પ્રવૃત્તિ જો કોઈને ગમી જાય ને તેને પોતાને પણ કોઈ એક દિવસ અહીં આવીને સેવા કરવાની ઈચ્છા થાય તો તેણે કમ સે કમ એક દિવસ પહેલાં નામ નોંધાવી દેવું પડે છે.શનિ-રવિને બાદ કરતાં ‘સેવા કાફે’ માં રોજ માત્ર પચાસ ગ્રાહકોને જ એટેન્ડ કરાય છે. શનિ-રવિએ આ સંખ્યા ૬૦થી ૭૦  જેટલી હોય છે.

‘સેવા કાફે’ નો એક મહિનાનો ખર્ચ કેટલો થયો અને સામે ગ્રાહકોએ કવરમાં મૂકીને શું આપ્યું વગેરેનો હિસાબ જાહેરમાં મૂકવામાં આવે છે. જે કંઈ આવક થાય તેમાંથી દર મહિને જરૂરિયાતમંદ એક-બે પરિવારને એડોપ્ટ કરવામાં આવે છે. જેમ કે એપ્રિલ માસમાં એવી બે બહેનોને મદદ કરાઈ જેઓ ફુગ્ગા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જો શાકભાજીની લારી મળી જાય તો પરિવારના ગુજરાનમાં થોડી રાહત થઈ જાય એવી આ બહેનોની જરૂરિયાત હતી. તેમની એ જરૂરિયાત પૂરી કરી દેવાઈ છે.

દર સોમવારે બંધ રહેતી ‘સેવા કાફે’માં રોજ લગભગ સાતેક વાનગીઓ મળે છે. જેમાં એક જ્યુસ, એક ડેઝર્ટ, બે હેવી અને બે લાઈટ વાનગીઓ હોય છે. કોઈ સેવાભાવી વ્યક્તિ પોતે ખાસ વાનગી બનાવવા ઈચ્છતું હોય તો તેમની પણ સેવા લેવાય છે. જેઓ રોજ કૂકિંગ માટે આવે છે એ છ જણા કોઈ પ્રોફેશનલ કૂક નથી. તેઓ પણ અહીં જ બધું શીખ્યા છે.

સેવા કાફે ની વધુ વિગત જાણવા ક્લિક કરો


વધુ જાણવા માટે રીડ ગુજરાતી અહી ક્લિક કરો

sms મેળવો અને પૈસા કમાવો


For receiving SMS on your mobile Accumulate Rs. 300 and receive a cheque


તમે sms મેળવો અને પૈસા કમાવો તે માટે અહિયાં કિલક કરો