મહાત્મા ગાંધીજી ને સાંભળવા છે .


અત્યાર સુધી તમે ગાંધીજી અંગેનું ઘણું બધું વાંચ્યું હશે પણ હવે ગાંધીજીએ આપેલા ભાષણને સાંભળવા હોય તો અહિયા ક્લિક કરો
http://www.learnoutloud.com/Free-Audio-Video/Philosophy/Philosophers/Speech-by-Gandhi/15436

http://www.gandhiserve.org/

અંતિમ સમયે ગાંધીજી ‘રામ, હે રામ’ જેવો એક પણ શબ્દ બોલ્યા હતા ?


ગાંધીજી ઉપર નાથુરામ ગોડસેએ જયારે ગોળીઓ ચલાવી હતી ત્યારે તેમણે ‘રામ, હે રામ’ જેવો એક પણ શબ્દ બોલ્યા વગર અંતિમ શ્વાસ લીધો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના તત્કાલીન સલાહકાર  કલ્યાણમ વેંકિટરમણે આ બાબતનો ઘટસ્ફોટ કર્યો હતો.

દેશભરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના કારણે ગાંધીજી ઘણા દુ:ખી થઇ ગયા હતા. અગાઉથી જ આઘાતમાં સરી ગયેલા ગાંધીજી ગોળીઓનો આ આઘાત સહન કરી શકયા નહીં અને કંઇ પણ બોલ્યા વિના સ્થળ ઉપર જ શહીદ થઇ ગયા હતા.

ઘટના સમયે ગાંધીજીથી માત્ર અડધો મીટર દૂર ઊભેલા વેંકિટરમણે જણાવ્યું કે, ગોડસેએ ગાંધીજી પર એક પછી એક એમ પાંચ ગોળીઓ ચલાવી હતી. એક ગોળી તો ગાંધીજીના શરીરની આરપાર નીકળી ગઇ હતી. ગાંધીજી એક પણ શબ્દ બોલ્યા વગર ઢળી પડયા હતા. વંેકિટરમણે આશ્ચર્ય વ્યકત કરતા જણાવ્યું કે, પોલીસે તેમના સિવાય ગાંધીજીની આસપાસ ઊભેલા એક પણ વ્યકિતનું નિવેદન લીધું ન હતું.

બસ કોઇએ કહી દીધું કે, ગાંધીજી ‘હે રામ’ બોલ્યા હતા અને એફઆઈઆરમાં નોંધી લીધું. વેંકિટરમણે જણાવ્યું કે, જયારે કોઇ તમને અત્યંત નજીકથી આટલી ગોળીઓ મારે તો શું તમે કંઇ બોલી શકો છો ? વેંકિટરમણ ૧૯૪૩થી ૧૯૪૮માં ગાંધીજીના મૃત્યુ સુધી તેમના અંતેવાસી રહ્યા હતા.

હમણા સુધી એવુ માનવામાં આવતુ હતુ કે ૩૦  જાન્યુઆરી, ૧૯૪૮ ના રોજ ગોળી વાગ્યા પછી તેઓ ‘હે રામ’ કહીને પડ્યા હતા અને આ શબ્દ તેમની સાથે ચાલી રહેલી તેમની પૌત્રીએ પણ સાંભળ્યા હતા, પણ એક નવુ પુસ્તક ‘મહાત્મા ગાઁઘી : બ્રહ્મચર્યના પ્રયોગ’ માં દાવો કર્યો છે કે બાપૂના અંતિમ શબ્દ ‘હે રામ’ નહોતા.

પત્રકાર દયાશંકર શુક્લ સાગર દ્વારા લખેલ પુસ્તકમાં દાવો કર્યો છે કે ૩0 જાન્યુઆરી, ૧૯૪૮ ના રોજ ગોળી વાગ્યા પછી મહાત્મા ગાઁઘીના  મોઢામાંથી નીકળતા છેલ્લા શબ્દ ‘હે રામ’ નહોતા.

પુસ્તકના મુજબ ૩0 જાન્યુઆરી, ૧૯૪૮ ના રોજ જ્યારે નાથુરામ ગોડસે એ મહાત્મા ગાઁધીને ગોળી મારી હતી તો બાપૂની સૌથી નજીક તેમની પૌત્રવધૂ મનુ ગાઁઘી હતી. તેમને સાંભળ્યુ અહ્તુ કે બાપૂના હોઠ પરથી છેલ્લા શબ્દ હે રામ નીકળ્યા. તેથી માની લેવામાં આવ્યુ કે તેમના અંતિમ શબ્દ ‘હે રામ’ હતા.

આભાર સ્ત્રોત } દિવ્ય ભાસ્કર , વેબ દુનિયા

૩૦ જાન્યુઆરી ગાંધીજીનો નિર્વાણ દિવસ


ફોટો સ્ત્રોત } ગુગલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી ને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ બિરલા હાઉસ માં સાંજના ૫-૧૭ ના સમયે રામચંદ્ર ઉર્ફે નથુરામ વિનાયક ગોડસે નામના હિન્દ મહાસભા ના મેમ્બરે ઇટાલિયન  કંપનીની સીરીઅલ નં ૬૦૬૮૨૪  ઓટોમેટીક પિસ્તોલ બરેતા m૧૯૩૪  વડે ત્રણ ગોળી મારી ગાંધીજી ની હત્યા કરી .

મારા બ્લોગ પર નથુરામ ગોડસે વિશે વધુ જાણવા ક્લિક કરો January 22, 2010 ના દિવસે બ્લોગ પર લખ્યું છે જરૂર વાંચો.

પડછાયો કેવી રીતે બને ?
જયારે પ્રકાશ કોઈ અપારદર્શક વસ્તુ પર પડે છે ત્યારે તે વસ્તુની બીજી બાજુ જઈ શકતો નથી. તેથી વસ્તુનો પાછળનો ભાગ પ્રકાશ વગરનો થઇ જાય છે. તેને આપણે વસ્તુનો પડછાયો કહીએ છીએ.પડછાયો પ્રકાશનો સ્તોત્ર અને તેમના વચ્ચેના અંતર પર આધાર રાખે છે. જો પ્રકાશનો સ્ત્રોત નાનો હોય તો પડછાયો એકદમ સ્પષ્ટ અને તેની કિનારીઓની એકદમ ધારદાર હોય છે. તેનો આકાર પણ વસ્તુ જેવો જ હોય છે , પણ જો પ્રકાશ સ્તોત્ર મોટો હોય તો પડછાયો વચ્ચેથી ખુબ જ કાળો અને તેની કિનારીઓ ધૂંધળી હોય છે. તેની સીમા રેખો પણ અસ્પષ્ટ હોય છે. પડછાયાના ઘેરા કાળા ભાગને પ્રછાયા અને કાળા આછા ભાગને ઉપછાયા કહે છે .સૂરજના પ્રકાશ થી જે પડછાયો બને છે તેમાં ઉપછાયા હોય છે અને સુર્યની સ્થતિ અનુસાર તેનું સ્વરૂપ બદલાય છે.