મત્સ્યાસન


મત્સ્યનો અર્થ – માછલી. આ આસનમાં શરીરનો આકાર માછલી જેવો બને છે, તેથી આ મત્સ્યાસન કહેવાય છે.

વિધિ : પહેલા પદ્માસન સ્થિતિમાં બેસવુ જોઈએ. પછી પદ્માસનની સ્થિતિમાં જ સાવધાનીથી પાછળની તરફ સીધા ઉંઘી જાવ. ધ્યાન રાખો કે સૂતી વખતે બંને ઘૂંટ્ણ જમીન સાથે જોડાયેલા રહે. પછી બંને હાથની મદદથી શિખાસ્થાનને જમીન પર ટેકવો. ત્યારબાદ ડાબા હાથના પગના અંગૂઠો અને બંને કોણીઓને જમીન પર ટેકવી મૂકો.

એક મિનિટથી શરૂ કરીને પાઁચ મિનિટ સુધી અભ્યાસ વધારો. પછી હાથ ખોલીને હાથોની મદદથી માથાને સીધુ કરી કમર, પીઠને જમીન પર ટેકવો. ફરી હાથની મદદથી ઉઠીને બેસી જાવ. આસન કરતી વખતે શ્વાસોશ્વાસની ગતિ સામાન્ય બનાવી રાખો.

સાવચેતી : છાતી અને ગળામાં વધુ દુ:ખાવો કે બીજા કોઈ રોગ હોવાની સ્થિતિમા આ આસન કરો.

આ આસન ખૂબ જ સાવચેતી પૂર્વક કરવુ જોઈએ, આ આસનમાં ગરદન મરડાઈ જવાની બીક રહે છે. કારણકે શરીરને એકદમ ઉપર કરી દેવુ પડે છે. આ આસન એક મિનિટથી પાઁચ મિનિટ સુધી કરી શકાય છે.

આ આસન કરવાથી થતા ફાયદા : આનાથી આંખોની જ્યોતિ વધે છે. ગળુ સાફ રહે છે અને છાતી અને પેટના રોગ દોર થાય છે. રક્તપરિભ્રમણની ગતિ વધે છે, જેને કારણે ચામડીના રોગ નથી થતા. દમાના રોગીઓને આનાથી ફાયદો થાય છે. પેટની ચરબી ઘટે છે. ખાઁસી મટે છે.


મયૂરાસન


મયૂરનો અર્થ થાય છે મોર. આ આસન કરવાથી શરીરની આકૃતિ મોરના જેવી દેખાય છે તેથી આનુ નામ મયૂરાસન છે.
વિધિ ; બંને હાથને બંને ઘૂંટણની વચ્ચે મુકો. હાથના અંગૂઠા અને આંગળીઓ અંદરની બાજુ મુકીને હાથેળી જમીન પર મુકો. પગ ઉઠાવતી વખતે બંને હાથ પર એકસરખું વજન આપીને ધીરે ધીરે પગને ઉઠાવો.
હાથના પંજા અને કોણીના બળ પર ધીરે ધીરે સામેની તરફ નમતા શરીરને આગળ નમાવ્યા પછી પગને ધીરે ધીરે સીધા કરી દે છે. ફરી સામાન્ય સ્થિતિમાં આવતા પહેલા પગને જમીન પર લાવવામાં આવે છે અને ત્યારે ફરી વજ્રાસનની સ્થિતિમાં આવી જાવ.
સાવધાની : જે લોકોને બ્લડપ્રેશર, ટી.બી. હૃદય રોગ, અલ્સર અને હર્નિયા રોગની તકલીફ હોય તે આ આસન યોગ ચિકિત્સકની સલાહ મુજબ કરે.
લાભ : પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરે છે. કબજિયાત, ગેસ વગેરે પેટ સંબંધી સામાન્ય રોગોની સારવાર થાય છે. આંતરડા અને તેનાથી સંબંધિત અંગોને મજબૂતી મળે છે સાથે સાથે અમાશય અને મૂત્રાશયના દોષ દૂર થાય છે. આ આસનથી વક્ષસ્થળ, ફેફસાં, પાંસળીઓ અને પ્લીહાને શક્તિ મળે છે. આ આસન કરવાથી ક્લોમ ગ્રંથિ પર દબાવ પડવાને કારણે ડાયાબીટીશના રોગીઓને પણ લાભ મળે છે. આ આસન ગરદન અને મેરુદંડને માટે પણ લાભદાયક છે.

મયૂરાસન ના વિડિઓ જોવા માટે નીચે ક્લિક કરો

રઘુવીર દલસિંહ ચૌધરી


કર્તા પરિચય : રઘુવીર દલસિંહ ચૌધરી, ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’ (૫-૧૨-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચડી. બી.ડી.આર્ટસ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા.આર્ટસ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન, ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકર, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત.
રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથાલેખન દ્વારા સતત વંચાતા – વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દૃષ્ટાંત ‘અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વૈયક્તિક સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે. એકાંકી – નાટક, ચરિત્ર, નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

તેમના કેટલાક વાંચવા જેવા પુસ્તકો  –અમૃતા, સોમતીર્થ , લાગણી , એક ડગ આગળ એક ડગ પાછળ , શ્યામસુહાગી , સાથી સંગાથી , કલ્પલતા , વેણુ વત્સલા , બે કાંઠા વચ્ચે , પુર્વારાગ , પરસ્પર , પ્રેમઅંશ , સુખે સુવે સંસારમાં , ક્યાં છે અર્જુન , મુદલ વિનાનું વ્યાજ , સમજ્યા વિના છુટા પડવું , ગોકુલ ,મથુરા , દ્વારકા , વાડમાં વસંત , મુદાની વાત , પાદરના પંખી , વહેતા વૃક્ષ પવનમાં , દિવાળી થી દેવદિવાળી , ઉપરવાસ , સહવાસ , અંતરવાસ , ઉત્તર , જીન્દગી જુગાર છે ? , ચીન ભણી , તીર્થભુમી ગુજરાત , માનસ થી લોકમાનસ , ધર્મ વિવેક , તિલક કરે રઘુવીર ભાગ  ૧ -૨ ,પુનવિચાર , પ્રેમ અને કામ , તમસા અને આ સિવાય ઘણા બધા


રઘુવીર ચૌધરી ના પુસ્તકો માટે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

પરિચય  સ્ત્રોત }ગુજરાતી સાહિત્ય પરિષદ

કષ્ટભંજન હનુમાનજી,સાળંગપુર


અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે વિક્રમ સંવત 1906માં (1850 એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્‍વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્‍થાનનું મંદિર છે. તેમાં સ્‍વામી સહજાનંદ, સ્‍વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્‍વામી સહજાનંદ સ્‍વામીનાં પગલાં છે અને અન્‍ય મંદિર રાધાકૃષ્‍ણનું મંદિર છે. આમ, સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્‍વ છે.

કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુ:ખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે. શનિવારે અહીંયા ખુબ જ મોટો મેળાવડો જામે છે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે

સાળંગપુરનો ઈતિહાસ

સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા અને ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હોતા. શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર-પ્રસારાર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર! આપશ્રી ઉદાસ દેખાઓ છો. તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતાં કહ્યું કે, સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કંઇક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.

સ્વામી ગોપાલાનંદે વાધાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યાર બાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. વિક્રમ સંવત 1906ને (1850 એ.ડી.) આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના દરબાર વાધા ખાચરની જમીનમાં જ કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમ્યાન ઊભા રહ્યા. આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી. બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી. આમ લોકોનાં દુ:ખ દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું

સ્ત્રોત } Deepak Vora

મોઢેરાનુ વિશ્વ પ્રસિધ્ધ સૂર્યમંદિર


અમદાવાદથી લગભગ સો કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારેમોઢેરાના વિશ્વ પ્રસિધ્ધ સૂર્ય મંદિર આવેલુ છે. એવુ અનુમાન છે કે આ મંદિરનુ નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમ (ઈસા પૂર્વ ૧૦૨૨ -૧૦૬૩ માં) એ કરાવ્યુ હતુ. જેની પૂર્તિ એક શિલાલેખ કરે છે. જે મંદિરના ગર્ભગૃહની દિવાલ પર છે, જેમા લખવામાં આવ્યુ છે કે ઈસ પૂર્વ ૧૦૨૫ -૧૦૨૬  ઈસ પૂર્વઆ એજ સમય હતો જ્યારે સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોને વિદેશી આક્રમણકર્તા મહેમૂદ હમદ ગઝનીએ પોતાના કબ્જે કરી લીધી હતી. ગજનીના આક્રમણના પ્રભાવના આધીન થઈને સોલંકીઓએ પોતાની શક્તિ અને વૈભવને ગુમાવી દીધી હતી.


.

સોલંકી, ‘સૂર્યવંશી’ હતા, તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં ત્રણ સૂર મંદિર છે, જેમા પહેલા ઉડીસાનુ કોણાર્ક મંદિર, બીજુ જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજુ ગુજરાતનુ મોઢેરાનુ સૂર્ય મંદિર.

શિલ્પકલાન અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને ભીમદેવને બે ભાગોમાં બનાવડાવ્યુ હતુ. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનુ છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ ૫૧  ફૂટ અને 9૯ ઈંચ અને પહોળાઈ ૨૫  ફૂટ ૮  ઈંચ છે.

મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર શ્રેષ્ઠ કારીગરીના વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતર્યા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે.

આ મંદિરનુ નિર્માણ કંઈક એ રીતે કરવામાં આવ્યુ છે કે જેમા સૂર્યોદય થતા સૂર્યની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહ પર પડે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ આવેલુ છે. જેને લોકો સૂર્યકુંડ કે રામકુંડના નામે ઓળખે છે.

અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી. વર્તમાનમાં ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધુ છે.

ઈતિહાસમાં પણ મોઢેરાનો ઉલ્લેખ


સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણના મુજબ પ્રાચીન સમયમાં મોઢેરાની આસપાસનો સમગ્ર વિસ્તાર ‘ઘર્મરન્ય’ના નામે ઓળખાતો હતો. પુરાણો મુજબ ભગવાન શ્રીરામે રાવણના સંહાર પછી પોતાના ગુરૂ વશિષ્ઠને એક એવુ સ્થાન બતાવવા માટે કહ્યુ જ્યા જઈને તેઓ પોતાની આત્માની શુધ્ધિ અને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવી શકે. ત્યારે ગુરૂ વશિષ્ઠે શ્રીરામને ‘ધર્મરન્ય’ જવાની સલાહ આપી હતી. આ જ ક્ષેત્ર આજે મોઢેરાના નામે ઓળખાય છે.

કેવી રીતે પહોંચવું ?

રોડ  – આ મંદિર અમદાવાદથી 102 કિલોમીટરના અંતરે આવેલુ છે. અમદાવાદથી અહી જવા માટે બસ અને ટેક્સીની સુવિદ્યા પણ મળી રહે છે.

રેલ – નજીકનુ રેલ્વે સ્ટેશન અમદાવાદ લગભગ 102 કિમીના અંતર પર આવેલુ છે.

હવાઈ – નજીકનુ એયરપોર્ટ અમદાવાદ છે.

સ્ત્રોત } Deepak Vora