કલાપીના કાવ્યો


એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્યૅ ના છે

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,

આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,

આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,

યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,

અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,

ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,

જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

આભાર સ્ત્રોત } ટહુકો.કોમ

૨૬ મી જાન્યુઆરી કલાપી નો જન્મદિવસ


 • નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ
 • ઉપનામ: કલાપી
 • જન્મ: 26 જાન્યુઆરી – 1874, લાઠી
 • અવસાન: 9 જૂન – 1900, લાઠી
 • કુટુંબ: પત્ની
  • રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (1889 – 15 વર્ષની વયે); એમનાંથી 8 વર્ષ મોટા
  • આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (1889 – 15 વર્ષની વયે) ; એમનાંથી 2 વર્ષ મોટા
  • શોભના – રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (1898) ; એમનાંથી 7-8 વર્ષ નાના
 • અભ્યાસ:
  • 1882-1890 રાજકુમાર કોલેજ – રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
  • અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
 • વ્યવસાય: 1895- લાઠી(ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી
 • પ્રદાન:
  • પ્રજાત્સલ રાજવી
  • ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું
  • પ્રવાસ લેખન
 • મુખ્ય કૃતિઓ:
  • કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )
  • વર્ણન – કાશ્મીરનો પ્રવાસ
  • નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર
 • જીવન:
  • 21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895)
  • નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
  • માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
  • આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
  • રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
  • શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
  • વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા
  • સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
  • 16 થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન 1892થી શરૂ થયેલ)
  • મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
  • મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
  • 26 વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
 • સન્માન:
  • ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક
  • એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે
  • 1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી


કલાપી ને વધુ જાણવા માટે અહી ક્લિક કરો

૨૬ જાન્યુઆરી


https://i0.wp.com/indiaepostoffice.com/26jan07/india_flag.gif

ભારત  ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જ નાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આબેડકર નાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજી માં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ  ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ  તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

સ્ત્રોત } વીકીપીડીયા

૨૬ જાન્યુઆરી ના મેહમાન


 • વર્ષ                     અતિથિ                                                   દેશ
 • ૧૯૭૬ વડાપ્રધાન જેક્વિસ ચિરાક (Jacques Chirac) ફ્રાન્સ
 • ૧૯૭૮ પ્રમુખ ડો.પેટ્રીક હિલેરિ (Dr.Patrick Hillery) આયર્લેન્ડ
 • ૧૯૮૫ પ્રમુખ રાઉલ આલ્ફોન્સિન (Raul Alfonsin) આર્જેન્ટિના
 • ૧૯૮૬ વડાપ્રધાન એન્ડ્રીસ પાપન્ડ્રોઉસ (Andreas Papandreou) ગ્રીસ
 • ૧૯૮૭ પ્રમુખ એલન ગાર્સિયા (Alan Garcia) પેરૂ
 • ૧૯૮૮ પ્રમુખ જુનિયસ જયવર્દને (Junius Jayewardene) શ્રીલંકા
 • ૧૯૯૨ પ્રમુખ મારિયો સૌરેસ (Mário Soares) પોર્ટુગલ
 • ૧૯૯૩ વડાપ્રધાન જોહન મેજર (John Major) યુ.કે.
 • ૧૯૯૫ પ્રમુખ નેલસન મંડેલા (Nelson Mandela) દક્ષિણ આફ્રિકા
 • ૧૯૯૬ પ્રમુખ ડો.ફર્નાન્દો હેન્રીક કાર્દોસો (Dr.Fernando Henrique Cardoso) બ્રાઝિલ
 • ૧૯૯૭ વડાપ્રધાન બાસ્દો પાન્દય (Basdeo Panday) ટ્રિનિદાદ અને ટોબેગો
 • ૧૯૯૮ વડાપ્રધાન જેક્વિસ ચિરાક (Jacques Chirac) ફ્રાન્સ
 • ૧૯૯૯ રાજા વિરેન્દ્ર વિર વિક્રમશાહ દેવ (Birendra Bir Bikram Shah Dev) નેપાળ
 • ૨૦૦૦ પ્રમુખ ઓલુસેગુન ઓબસાન્જો (Olusegun Obasanjo) નાઇજિરીયા
 • ૨૦૦૧ પ્રમુખ અબ્દેલ અઝિઝ બૌટેફ્લીકા (Abdelaziz Bouteflika) અલ્જિરીયા
 • ૨૦૦૨ પ્રમુખ કાસમ ઉતીમ (Cassam Uteem) મોરેશિયસ
 • ૨૦૦૩ પ્રમુખ મોહમ્મદ ખતામી (Mohammed Khatami) ઈરાન
 • ૨૦૦૪ પ્રમુખ લુઇઝ ઇનાશિયો લુલા દ સિલ્વા (Luiz Inacio Lula da Silva) બ્રાઝિલ
 • ૨૦૦૫ રાજા જીગ્મે સિંગ્યે વાંગચુક (Jigme Singye Wangchuk) ભુતાન
 • ૨૦૦૬ રાજા અબદુલ્લાહ બિન અબદુલ્લઅઝીઝ અલ-સાઉદ (Abdullah bin Abdulaziz al-Saud) સાઉદી અરેબિયા
 • ૨૦૦૭ રાષ્ટ્રપતિ વલાદિમિર પુટિન (Vladimir Putin) રશિયા
 • ૨૦૦૮ પ્રમુખ નિકોલશ સર્કોઝી (Nicolas Sarkozy) ફ્રાન્સ
 • ૨૦૦૯ પ્રમુખ નૂરસુલતાન નઝરબાયેવ (Nursultan Nazarbayev) કઝાખસ્તાન
 • ૨૦૧૦ રાષ્ટ્રપતિ લી મ્યૂંગ બક ( li myung bank )  દક્ષિણ કોરિયા

આજે ૨૬ જાન્યુઆરી


૧૫૫૬ : હુમાયુનું નિધનમોગલ શહેનશાહ હુમાયુનું નિધન.
૧૮૫૭ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત થઈ.
૧૮૬૩ : કવિ નર્મદનું નિધન
૧૯૫૦ : બંધારણ અમલમાં મુકાયું.  પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ.
૧૯૭૨ : અમર જવાન જયોતિ.યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં દિલ્હીના ઇન્ડિયા ગેટ પર અમર જવાન જયોતિની   સ્થાપના કરાઈ.
૨૦૦૧ : ગુજરાતમાં ભૂકંપ.ગુજરાતમાં આવેલા ૭.૭ની તીવ્રતાવાળા ભૂકંપમાં હજારોનાં મોત