સંબધોની કસોટી

  • કોઈ મહત્વપુર્ણ કાર્ય દરમિયાન સેવકની ,દુઃખ આવી પડે ત્યારે સગા-સંબંઘીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરીદ્રવ્સ્થામાં પત્નીની કસોટી થાય છે. // ૧૧ //

સાચો મિત્ર

  • કોઈ રોગ થયો હોય ,દુઃખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જયારે કોઈ મુશ્કેલી સર્જે,રાજધ્વાર ,સ્મશાન કોઈના મૃત્યુ નાં સમયે જે વ્યક્તિ સાથ ન છોડે ,એજ સાચા મિત્ર છે.//૧૨//

મૂર્ખાઈ

  • જે વ્યક્તિ નિશ્ચીત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ ભાગે છે ,તેના હાથમાં આવેલું કાર્ય પણ ગુમાવે છે. //૧૩//

વિવાહ

  • પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોવા છતા તેનો ત્યાગ કરવો જોઇએ , કારણકે કે વિવાહ સમાન કુળમાં જ શોભે છે. //૧૪//

કોનો વિશ્વાસ ના કરાય ?

  • લાંબા નખવાળા પ્રાણીઓ, નદીઓ, મોટા શીંગડાવાળા પ્રાણીઓ ,હથિયારધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ પરિવારો આ છએ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન મુકવો.//૧૫//

સાધન નહિ સાધ્ય મહતવપૂર્ણ

  • અમૃત ઝેરમાં વિટાયેલું હોય,સોનું અશુદ્ધ ચીજોમાં હોય, ઉતમ વિદ્યા નીચી વ્યક્તિ પાસે થી મળે તો, નીચા કુળમાં જન્મ થયેલી ઉતમ ગુણવાળી ,સુશીલ કન્યારુપી રત્નનો સ્વીકાર કરવો જોઇએ.//૧૬//

સ્ત્રી સમોવડી

  • પુરુષ કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું ,અક્કલ કાર ગણી, સાહસવૃતિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે.//૧૭//

અધ્યાય પ્રથમ પૂર્ણ ,બીજો અધ્યાય આવતા બ્લોગ પર,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Advertisements

3 thoughts on “ચાણક્ય નીતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s