ઇન્ટનેટ ના જોખમી પાસવર્ડ , બેંક પીન નંબર


બ્રિટનની એક કંપની એ કરેલા સર્વે માં કેટલાક જલ્દી યાદ રહી જાય તેવા પાસવર્ડ ઉપયોગ કરવાથી તે તમારે માટે જોખમ ઉભુ કરી શકે છે માટે સરળતાથી યાદ રહે એવા પાસવર્ડ નો ઉપયોગ ના કરવો જોઈએ. દર ૧૦ મીનીટે ૧૦૦૦ અકાઉન્ટ હેક થાય છે તેને માટે આ સરળ અને નબળા પાસવર્ડ જ જવાબદાર છે. જો નીચેમાંથી કે તેવા આપના પાસવર્ડ હોય તો સત્વરે તે બદલી નાખજો. આવા પાસવર્ડથી તમારી નજીકના અથવા હેકર્સ દુરુપયોગ કરી શકે છે .દરેક અકાઉન્ટ માટે બની શકે તો અલગ જ પાસવર્ડ રાખો તથા જ્યાં લખ્યો હોય તે કોઈના વાંચવામાં નાં આવે તેનું ધ્યાન રાખશો.

 1. 123456789
 2. 12345678
 3. 123456
 4. abc123
 5. raja
 6. rani
 7. iloveu
 8. imissu
 9. password
 10. rocku
 11. તમારું નામ
 12. તમારી અટક
 13. તમારા સીટી નું નામ
 14. તમારી કોલેજ નું નામ
 15. તમારી બર્થડેટ
 16. તમારી પ્રિય વસ્તુ ,વ્યક્તિનું નામ

તમારા મનનો પાવર જાણો


 1. તમો તમારામાં જ વિશ્વાસ રાખો , વિજય અને સુખ એ.તમારા હાથમાં જ છે.
 2. તમારા વિચારો બદલાવથી જ તમારું ભાગ્ય બદલાશે.
 3. તમારા મનમાં જ અખૂટ ખજાનો ભરેલો છે ,તમારા મનની ઈચ્છાઓની પરિપૂર્તિ માટે તમારા આંતરિક ખજાના તરફ જુઓ.
 4. દરેક યુગમાં મહા માનવો પોતાનાં આંતર મનને (આત્મા) જ જાગ્રત કરી તેની અગાધ શક્તિઓને વહાવી શક્યા છે તેથી તેઓ મહાન બન્યા છે.
 5. તમારું સુષુપ્ત માં તમારાં શરીરને ઘડે છે ,તમારા ઘા પણ રૂઝવે છે ,
 6. તમે સુઈ જાવ તે પહેલા તેમ વિચારો કે તમો સપૂર્ણ તંદુરસ્ત છો તો ,તમારું આંતર મન તમારી તે આજ્ઞાનો અમલ કરશે જ અને તમોને તંદુરસ્ત જ રાખશે.
 7. તમાર વિચારો પ્રમાણે જ તમારું જીવન ઘડાય છે.
 8. તમારા વિચારો શુભ હશે તો પરિણામ શુભ જ આવશે ,પરિણામો નો આધાર તમારું મન કેવી રીતે કામ કરે છેતેના ઉપર જ છે.

વાસ્તવમાં તો મન એક જ છે તેના બે જાતનાં સ્વભાવ છે. એક જાગ્રત(બાહ્ય મન ) અને બીજો સુષુપ્ત (આંતરમન).તમારે માત્ર તમારા મનના સ્વભાવ ને જાણવાનો જરૂર છે.આં બંને વચ્ચે હમેશા સંવાદ ચાલુ જ હોય છે.તે સંવાદ ને સમજશો તો તમારું સમગ્ર જીવન બદલી શકશો. બાહ્ય પરિસ્થિતિ બદલવા માટે તે માટેનું કારણ જ બદલવું પડશે.પરિસ્થિતિ કારણમાંથી જ જન્મે છે. માટે અવરોધ માટેનું કારણ જ પહેલાં દુર કરવું જોઈએ .તમે તમારા બાહ્ય મનને કઈ રીતે ઉપયોગ કરો છો તેની ઉપર તમામ પરિસ્થિતિ બદલાય છે.

he shall have what ever he saueth. (તમારા મનના સિન્ધાન્તો તમારી માન્યતા પર જ આધારિત છે )

જે તમારા મનમાં છે તેનો જ પ્રતિઘોષ તમારા કાર્યો માં પડે છે અને તે મુજબ જ પરિણામ આવે છે. ખોટા વિચારથી જ ખોટા પરિણામો આવે છે માટે સનાતન સત્ય હોય તે ઉપર જ ધ્યાન કેળવવું જોઈએ જેથી પરિણામો સારા જ આવે.અત્યારથી જ તમારા મનમાં સુખ ,શાંતિ ,સારા કર્મ ,સદભાવ, સમૃદ્ધિ ,ઉંચા ધ્યેય ,સારા વિચારો રોપી દો અને પછી તેના પરિણામ રૂપે તમારી સફળતામાં તે દેખાયી આવશે.

સુવિચાર


માણસે શરૂઆતના પ્રથમ ૧૦ વર્ષ સારા ખોરાક અને રમતગમતમાં ગાળવા જોઈએ , ૨૦ માં વર્ષે સારુ ભણતર અને તંદુરસ્તી હોવી જોઈએ .ત્રીસ વર્ષે મધુર લગ્નજીવન રચાઈ દેવું જોઈએ. ૪૦ વર્ષે બાળકો અને પત્ની સાથે સારા ગૃહસ્થી હોવા જોઈએ. ૫૦ વર્ષ સુધી પાછળની જીન્દગી સુખમય વિતાવી શકાય તેટલું કમાઈ લેવું જોઈએ .જેથી ૬૦ માં વર્ષે કોઈ તમારી અવગણના ના કરી શકે.૭૦ વર્ષ પછી જ ડહાપણ અને હોશિયારીના શિખરો સર કરવાના હોય છે. અને ૮૦ વર્ષે સારુ ખાવુ પીવુ નિયમિત લેવુ જોઈએ. ૯૦ વર્ષે માણસ નું સ્થાન સમાજમાં એવું હોવું જોઈએ કે દરેક તેને માન આપે જેથી ૧૦૦ વર્ષે પણ તેને જીવતા રહેવાની અને બીજાઓને ઉપયોગી થવાની ઈચ્છા થાય.

સફળ જીવન માટેના સુવાક્યો


 1. અગાઉ બધુ જ કેહવાયુ ગયું હોયુ છે છતાય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરી ને તે કહેવું પડે છે.
 2. પહેલા તો આપણે શું મેળવવું છે , આપણું ધ્યેય શું છે, તે શોધી કાઢવું જોયએ અને પછી ત્યાં જલ્દી કઈ રીતે પહોચી શકાય એ માટે નો રસ્તો શોધી કાઢવો જોઈએ .
 3. ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર તો ઘાણી નો બળદ જ ચાલે છે.
 4. માનસને સહેલાયથી મળેલી પહેલી સફળતા ઘણીવાર તેની છેલ્લી સફળતા બની જાય છે.
 5. સફળતા  સેન્ટીમીટર ના માપથી મળે છે કિલોમીટર ના માપ થી નહિ.
 6. જીવનમાં એક પણ વિચાર નકામો જતો નથી ,માટે હમેશાં સારા જ વિચારો કરવા જોઇએ
 7. જેઓ તમારી માત્ર પ્રશંસા જ કરતાં હોય તેમને તમારા હિતેચ્છુ ના સમજતા પણ જે તમારી ભૂલોની ટીકા કર્યા કરતાં હોય તેજ ખરા હિતેચ્છુ છે.
 8. ભૂતકાળ ની ભૂલો ને વળગી ના રેહવું ,ભવિષ્યમાં ભૂલો નહિ કરોતો ભૂતકાળની ભૂલો માફ થઇ જશે.
 9. જયારે માણસ નવું કંઇક શીખી સકતો નથી ત્યારે માણસ તરીકેની તેની પ્રગતિ અટકી જાય છે.
 10. જેઓ ઓછામાં ઓછા કામો જીવનમાં મુલતવી રાખે છે તે જીવનમાં વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે.

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ આ ત્રણે વ્યક્તિઓનો કયારેય ત્યાગ ન કરવો જોઈએં

 1. પોતાની પ્રિય વ્યક્તિ
 2. પોતાની પ્રિયવાદીની એટલે પત્ની
 3. આગ્યાન્કારી સુપુત્ર

વિદુરનીતિ મુજબ આ પાંચ વ્યક્તિઓનો આદર કરવાથી કેવળ યશની પ્રાપ્તિ થાય છે

 1. દેવ
 2. પિતૃ
 3. મનુષ્ય
 4. ભિક્ષુક
 5. અતિથી

વિદુરનીતિ મુજબ આ છ દોષોનો ત્યાગ કરવાથી ધ્યેય જલ્દી મળે છે

 1. ઊંઘ
 2. આળસ
 3. ભય
 4. ક્રોધ
 5. દીર્ઘસુત્રીપણુ
 6. પ્રમાદપણુ

વિદુરનીતિ મુજબ

બેદરકાર માણસો પર ચોરોની આજીવિકા ચાલે છે.રોગીઓ ઉપર જ ડોક્ટરોની ,ઝાઘડાખોરો ઉપર જ વકીલોની અને મુર્ખાઓ ઉપરજ પન્ચાત્યાઓની આજીવીકા ચાલે છે.

વિદુરનીતિ મુજબ જીવનમાં આ પાંચ વસ્તુ ,વ્યક્તિઓને કડી ન ભુલવા જોઈએ

 1. ભણ્યા પછી શિક્ષક ને
 2. આપણુ કામ કર્યું હોય તેને
 3. મુસાફરી કાર્ય બાદ વાહન ને
 4. રોગ માટી જાય પછી ડોક્ટરને
 5. લગ્ન કર્યા પછી પુત્રોએ માતા-પિતાને