મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો,
ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો,
કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો,
માલને મુડી બધી મુકી દઇને જાઉ છું
બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું,
લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું,
શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું,
જીવ મારો ધન મહિં છું, એટલું ના ભુલશો,
ભુત થઇ પાછો આવીશ એ કહીને જાઉ છું,
છેતર્યો નિજ આત્માને, છેતરી સરકારને,
છેતર્યા કંઇક ગરીબો, છેતર્યા લાચારને,
કોઇ વિધવાઓને રડાવી, લઇ લીઘા ફુલ હાર મેં,
ભરબજારે શેઠ થઇ લુંટી લીધા શણગારમેં,
દીઘો દગો મિત્રો સંબંધીઓ બધાનાં પ્યારને,
મેં છેતરી કુદરતને, છેતર્યો સંસારને,
લાખો મુકીને જાઉ છું, દમડી રહી સાથે નથી,
જાઉ છું તો વાલની વીંટીએ પણ હાથે નથી,
ભરબજારે ચોકમાં, ખાંતી તમે ખોદાવજો,
એ પુણ્યનો પૈસો નથી, એ દાનમાં દેશો નહિં,
ને લખપતિ કાલો ગયો, એ લેખ માહિ લખાવજો,
હેવાનના પૈસા, કોઇ ઇન્સાન ને દેશો નહિં.


સ્ત્રોત : ગુજરાતી લિન્કકર

3 thoughts on “મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો,

  1. નમસ્કાર
   સાહેબ આપે મારા બ્લોગ મી મુલાકાત લીધી તે બદલ આભાર ,આગળ ફરી મુલાકાત લઇ તમારા સુચનો આપવા વિનંતી.મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો જેવી વધુ રચના માટે તેની નીચેની લીંક ગુજરાતી લિન્કકર પર જોશો ,આ મને ત્યાં વાંચવા મળી ,મને સારી લાગતા મારા બ્લોગ પર મૂકી છે.
   આભાર,બ્લોગ મળતા રહીશું.આવજો.

 1. ઓહ રુપેન !
  આપે જે કાવ્ય દ્વારા કહ્યું તે જો મોટા ભાગના મનુષ્યોની સમજ્માં ઉતરી જાય તો આ સંસાર જ સ્વર્ગ બની રહે ખરું ને ? આમ તો સૌ જાણે છે કે પોતાની સાથે કશું પણ આવવાનું નથી અને ખાલી હાથે અને એકલા જ જવાનું છે પણ તેમ છતાં જિંદગી આખી વધુ અને વધુ મેળવવાની લ્હાયમાં જીવતર ક્યારે પૂરું થઈ જવાનું ટાણું આવી જાય છે તે ખબર પણ નથી રહેતી ! આપે કાવ્યમાં જે લાગણી વ્યક્ત કરી તે સર્વેનેતો નહિ પણ કેટલાકને છેક અંત સમયે પણ પ્રતિતિ થાય તો પણ ગંગા નહાયા જેટલું પૂણ્ય મળી રહે તેમ માનું છું.અંત સમયે પણ માયા છોડવી પણ મોટા ભાગના લોકો માટે અસંભવ બની રહે છે તે કઠણાઈ કોને કહેવી ? અસ્તુ ! ચાલો આવજો ! મળતા રહીશું !
  આપને મારાં બ્લોગની મુલાકાત લેવા નિમંત્રણ છે ! જરૂર પધારશો અને પ્રતિભાવ પણ જણાવશો !
  સ-સ્નેહ
  અરવિંદ
  બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s