nokia ફોન વિશે જાણો,


 • ફિનલેન્ડ ના એન્જીયર ફેડરીક આઈડેનસ્ટામે ૧૮૬૫ માં સ્થાપેલી કંપની ન્યુઝ પ્રિન્ટ કાગળ તથા કાર્ડબોર્ડ બનાવતી પેપરમીલ હતી.
 • આ કંપની   ફીનલેન્ડમાં નદી કિનારે નોકિયા ગામ પાસે બનાવી એટલે તેનું નામ નોકિયા રાખ્યું.
 • કપનીએ પછીથી પગરખા , રબ્બર ,રેનકોટ ,ધાતુના કેબલ ,ટેલીગ્રફીક સાધનો , ટેલીફોન એકસચેન્જ ના સાધનો , ટાયર અને છેલ્લે ૧૯૭૦ માં મોબાયલ બનાવ્યો.નોકિયા કંપની ના ઇતિહાસ જાણવા માટે અહી ક્લિક કરો

જાણવા જેવું ,તાજ મહેલ


 • ૧૬૩૧ માં શાહજહાં એ તેની પત્ની મુમતાઝ ની યાદ માં  ૩૭  અનુભવી કસ્બીઓ ના માર્ગદર્શન હેઠળ ૨૦,૦૦૦ ચુનંદા કારીગરો વડે આગ્રામાં બનાવ્યો. તે ૧૬૫૪ માં ૨૨  વર્ષે  સંપુર્ણ  કામ પૂરું થયુ.
 • આગ્રાથી ૩૨૨ કીલોમીટર દુર મકરાણા નો રાજસ્થાની આરસપહાણ મેળવવા ૧૮૦૦ મજૂરોએ ખાણ ખોદકામ કરી ૨.૨૫ ટનના આરસના ચોસલા આગ્રા લાવવા ૧,૦૦૦ હાથી રોક્યેલા .યમુના નદીના કિનારે ૬.૭ મીટર ઉંચા ૯૫  ગુણ્યા  ૯૫ મીટરના આરસના પ્લેટફોર્મ પાર બાંધકામ શરુ થયા પછી ૩૯.૫ મીટર ઉંચા ચાર મિનારાવાળો અને ૬૫.૫ મીટર ઉંચો ગુંબજવાળો તાજ મહેલ બનતા ૨૨ વર્ષ  લાગ્યા. તેમાં આરસપહાણનો ૯,૪૦,૦૦૦ ઘન મીટર જથ્થો વપરાયો .
 • તાજમહેલ માં બગદાદથી આરસપહાણ પાર મરોડદાર અક્ષરો કોતરનાર કારીગરો આવ્યા, મધ્ય એશિયા ના બુખારા નગરમાંથીએક શિલ્પીને આરસપહાણ ના ફૂલો કોતરવા બોલાવ્યો ,વીરાટ કદ ના ગુંબજો બાંધવા ખાસ તુર્કીના ઇસ્તમ્બુલ થી કારીગરો બોલાવ્યા ,સમરક્નદ થી મિનારનો ખાસ કારીગર આવ્યો અને માસ્ટર કડીયો અફઘાનિસ્તાન ના કંદહારનો આવ્યો હતો.
 • તાજમહેલમાં અકીક ,ગોમેદ,પીરોજ ,કાચમણી ,જારગન જેવા સ્ફટિકમય રંગબેરંગી  પત્થરો ૪૦ જાતના રત્નો ની કિમંત બાંધકામ માં વપરાયેલ આરસ કરતાં પણ મોંઘી હતી.
 • તાજમહેલ  વહેલી સવારે આછો સિલેટીયો
 • તાજમહેલ બપોરે બરફ જેવો
 • તાજમહેલ સૂર્યાસ્ત વખતે ગુલાબી
 • તાજમહેલ પૂનમની રાત્રે આછા ભૂરા રંગ નો દેખાય છે.
 • તાજમહલ પ્રત્યેક વર્ષે ૨૦ સે ૪૦ લાખ દર્શકોને આકર્ષિત કરે છે, જેમાં સે ૨૦૦,૦૦૦થી અધિક વિદેશી હોય છે.
 • આધુનિક વિશ્વ ના સાત આશ્ચર્યોંમાં પ્રથમ સ્થાન પામ્યો છે. આ સ્થાન વિશ્વવ્યાપી મતદાનથી થયું હતું. જ્યાં આને દસ કરોડ઼ મત મળ્યાં હતાં.
 • વિશાળ ૩૦૦ વર્ગ મીટરનો ચારબાગ , એક મોગલબાગ. આ કૉમ્પ્લેક્સને ઘેરે છે. આ બાગમાં ઊઁચે ઉઠેલા પથ છે. આ પથ આ ચાર બાગને ૧૬ નિમ્ન સ્તર પર બનેલી ક્યારિઓમાં વહેંચે છે. બાગની મધ્યમાં એક ઉચ્ચસ્તર પર બલા તળાવમાં તાજમહલના પ્રતિબિમ્બનું દર્શન થાય છે. આ મકબરા તથા મુખ્યદ્વારની મધ્યમાં બનેલો છે. આ પ્રતિબિમ્બ તાજ મહલની સુંદરતાને ચાર ચાઁદ લગાવે છે. અન્ય સ્થાનોં પર બાગમાં વૃક્ષોને હારમાળા છે તથા મુખ્ય દ્વારથી મકબરા સુધી ફુવારા છે.આ ઉચ્ચ સ્તરના કે તળાવને અલ હૌદ અલ કવથાર કહે છેતાજ મહેલ ને વધુ જાણવા ક્લિક કરો

મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો,


મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો,
ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો,
કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો,
માલને મુડી બધી મુકી દઇને જાઉ છું
બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું,
લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું,
શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું,
જીવ મારો ધન મહિં છું, એટલું ના ભુલશો,
ભુત થઇ પાછો આવીશ એ કહીને જાઉ છું,
છેતર્યો નિજ આત્માને, છેતરી સરકારને,
છેતર્યા કંઇક ગરીબો, છેતર્યા લાચારને,
કોઇ વિધવાઓને રડાવી, લઇ લીઘા ફુલ હાર મેં,
ભરબજારે શેઠ થઇ લુંટી લીધા શણગારમેં,
દીઘો દગો મિત્રો સંબંધીઓ બધાનાં પ્યારને,
મેં છેતરી કુદરતને, છેતર્યો સંસારને,
લાખો મુકીને જાઉ છું, દમડી રહી સાથે નથી,
જાઉ છું તો વાલની વીંટીએ પણ હાથે નથી,
ભરબજારે ચોકમાં, ખાંતી તમે ખોદાવજો,
એ પુણ્યનો પૈસો નથી, એ દાનમાં દેશો નહિં,
ને લખપતિ કાલો ગયો, એ લેખ માહિ લખાવજો,
હેવાનના પૈસા, કોઇ ઇન્સાન ને દેશો નહિં.


સ્ત્રોત : ગુજરાતી લિન્કકર

સગા તો સ્મશાનેથી પાછાં વળી જાય છે ,


સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.

છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.

ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.

મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.

જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી,
અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.

પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,
પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.


સ્ત્રોત : ગુજરાતી લિન્કકર