“હા” અને “ના” માં જવાબ આપો


૧……………..હું માણસ નથી
૨…………….હું જ મુર્ખ છું
૩…………….મારો કોઈ ઈલાજ નથી
૪……………હું પાગલ છું

૫………….જવાબ આપવાની મારી તાકાત નથી

સ્તોત્ર :ધવલ નવનીત

ગુજરાતીમાં લખવામાં તકલીફ છે ?


ગુજરાતીમાં લખવામાં તકલીફ  છે
તમારી તકલીફ દુર કરવાની લીંક

http://www.vishalon.net/Download.અસ્પ્ક્ષ
http://ccat.sas.upenn.edu/plc/gujarati/
http://dhavalshah.com/Write%20in%20Gujarati.htm
http://www.vishalon.net/VideoTutorial/EnableLanguageToolbarinWindows/tabid/231/Default.અસ્પ્ક્ષ
http://utopianvision.co.uk/gujarati/write/

સફળતા ના સુત્રો


 1. સફળતા પ્રાપ્ત કરવા માટેની પૂરતી સામગ્રી દરેક વ્યક્તિમાં કુદરતે મૂકી જ હોય છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અનઆવડત ને લીધે જ વ્યક્તિઓ ને સફળતા મળતી નથી.
 2. ખોટી દિશા માં ચાલી ને ક્યારેય સાચા  કે યોગ્ય મુકામ ઉપર પહોંચી શકાતું નથી.
 3. બંધ બારણું ખોલવા માટે મોટાભાગના માણસો મથ્યા કરે છે ,પરંતુ એ લોકો જો આસપાસ નજર કરે તો બીજું કોઈક બારણું કે દરવાજો ખુલ્લો જ હોય છે.
 4. કોઈપણ કામ શરુ કરો ત્યારે તે કામ માં તમે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો જ એવું મનમાં રટણ કર્યા કરો તમે જરૂર થી સફળ થશો.
 5. સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી જાતને સફળતાની આશા સતત આપતા રેહવાની જ છે.
 6. તમારી નિષ્ફળતાને તમારી જાત સાથે જોડી ના દેશો પરંતુ તેમાંથી કંઇક શીખવાનો પ્રયત્ન કરી વધુ પ્રયત્નો થી સફળ થવા મેહનત કરવી જોઈએ.
 7. સફળતા મેળવવા માટે સાહસની વૃતિ હોવી જરૂરી છે.
 8. સાહસ વિનાનું જીવન એં નિષ્ફળ જીવન છે.
 9. દરેક વ્યક્તિ નિ પાસે બે કીમતી વસ્તુઓ હોય છે સમય ને આરોગ્ય તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેને જ સફળતા મળે છે.
 10. કયું કામ પેહલા કરવું ,કયું પછી ,કયા પ્રકારના કામને કેટલી અગત્યતા આપવી એ જાણનાર ને જ જીવનમાં સફળતા જલ્દીથી પ્રાપ્ત થાય છે

અંબુશોષણ ચૂર્ણ


દ્રવ્યો : ઇન્દ્રવરણાના મૂળ,રવેંચી ,જવખાર,તજ ,તમાલપત્ર ,એલચી ,રસસિંદુર ,હરડે અને ભારંગી બધા ઔષધો સરખા વજને લઇ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. તેમાં ચૂર્ણ ૧૦૦ ગ્રામ હોય   તો પાંચ ગ્રામ અબ્રક ભસ્મ અને પાંચ ગ્રામ તામ્ર ભસ્મ મેળવવી.

અનુપાન : દૂધ સાથે લેવું.

કયા રોગ પર  અસર કરે : માથામાં ભરાયેલું પાણી શોષી લે છે.

વિદુર નીતિવિદુર નીતિ મુજબ આ ત્રણે જણને પૈસાની બાબતમાં  સ્વતન્ત્રતા ન આપવી .

 1. તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને
 2. તમારા કુપુત્ર , ઉડાઉ ,બદમાશ દીકારને
 3. તમારી હોશિયાર પત્ની હોય તેને પણ

વિદુરનીતિ મુજબ આ ચાર જણાને જોડે મંત્રણા ,ગુપ્ત વિચારો ના કરાય

 1. જેની બુધિ ઓછી હોય.
 2. બહુ હરખ ઘેલો હોય
 3. જેને પોતાની બહુ મોટાઈ હોય
 4. જે દીર્ઘસુત્રી હોય ,એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા

વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે.

 1. શુભ સંકલ્પ
 2. મહા પુરુષોના તપ
 3. ગુરીની આગળ વિનાયવાન બને તેની શુભેચ્છાઓ તરત પૂર્ણ થાય

પાપીઓનો નાશ પણ તત્કાલ ફળ આપે છે.

વિદુરનીતિ મુજબ આ બે જણા કુટુંબને ભાર રૂપ છે,તે વહેલા મૃત્યુ પામે એજ સારુ

 1. જેની પાસે ઘણું બધું ધન છે છતાં દાન કરતાં શીખ્યો નથી.
 2. જે ગરીબ હોવા છતાં સાદાઈથી જીવતો નથી.

વિદુરનીતિ મુજબ આ પાંચ જણા સુખ દુખમાં તમારી સાથે જ હોય છે.

 1. સાચા મિત્રો
 2. તમારા ગુરુ
 3. તમારા શત્રુઓ
 4. તમારો સેવક
 5. તમારો હિત ઈચ્છતો હોય તેવો મધ્યસ્થી